અર્નબજીત સુર : હત્યાના આરોપીએ પોલીસથી બચવા માટે ત્રણ વર્ષ સુધી ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. આ દરમિયાન, પોતાની ઓળખ બદલવા માટે, તેણે ગાઝિયાબાદની સડકો પર વિકલાંગ વ્યક્તિ સાથે ભિખારી તરીકે કામ કર્યું. આ વ્યક્તિનું નામ શહઝાદ (33) છે અને તે જેની સાથે કામ કરતો હતો તેનું નામ ફૂલ હસન છે. જ્યારે પણ ટ્રાફિક સિગ્નલ પર કોઈ કાર અટકે છે, ત્યારે તે સહાનુભૂતિ સાથે ભીખ માંગવા બેસાખીનો અને હસનનો ઉપયોગ કરતો અને તેઓ દિવસની કમાણી વહેંચી લેતા.
2019માં દિલ્હીના જહાંગીરપુરીમાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવાનો આરોપ છે
જો કે, તેની આ યુક્તિ ઘણા દિવસો સુધી ચાલી શકી નહીં અને આખરે પોલીસ શહજાદ સુધી પહોંચી. શહઝાદે 2019માં ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં કથિત રીતે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. તેના સાથીની,થોડા મહિના પછી ધરપકડ કરવામાં આવી હતી, શહઝાદ ફરાર રહ્યો હતો અને તેને ફરાર અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.
હત્યા બાદ તે ગાઝિયાબાદના ગંગા વિહારમાં પરિવાર સાથે રહેતો હતો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેણે વારંવાર તેનું સ્થાન બદલીને પોતાને છુપાવ્યો હતો, પરંતુ પાછળથી તપાસકર્તાઓને એવી સૂચના મળી કે, તે તેના પરિવાર – તેની પત્ની અને 60 વર્ષીય પિતા સાથે કાયમી ધોરણે ગાઝિયાબાદના ગંગા વિહારમાં રહેવા ગયો છે. અધિકારીએ કહ્યું: “ત્રણ વર્ષ દરમિયાન, અમે આરોપી પર ટેકનિકલ દેખરેખ રાખી અને તેના ચોક્કસ ઘરને શોધવાનો પ્રયાસ કર્યો. અમને પાછળથી ખબર પડી કે, તેની પાસે સેન્ટ્રો કાર છે, જેમાં તે ઘણી જગ્યાએ ફરે છે.”
પાડોશીઓ અને મકાનમાલિકે પુષ્ટિ કરી કે તે સેન્ટ્રો કારમાં મુસાફરી કરતો હતો
અન્ય એક અધિકારીએ કહ્યું કે, તેના ઘરને ટ્રેસ કર્યા પછી, પડોશીઓ અને મકાનમાલિકની પૂછપરછ કરવામાં આવી હતી, જેમણે પુષ્ટિ કરી હતી કે, શહઝાદ સવારે તેની કાર લઈ નીકળતો હતો અને સાંજે પાછો આવતો હતો. આ વિસ્તારના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને એક સેન્ટ્રો કાર આ વિસ્તારમાં ઘણા મોટા ટ્રાફિક જંકશન પરથી પસાર થતી જોવા મળી હતી.
દુકાનના માલિકો અને સ્થળ પરથી પસાર થતા કેટલાક સામાન્ય લોકોને શહેઝાદની ઓળખ વિશે પૂછવામાં આવ્યું અને તેઓએ પોલીસને જણાવ્યું કે, તે તેની કાર અમુક અંતરે પાર્ક કરતો હતો, પછી જૂના અને ફાટેલા કપડા પહેરતો હતો અને હસનને મળતો હતો. આ પછી બંને સાંજ સુધી વિસ્તારમાં ભીડભાડવાળી જગ્યાએ ભીખ માંગતા હતા.
અન્ય ભિખારીઓ પાસેથી પણ માહિતી મેળવ્યા બાદ સબ-ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર માથુર, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અશોક, બાલ કૃષ્ણ, ઇન્સ્પેક્ટર સતીશ મલિક અને એસીપી વિવેક ત્યાગીની આગેવાની હેઠળ હેડ કોન્સ્ટેબલ મહેશની ટીમે પેટ્રોલ પંપની આસપાસ જ્યાં તેઓ વારંવાર ભીખ માંગતા ત્યાં છટકું ગોઠવ્યું, જ્યાં શહઝાદ અને હસનને પકડી લીધા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, હસને તેમને કહ્યું કે, તે શહજાદની પૃષ્ઠભૂમિ વિશે જાણતો નથી.
આ પણ વાંચો – જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે
અધિકારીએ જણાવ્યું કે, શહજાદ અને હસન એક દિવસમાં લગભગ 2,000 રૂપિયાની કમાણી કરતા હતા. ડીસીપી (ક્રાઈમ) વિચિત્ર વીરે જણાવ્યું હતું કે, “શહેઝાદ આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિમાંથી આવે છે, પરંતુ તેના મજબૂત શરીરને કારણે તેણે બાઉન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને આખરે ખરાબ તત્વોના સંપર્કમાં આવ્યો હતો.”