scorecardresearch

દારા શિકોહનું ધડ દિલ્હીથી 250 કિમી દૂર દફનાવ્યું, કેમ મોદી સરકાર મૃત્યુના 350 વર્ષ પછી શોધી રહી કબર

Mughal Emperors: કોણ છે દારા શિકોહ (Dara Shikoh)? કેમ મોદી સરકાર (Modi Goverment) તેના મૃત્યુના 350 વર્ષ પછી તેની કબર શોધી રહી? ઉત્તરાધિકારના યુદ્ધમાં દારાનો ઔરંગઝેબ સામે પરાજય થયો હતો.

દારા શિકોહનું ધડ દિલ્હીથી 250 કિમી દૂર દફનાવ્યું, કેમ મોદી સરકાર મૃત્યુના 350 વર્ષ પછી શોધી રહી કબર
મોદી સરકાર દારા શિકોહની કબર શોધી રહી

Mughal Emperors: મુઘલ સામ્રાજ્યમાં સત્તા માટે પરિવારો વચ્ચે સંઘર્ષ સામાન્ય વાત હતી. સત્તા ટકાવી રાખવા માટે જહાંગીરે તેના પુત્રને કેદ કરી દીધો હતો. શાહજહાંએ તેના બે ભાઈઓ ખુસરો અને શહરયારને મારી નાખ્યા. સિંહાસન મેળવ્યા પછી, તેના બે ભત્રીજાઓ અને પિતરાઈ ભાઈઓની પણ હત્યા કરાવી દીધી.

સત્તાના સંઘર્ષમાં ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને પણ છોડ્યા ન હતા. સત્તા મેળવવા માટે ઔરંગઝેબે પોતાના વૃદ્ધ પિતાને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા હતા. તે કેદમાં જ મૃત્યુ પામ્યા. એટલું જ નહીં ઉત્તરાધિકારની લડાઈમાં ઔરંગઝેબે પોતાના મોટા ભાઈ દારા શિકોહને પણ મારી નાખ્યો હતો.

ઉત્તરાધિકારના યુદ્ધમાં દારાનો પરાજય થયો

મોટો પુત્ર દારા શિકોહ શાહજહાંને વધુ પ્રિય હતો. શાહજહાંએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે, તેમનો ઉત્તરાધિકારી દારા શિકોહ હશે. શાહજહાં હંમેશા દારા શિકોહને પોતાની નજર સામે રાખવા માંગતો હતો. આ જ કારણ હતું કે તેણે તેમને સૈન્ય કાર્યવાહી માટે પણ ન મોકલ્યા. શાહજહાંના નાના પુત્ર ઔરંગઝેબે ખૂબ નાની ઉંમરે લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ સંભાળ્યું હતું. દારા શિકોહ વાંચન, લેખન અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી વસ્તુઓમાં વ્યસ્ત હતા. આ કારણે દારા ન તો રાજકારણમાં નિષ્ણાત બની શક્યો અને ન તો યુદ્ધની કળામાં પારંગત બની શક્યો.

શાહજહાં બીમાર પડતાં ઔરંગઝેબે તેને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધો. જો કે, પછી પણ શાહજહાંએ દારા શિકોહને મદદ કરવાનું ચાલુ રાખ્યું. બહેન જહાનરાએ પણ દારા શિકોહને ટેકો આપ્યો. આખરે દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે યુદ્ધ થયું. દારા શિકોહ પાસે વ્યાવસાયિક સૈન્ય નહોતું પરંતુ બધા વાળંદ, કસાઈઓ અને મજૂરો તેના માટે લડવા સંમત થયા. જોકે, દારા શિકોહની સેના ઔરંગઝેબ સામે ટકી શકી ન હતી. યુદ્ધમાં હાર જોઈને દારા શિકોહ મેદાન છોડીને ભાગી ગયો. પહેલા તે આગ્રા ગયો, ત્યાંથી દિલ્હી, પંજાબ થઈને અફઘાનિસ્તાન ભાગી ગયો. ત્યાં પણ દારા શિકોહને ઔરંગઝેબની સેનાએ દગો કરીને પકડી લીધો હતો.

દિલ્હીમાં હત્યા

ઔરંગઝેબના સૈનિકો દારા શિકોહને દિલ્હી લાવ્યા, જ્યાં તેને અપમાનિત કરવા માટે રસ્તાઓ પર રેલી કરવામાં આવી. અપમાનીત કયા હતા. આ પછી દારા શિકોહને દિલ્હીની જ ખિઝરાબાદ જેલની ડાર્ક સેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. ઔરંગઝેબના આદેશ પર દારા શિકોહની આ કોટડીમાં હત્યા કરી દેવામાં આવી હતી. દારાનું કપાયેલું માથું ઔરંગઝેબને આપવામાં આવ્યું. બીજા દિવસે, મુઘલ બાદશાહના આદેશ પર, દારા શિકોહનું માથું વિનાનું ધડ ફરીથી દિલ્હી લઈ જવામાં આવ્યું. જ્યારે આ દ્રશ્ય જોઈને લોકોમાં ભય ફેલાઈ ગયો ત્યારે દારાનો મૃતદેહ હુમાયુની કબરના આંગણામાં ક્યાંક દફનાવવામાં આવ્યો હતો.

માથું આગ્રા મોકલવામાં આવ્યું

ઔરંગઝેબના આદેશ પર, દારા શિકોહનું માથું દિલ્હીથી લગભગ 260 કિલોમીટર દૂર આગ્રાના કિલ્લામાં કેદ શાહજહાંને મોકલવામાં આવ્યું હતું. ઔરંગઝેબે દારા શિકોહનું માથું સુશોભિત કર્યું, તેને કપડાથી ઢાંકી દીધું અને તેના પિતા શાહજહાંને ભેટ તરીકે મોકલ્યું. પણ શાહજહાંએ થાળીમાંથી કપડું હટાવતાં જ તેમણે ચીસ પાડી. તે ખૂબ જ નર્વસ થઈ ગયા. આ પછી, ઔરંગઝેબના આદેશ પર, દારા શિકોહનું માથું શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા તાજમહેલના પ્રાંગણમાં જ દફનાવવામાં આવ્યું. ઔરંગઝેબ ઇચ્છતો હતો કે, જ્યારે પણ શાહજહાં તેની પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ તરફ જોશે ત્યારે તેને તેના પ્રિય પુત્રનું કપાયેલું માથું પણ યાદ આવશે.

મોદી સરકાર દારા શિકોહની કબર શોધી રહી છે

1659માં દારા શિકોહની હત્યા કરવામાં આવી હતી. હવે લગભગ 350 વર્ષ બાદ મોદી સરકાર દારા શિકોહની કબર શોધી રહી છે. આ માટે પુરાતત્વવિદોની એક કમિટી પણ બનાવવામાં આવી છે. હુમાયુ સિવાય હુમાયુના મકબરાના પ્રાંગણમાં સેંકડો કબરો છે. મોટાભાગનાની ઓળખની પુષ્ટિ થઈ નથી. ઈતિહાસકારો દાવો કરી રહ્યા છે કે, દારા શિકોહને પણ હુમાયુના મકબરાના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોવર્ષ 1951 બાદથી દેશમાં મતદાતાઓની સંખ્યામાં છ ગણો વધારો થયો

વાસ્તવમાં દારા શિકોહ હિંદુ ધર્મથી ઘણો પ્રભાવિત હતો. ઈસ્લામ અને કુરાન સિવાય તેમણે અન્ય ધર્મોનું ઘણું સાહિત્ય પણ વાંચ્યું હતું. તેમણે બનારસના પંડિતો સાથે મળીને ઉપનિષદોનો અનુવાદ કર્યો. ઘણા ઈતિહાસકારો માને છે કે, જો ઔરંગઝેબને બદલે દારા શિકોહ બાદશાહ બન્યો હોત તો વર્તમાન ભારતનું ચિત્ર કંઈક અલગ જ હોત.

Web Title: Dara shikoh body buried 250 km from delhi why modi government is searching for grave after 350 years

Best of Express