ઉત્તર પ્રદેશના નોઈડામાં સોમવારે એક એપાર્ટમેન્ટની ઇમારતમાં રખડતા કૂતરાએ 7 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો હતો. જ્યારે લોકોએ માસુમ બાળકને કૂતરાની પાસે જોયો તો તરત લોકો દોડતા ત્યાં પહોંચ્યા હતા અને માસુમ બાળકને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ દુર્ભાવગ્યવશ માસુમ બાળકનું મંગળવાર સવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જોકે પોલીસે કહ્યું કે કેટલીકવાર ટીમ કુતરાઓને પકડવા ગઈ પરંતુ કેટલાક લોકોએ ના પાડી હતી.
આ ઘટના બન્યા પછી સોસાયટીના લોકોમાં ઘણો રોષ છે અને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોસાયટીના નિવાસીઓનો આરોપ છે કે આ આવારા કૂતરાને લઈને ઘણી વાર તેમને જિલ્લા પ્રશાસનની સાથે કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી હતી, પરંતુ પ્રશાસને કોઈ કાર્યવાહી કરી નહીં.
સોસાયટીના નિવાસી ધર્મ વીર યાદવે સમાચાર એજેન્સી PTI સાથે વાત કરતા કહ્યું હતું કે, “સાત મહિનાના બાળક પર કૂતરા દ્વારા હુમલો થયો એના પછી ગંભીર રૂપથી ઘાયલ થયા પછી માસુમને હોસ્પિટલમાં ભરતી કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ રાત્રે બાળકનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો – ખેડૂતોને દિવાળીની ભેટ, કેન્દ્ર સરકારે ઘઉં સહિત 6 રવી પાકોના ટેકાના ભાવ વધાર્યા
પોલીસ અધિકારી રજનીશ વર્માએ જાણકારી આપતા કહ્યું હતું કે ઘટના નોઈડાના સેક્ટર 100માં લોટ્સ બુલવર્ડ એપાર્ટમેન્ટમાં ગઈકાલ (સોમવાર) સાંજે લગભગ સાડા ચાર વાગે થઇ હતી. તેમણે PTI સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે, ” બાળકના માતા પિતા કન્સ્ટ્રકશન મજૂર છે. બંને સોસાયટીમાં કામ કરી રહ્યા હતા અને તેમને પોતાના બાળકને તેમની પાસે જ રાખ્યો હતો. આ દરમિયાન એક કૂતરો સોસાયટીમાં ઘૂસી ગયો હતો અને બાળક પર હુમલો કર્યો હતો. જેથી બાળક ગંભીર રૂપથી ઘાયલ થયો હતો.” તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા લિફ્ટની અંદર એક માસૂમને કુતરૂ કરડી ગયું હતું.
સોસાયટીના નિવાસીઓનો આરોપ છે કે ઘણી વખત ફરિયાદ કર્યા પછી પણ પ્રશાસનએ કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ પોલીસએ કહ્યું કે સંબંધિત એજન્સીઓને કુતરાને પકડવા માટે કહ્યું હતું. પરંતુ તેમની રિપોર્ટ્સ મુજબ, જયારે કૂતરો પકડનાર પહોંચ્યા તો કેટલાક સ્થાનીય નિવાસીઓએ તેમને બહાર કાઢ્યા હતા અને કૂતરાઓને પકડવા દીધા ન હતા. એપાર્ટમેન્ટમાં વિરોધ કરી રહેલા નિવાસીઓએ કહ્યું કે મ્યુનિસિપલ રખડતા કૂતરાની નસબંધી અને રસીકરણ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા, જેના કારણે આ ખતરનાક ઘટના ઘટી હતી.