ભારતીય સેના થશે વધારે મજબૂત, ખરીદવામાં આવશે 70 હજાર કરોડના હથિયાર, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આપી મંજૂરી

Indian Defence Forces : ડિફેન્સ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ ડીલમાં ભારતીય નૌસેનાને એચએએલથી 60 યૂએચ સમુદ્રી હેલિકોપ્ટર ખરીદવા માટે 32,000 કરોડ રૂપિયાનો મેગા ઓર્ડર સામેલ છે

Written by Ashish Goyal
Updated : March 16, 2023 19:08 IST
ભારતીય સેના થશે વધારે મજબૂત, ખરીદવામાં આવશે 70 હજાર કરોડના હથિયાર, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આપી મંજૂરી
ભારતીય સેનાને વધારે શક્તિશાળી બનાવવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રીએ મોટો નિર્ણય કર્યો (File photo- express)

ભારતીય સેનાને વધારે શક્તિશાળી બનાવવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રીએ મોટો નિર્ણય કર્યો છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ ભારતીય ડિફેન્સ ફોર્સ માટે 70 હજાર કરોડ રૂપિયાના અલગ-અલગ વેપન સિસ્ટમ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે.

ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓના હવાલાથી ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ એક્વિજિસન કાઉન્સિલની તે મીટિંગનું નેતૃત્વ કર્યું જેમાં ભારતીય નૌસેના માટે 60 મેડ ઇન ઇન્ડિયા યૂટીલિટી હેલિકોપ્ટર અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ, 307 ભારતીય સેના માટે ATAGS હોવિત્ઝર, ભારતીય તટરક્ષક દળ માટે 9 ALH ધ્રુવ હેલિકોપ્ટર ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

ડિફેન્સ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ ડીલમાં ભારતીય નૌસેનાને એચએએલથી 60 યૂએચ સમુદ્રી હેલિકોપ્ટર ખરીદવા માટે 32,000 કરોડ રૂપિયાનો મેગા ઓર્ડર સામેલ છે.

આ પણ વાંચો – લંડન પ્રવાસ પછી પ્રથમ વખત સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- જો મંજૂરી મળશે તો સદનમાં બોલીશ

આ સિવાય ડિફેન્સ અધિકારીઓએ તરફથી જણાવવામાં આવ્યું કે ભારતીય નૌસેના માટે 56,000 કરોડ રૂપિયાની બ્રહ્મોસ મિસાઇલ, શક્તિ ઇડબલ્યુ સિસ્ટમ અને યુટિલિટી હેલિકોપ્ટર-સમુદ્રીની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. તેને SU-30 MKI વિમાનથી અટેચ કરવામાં આવશે.

અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, બે પાયલટ શહીદ

ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં મંડલા પહાડીઓ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. જેમાં 2 પાયલટ શહીદ થયા છે. લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે બોમડિલા પાસે ઉડી રહેલા હેલિકોપ્ટરનો સંપર્ક એટીસીથી સવારે 9 વાગ્યાની આસપાસ તુટી ગયો હતો. સેનાએ જાણકારી આપી છે કે ચીતા હેલિકોપ્ટરમાં સવાર બન્ને પાયલટ શહીદ થયા છે. મોસમ ખરાબ હોવાના કારણે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને શોધવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ