દિલ્હીના કરોલ બાગની એક પ્રાથમિક શાળામાંથી એક રૂવાંડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકાએ પાંચમા ધોરણની વિદ્યાર્નીથીને પહેલા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને આરોપી મહિલાને પોલીસે કસ્ટડીમાં લઈ લેવામાં આવી છે. તો, મહિલા શિક્ષક વિરુદ્ધ આઈપીસીની કલમ 307 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો, જાણો
ઘટનાની પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, મોડલ બસ્તી વિસ્તારની પ્રાથમિક શાળાની શિક્ષિકા ગીતા દેશવાલે પહેલા ધોરણ પાંચમાં ભણતી વિદ્યાર્થીની વંદનાને કાતર વડે માર્યો અને પછી તેને શાળાના પહેલા માળેથી નીચે ફેંકી દીધી. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી સ્થાનિક એસએચઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
બાળકી હવે ગંભીર સ્થિતિમાંથી બહાર
મહિલા વિરુદ્ધ દેશ બંધુ ગુપ્તા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા શિક્ષિકા પર આરોપ છે કે, તેણે પહેલા છોકરીને કાતરથી માર માર્યો અને પછી તેને પહેલા માળેથી નીચે ફેંકી દીધી. સ્થાનિક લોકોએ પણ હોબાળો મચાવ્યો હતો. જો કે બાળકી ખતરાની બહાર છે. પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે મહિલા શિક્ષક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
કાનપુરમાં એક શિક્ષકે વિદ્યાર્થીના હાથ પર ડ્રિલ મશીન ચલાવ્યું
તમને જણાવી દઈએ કે, ગત મહિને ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ખાનગી શાળાના શિક્ષકે કથિત રીતે પાંચમા ધોરણના વિદ્યાર્થીને 2નો ઘડીયો ન આવડવા પર તેના હાથ પર ડ્રિલ મશીન ચલાવ્યું હતું. જોકે, વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ ન હતી અને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થી કાનપુરના સીસામાઉ વિસ્તારનો રહેવાસી હતો અને પ્રેમ નગરની ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો.
આ પણ વાંચો – નીતિન ગડકરી પહોંચ્યા ટીવી ખરીદવા, દુકાનદારને ખબર પડી કે મંત્રી છે, તો બનાવી દીધુ બહાનું, જાણો રસપ્રદ કિસ્સો
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત વિદ્યાર્થીએ કહ્યું હતું કે, શિક્ષકે મને 2નો ઘડિયો વાંચવાનું કહ્યું હતું પરંતુ હું તેમ કરવામાં નિષ્ફળ ગયો હતો. પછી તેમણે મારો હાથ ડ્રિલ કર્યો. મારી બાજુમાં ઉભેલા એક સાથી વિદ્યાર્થીએ તરત જ ડ્રિલ મશીનનો પ્લગ બંધ કરી દીધો.