Delhi Liquor Policy Case: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને દિલ્હીની શરાબ નીતિને લઇને ફટકો પડ્યો છે. તેમના નજીકના અને શરાબ નીતિ મામલામાં આરોપી દિનેશ અરોડાએ સરકારી સાક્ષી બનવાની મંજૂરી માંગી છે. દિનેશ અરોડાએ કહ્યું કે તે કોઇપણ જાતના દબાણ વગર સરકારી સાક્ષી બનવા માંગે છે. સાથે તેણે પોતાના ઉપર લાગેલા આરોપોને માફ કરવાની અરજી પણ દાખલ કરી છે. અરોડાની અરજી પર કોર્ટ 14 નવેમ્બરે સુનાવણી કરશે અને નિવેદન નોંધશે.
સીબીઆઇએ કોર્ટ પાસે માંગી છે મંજૂરી
સીબીઆઈએ આ મામલામાં અગ્રીમ જામીન પર રહેલા અરોડાને સરકારી સાક્ષી બનાવવા માટે કોર્ટ પાસેથી મંજૂરી માંગી છે. આ ઘટનાક્રમ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સીબીઆઈએ હાલમાં જ આરોપ પત્રમાં સીબીઆઈ દ્વારા મુખ્ય આરોપીના રુપમાં નામિત સિસોદિયાની નવ કલાક પૂછપરછ કરી હતી. કોર્ટ 14 નવેમ્બરે નિર્ણય કરશે કે સીબીઆઈને દિનેશ અરોડાને સરકારી સાક્ષી બનાવવાની મંજૂરી આપવામાં આવે કે નહીં.
આ પણ વાંચો – આપ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું- જલ્દી હિન્દુ બનશે અલ્પસંખ્યક, 5-6 વર્ષમાં SC/ST અપનાવી લેશે બૌદ્ધ ધર્મ
અરોડાએ કોર્ટને કહ્યું – સ્વેચ્છાથી ખુલાસો કરીશ
તપાસ એજન્સી દ્વારા જામીન અરજીનો વિરોધ ના કર્યા પછી કોર્ટે પહેલા અરોડાને અગ્રીમ જામીન આપ્યા હતા. વિશેષ ન્યાયધીશ એમકે નાગપાલ આ મામલામાં તેને ક્ષમાદાન આપવા અને મામલામાં સાક્ષી બનવાની અરોડાની અરજી પર દલીલ સાંભળશે. સુનાવણી દરમિયાન દિનેશે કોર્ટને કહ્યું હતું કે તે આ વિશે સ્વેચ્છાથી સાચા ખુલાસા કરવા માટે તૈયાર છે અને તે આ મામલામાં સરકારી સાક્ષી બનવા માંગે છે. કોર્ટના સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે સીબીઆઈ કે અન્ય કોઇ તરફથી કોઇ દબાણ કે ધમકી નથી.
શું છે મામલો
ઓગસ્ટમાં સીબીઆઈએ આબકારી નીતિ કૌભાંડમાં કેસ નોંધ્યો હતો અને આઠ લોકો સામે લુકઆઉટ સર્કુલર જારી કર્યું હતું. આરોપીઓમાં મનિષ સિસોદિયાનું નામ પણ સામેલ છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ દિલ્હી લિકર પોલિસી 2021-22ની સીસીઆઈ તપાસની ભલામણ પછી એફઆઈઆર નોંધવામાં આવી હતી.