Rajendra Pal Gautam Controversial Statement: આમ આદમી પાર્ટીના નેતા અને અરવિંદ કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનાર 5-6 વર્ષોમાં SC/ST સમુદાયના લોકો બૌદ્ધ ધર્મ અપનાવી લેશે. રાજેન્દ્ર પાલ ગૌતમે એક વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે જે હિન્દુ સમાજ પોતાના બહુસંખ્યક હોવાની વાત કરે છે તે પોતાના જ લોકોની જે લોકો મૂછ રાખે છે તેમની હત્યા કરે છે. પાણીના ઘડાને અડવા પર હત્યા કરે છે. મંદિરમાં પ્રવેશ કરવા પર હત્યા કરી નાખે છે. બહેન-દીકરીઓ પર બળાત્કાર કરે છે અને પછી તેમની હત્યા પણ કરે છે.
તેમણે કહ્યું કે આટલું બધું થવા પછી આરોપીઓની ધરપકડ કરવાની વાત આવે તો તેમની જાતિના લોકો તેમના ફેવરમાં મહાપંચાયત કરે છે. જેનાથી એક મોટા સમાજની અંદર ડરનું વાતાવરણ ઉભું થાય છે. લોકો જ્યારે દુખી થાય છે તો તેમના સન્માનને ઠેસ પહોંચે છે અને તે સન્માન માટે રસ્તા શોધે છે. તેમને લાગે છે કે જો જાતિના કારણે ઉત્પીડન છે તો જાતિ જ છોડી દો. તેમણે હિન્દુ આતંકવાદને લઇને કહ્યું કે આ શબ્દ તેમણે ક્યારેય બોલ્યો નથી.
આ પણ વાંચો – Video: કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- હિન્દુનો અર્થ જાણીને તમને શરમ આવી જશે
રાજેન્દ્ર પોલ ગૌતમના નિવેદન પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ દેશમાં 85 ટકા હિન્દુ વસ્તી છે તમે કેવી રીતે નિવેદન આપી શકો છો? કારણ કે તમે આદમી પાર્ટીથી છો, તે ધ્રુવીકરણના મામલામાં બીજેપીથી આગળ જઇ શકે છે કારણ કે દિલ્હીમાં MCDની ચૂંટણી છે અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, બસ બીજુ કશું નથી.
કોંગ્રેસ નેતા મીમ અફઝલે કહ્યું કે જે એ કહે છે કે હિન્દુ અલ્પસંખ્યક બની જશે તે સૌથી મોટું ખોટું બોલે છે કારણ કે આ દેશમાં હિન્દુ બહુસંખ્યક હતા, હિન્દુ બહુસંખ્યક છે અને તે બહુસંખ્યક રહેશે. જો કોઇ એ કહે કે હિન્દુ માઇનોરિટીમાં આવી જશે તો તે દેશના સૌથી મોટા દુશ્મન છે.
રાજેન્દ્ર પાલ ગૌતમ પર લાગ્યા હતા હિન્દુ વિરોધી હોવાનો આરોપ
આ પહેલા 7 ઓક્ટોબરના રોજ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હતું. જે પછી તેમણે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમ કહી રહ્યા છે કે તે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની પૂજા ના કરવાના શપથ લે.