scorecardresearch

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતદાન, 1349 ઉમેદવારો મેદાનમાં

delhi municipal corporation election : દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડની ચૂંટણી માટે આજે રવિવાર મતદાન (Voting) થશે જેમાં 1.45 કરોડ મતદારો (Votors) 1349 ઉમેદવારોનું (political candidate) રાજકીય ભવિષ્ય નક્કી કરશે, 40,000 પોલીસ, 20,000 હોમગાર્ડ, 108 કંપની સશસ્ત્ર દળો ડ્રોન ચૂંટણી કામગીરી પર નજર રાખશે

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતદાન, 1349 ઉમેદવારો મેદાનમાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તો દેશની રાજધાની દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલુ રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના તમામ 250 વોર્ડ માટે આજે રવિવારે મતદાન થશે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. MCD ચૂંટણીમાં 1.45 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ચૂંટણી માટે કુલ 1,349 ઉમેદવારો મેદાનમાં છે.

40,000 પોલીસ, 20,000 હોમગાર્ડ, 108 કંપની સશસ્ત્ર દળો ડ્રોન ચૂંટણી પર નજર રાખશે

ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ વખત સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવશે. ચૂંટણી માટે 40,000 પોલીસકર્મીઓ, 20,000 હોમગાર્ડ્સ, અર્ધલશ્કરી દળો અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળોની 108 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

કુલ 1.45 કરોડ મતદાતા

દિલ્હીમાં મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી માટે આજે 4 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8 થી સાંજના 5.30 વાગ્યા સુધી મતદાન થશે અને 7 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. રાજ્યના ચૂંટણી પંચના અધિકારી દ્વારા અપાયેલી માહિતી અનુસાર દિલ્હીમાં કુલ મતદારોની સંખ્યા 1,45,05,358 છે, જેમાં 78,93,418 પુરૂષો, 66,10,879 સ્ત્રીઓ અને 1,061 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.

સીમાંકનની કવાયત અને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનોને મર્જ કરીને સંયુક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કર્યા પછીની આ પ્રથમ ચૂંટણી છે. સંયુક્ત મ્યુનિસિપલ કોર્પોરેશન 22 મેથી અસ્તિત્વમાં આવ્યું. રવિવારનું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાના મતદાનના ત્રણ દિવસ પછી અને બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા યોજાઇ રહ્યુ છે.

1958માં બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશનને 2012માં સીએમ શીલા દીક્ષિત દ્વારા ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. દિલ્હી
મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 1958માં થઈ હતી. 2012માં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન તેને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું – ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન. જોકે, આ વર્ષે ફરી ત્રણેયને એક થઈ કરવામાં આવ્યા છે.

AAP અને ભાજપની જીતની દાવેદારી, કોંગ્રેસની ગુમાવેલી બેઠકો મેળવવાની કોશિશ

AAP અને BJP બંનેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ચૂંટણીમાં જીત હાંસલ કરશે, જ્યારે કોંગ્રેસ તેણે ગુમાવેલી બેઠકો પર હાંસલ કરવાની પ્રયાસ કરી રહી છે. ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું, પીએમ મોદીની આગેવાનીમાં અમને જરૂર વોટ મળશે. મંગળ ગ્રહ પર તેમના પોસ્ટર પણ લાગેલા છે. ચૂંટણી પહેલા AAP અને BJPના દિગ્ગજ નેતાઓએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કર્યો અને તેમની પાર્ટીના ઉમેદવારો માટે મતની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ‘મહિલા રાજ’, કુલ 1349માંથી 52 ટકા ઉમેદવાર મહિલા

68 મોડેલ મતદાન કેન્દ્ર અને 68 માત્ર 'પિંક' મતદાન કેન્દ્ર ઉભા કરાયા

રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી ઓફિસર અને તેમની ટીમ રવિવારના મતદાન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સુરક્ષા દળોની તૈનાતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે 68 મતદાન કેન્દ્રોને મોડલ વોટિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યારે 68ને ‘પિંક’ વોટિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. 2017 માં યોજાયેલી નાગરિક ચૂંટણીમાં, ભાજપે કુલ 270 વોર્ડમાંથી 181 પર જીત મેળવી હતી. ઉમેદવારોના મૃત્યુને કારણે બે બેઠકો પર મતદાન થઈ શક્યું ન હતું. આમ પાર્ટીએ 48 અને કોંગ્રેસે 27 વોર્ડમાં બેઠકો જીતી હતી. 2017માં 53 ટકા મતદાન થયું હતું.

Web Title: Delhi municipal corporation election 2022 voting 1 45 crore voters decided political futures of 1349 candidates

Best of Express