/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Delhi-Shahabad-Dairy-Massacre.jpg)
દિલ્હીમાં પ્રેમીએ પ્રેમિકાની ક્રૂર હત્યા કરી (Twitter/Swati Maliwali)
Delhi Shahabad Dairy Massacre : દિલ્હીની શાહબાદ ડેરીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક સગીર બાળકીની રસ્તા વચ્ચે જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. આરોપીએ 16 વર્ષની યુવતી પર 40થી વધુ વખત છરીના ઘા માર્યા હતા. તો પણ રોકાયો નહીં અને તેનું માથું પથ્થરથી કચડી નાખવામાં આવ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આરોપીનું નામ સાહિલ અને પીડિતાનું નામ સાક્ષી છે.
છરીના 40 ઘા માર્યા બાદ પથ્થરથી માથુ છૂંદી નાખ્યું
સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સાહિલ રસ્તાની વચ્ચે એક સગીર છોકરી પર છરી વડે હુમલો કરી રહ્યો છે. તે યુવતીને ગુસ્સેથી માર મારી રહ્યો છે. તે યુવતી પર 40થી વધુ વખત છરીથી હુમલો કરે છે. આટલું જ નહીં ત્યારબાદ તેણે યુવતીનું માથુ પથ્થરથી કચડી નાખ્યું. છોકરી ત્યાંજ મરી જાય છે, તેમ છતાં આરોપી તેના પર પથ્થરો વડે હુમલો કરવાનું ચાલુ રાખે છે. ત્યાં આસપાસ લોકો છે, પરંતુ લોકો જોઈ જોઈ જતા રહે છે.
યુવતીના મોત બાદ પણ મારતો જ રહ્યો
આરોપી લોકોની સામે યુવતીની હત્યા કરી રહ્યો છે, પરંતુ તેને બચાવવાની કોશિશ કોઈ કરી રહ્યું નથી. લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, તેઓ પાછળ વળી વળી જોઈ રહ્યા છે પરંતુ કોઈએ છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ છોકરાને ખૂબ જ આરામથી મારતા જોઈ રહ્યા છે. એક વ્યક્તિ થોડી હિંમત બતાવે છે, પરંતુ તે નિષ્ફળ રહે છે, જો બે-ત્રણ લોકોએ સાથે મળીને પ્રયાસ કર્યો હોત તો બાળકીનો જીવ બચી શક્યો હોત, પરંતુ એવું લાગે છે કે, બાળકીના મોતની કોઈને ચિંતા નથી. સાહિલ ખૂબ જ આરામથી છોકરીને માર મારી રહ્યો છે અને લોકો તેની સામે જોઈને પસાર થઈ રહ્યા છે.
दिल्ली के शाहबाद डेरी में एक नाबालिग मासूम गुड़िया को चाकू गोद-गोदकर मारा गया और उसके बाद पत्थर से उसे कुचल दिया गया। दिल्ली में दरिंदों के हौसले बुलंद हैं। पुलिस को नोटिस जारी कर रहे हैं। सब हदें पार हो गई हैं। मैंने अपने इतने सालों के करियर में इससे ज़्यादा भयानक कुछ नहीं देखा। pic.twitter.com/0kC4ht4q1f
— Swati Maliwal (@SwatiJaiHind) May 29, 2023
આ પણ વાંચો - અમરેલી: ભાણીયામાં દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, 15 દિવસમાં માનવ પર હુમલાની સાતમી ઘટના
બંને રિલેશનશિપમાં હતા
અહેવાલો મુજબ, છોકરો અને સગીર છોકરી બંને રિલેશનશિપમાં હતા. હવે યુવતી આરોપી સાથે સંબંધ રાખવા માંગતી ન હતી. તેણે સંબંધ ખતમ કરવાનું કહ્યું હતું, જે સાંભળીને આરોપી ગુસ્સે થઈ ગયો હતો અને તેણે યુવતી પર હુમલો કર્યો હતો. કહેવાય છે કે, સાહિલે યુવતીને મળવા બોલાવી હતી. યુવતીએ કહ્યું કે, હવે તે તેની સાથે સંબંધ રાખવા માંગતી નથી. આ સાંભળીને છોકરો ગુસ્સાથી પાગલ થઈ ગયો અને છોકરીને ચાકુ વડે માર મારવા લાગ્યો. તેણે યુવતી મરી ન ગઈ ત્યાં સુધી હુમલો કર્યો. આ પછી પણ તે અટક્યો નહીં અને તેના પર પથ્થરોથી હુમલો કરવા લાગ્યો. જ્યારે છોકરો આ ઘટનાને અંજામ આપી રહ્યો હતો ત્યારે આસપાસ ઘણા લોકો હાજર હતા. આ પછી સાહિલ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સુરતમાં ગ્રિષ્મા વેકરીયાની હત્યા આજ રીતે કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે 2022ના ફેબ્રુઆરી મહિનામાં સુરતના કામરેજ વિસ્તારમાં પાસોદરા પાટિયા પાસે પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવકે ગ્રિષ્મા વેકરિયા નામની યુવતીના ગળા પર 25 જેટલા ઘા મારી યુવતીના ભાઈ અને સોસાયટીના લોકોની સામે રહેંસી નાખી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us