ચૂંટણી પંચે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરાય છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગણામાં આજથી આચારસંહિતા લાગુ થશે.
પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર
- છત્તીસગઢમાં સાત નવેમ્બર અને 17મી નવે. મતદાન
- મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ મતદાન..
- રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન
- મિઝોરમ માં 7 નવેમ્બરના રોજ મતદાન..
- તેલંગાણામાં 30મી નવેમ્બરના રોજ મતદાન થશે
- પાંચેય રાજ્યોની મતગણતરી ત્રણ ડિસેમ્બરના રોજ થશે
કેટલા તબક્કામાં થશે ચૂંટણી?
છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. વાસ્તવમાં, છત્તીસગઢના ઘણા વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ છે અને તેથી જ બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ગત વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે. જો કે, સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.
ચાર વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે.
તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. તેથી મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે આ પહેલા આ તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ આ તમામ રાજ્યોમાં નવી સરકારો રચાશે.
મિઝોરમમાં ભાજપનો સહયોગી મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે. જ્યારે તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં BRS પાર્ટીની સરકાર છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે.
પાંચ રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણી યોજાઈ શકે છે, પરંતુ પાંચેય રાજ્યોમાં એક સાથે મત ગણતરી થઈ શકે છે. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આવી જ સ્થિતિ છે. જ્યારે તેલંગાણામાં બીઆરએસને ભાજપ અને કોંગ્રેસનો સામનો કરવાનો પડકાર છે. રાજકીય પક્ષો આગામી પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.