scorecardresearch

રાજકીય પક્ષોને ક્યાંથી દાન મળે છે! અત્યાર સુધી વેચાયેલા ઈલેક્ટોરલ બોન્ડમાં 5 મેટ્રો સિટિનો હિસ્સો 90 ટકા

Electoral bond political donations : SBIએ જણાવ્યું હતું કે 2018માં ચૂંટણી બોન્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે રાજકીય પક્ષોને સુધીમાં 12,979.10 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

Electoral bond
રાજકીય પક્ષો માટે ગુપ્ત દાન મેળવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડની યોજના જાન્યુઆરી 2018માં શરૂ કરવામાં આવી હતી.

રાજકોયી પક્ષોને દાન મળે તે હેતુ ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડની શરૂઆત કરવામાં આવી છે. કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, કંપની કોઇ પણ રાજકીય પક્ષને આ ચૂંટણી બોન્ડ મારફતે દાન આપી શકે છે. ઇલેક્ટ્રોરલ બોન્ડના આંકડાઓના વિશ્લેષ્ણમાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મળી છે. જેમાં અત્યાર સુધી વેચાયેલા ચૂંટણી બોન્ડમાં પાંચ શહેરો – મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, નવી દિલ્હી અને ચેન્નાઈનો હિસ્સો લગભગ 90ટકા ધરાવે છે, જ્યારે ભારતના આઇટી કેપિટલ ગણાતા બેંગલુરુનો હિસ્સો માત્ર બે ટકા છે. બીજા શબ્દોમાં કહીયે તો રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડથી મળેલું 90 ટકા યોગદાન ઉપરોક્ત પાંચ શહેરોમાંથી મળ્યું છે. ધી ઈન્ડિયન એક્સપ્રેસનું આ વિશ્લેષ્ણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી માહિતી અધિકાર કાયદા હેઠળ મેળવેલા આંકડાઓ પર આધારિત છે.

રાજકીય પક્ષોને 12,979 કરોડનું દાન મળ્યું

4 મેના રોજ, SBIએ જણાવ્યું હતું કે 2018માં ચૂંટણી બોન્ડની શરૂઆત થઈ ત્યારથી તાજેતરમાં 26 એપ્રિલના રોજ યોજાયેલા ઇલેક્ટ્રોલ બોન્ડ સેલ્સ સુધીમાં 12,979.10 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં ચૂંટણી બોન્ડથી વિવિધ રાજકીય પક્ષોએ રૂ. 12,955.26 કરોડનું દાન મેળવ્યું છે. SBIએ આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યું હતું કે 25 રાજકીય પક્ષોએ આ બોન્ડ્સને રિડીમ કરવા માટે બેંકમાં એકાઉન્ટ ખાતા ખોલાવ્યા હતા, જેમાં ભારતીય નાગરિકો અને કોર્પોરેટ દ્વારા અનામી રાજકીય દાન આપવામાં આવ્યુ છે.

સુપ્રીમ કોર્ટ વિવિધ આધારો પર આ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓની બેચની સુનાવણી કરી રહી છે. આ કેસને બંધારણીય બેંચને મોકલવો કે કેમ તે અંગે કોર્ટે હજુ નિર્ણય લીધો નથી. અદાલતમં આ કેસની આગામી સુનાવણી 9 મેના રોજ થવાની છે.

દેશના આર્થિક પાટનગર મુંબઈ અત્યાર સુધીમાં વેચાયેલા કુલ ઈલેક્ટોરલ બોન્ડમાં 26.16% હિસ્સો ધરાવે છે, જે SBIની 29 શાખાઓમાં સૌથી વધુ છે જેમાં 3,395.15 કરોડ રૂપિયાનું રાજકીય દાન આવ્યું છે.

તો કોલકાતા , હૈદરાબાદ , નવી દિલ્હી અને ચેન્નાઈ રૂ. 2,704.62 કરોડ (20.84%) સાથે ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું; રૂ 2,418.81 કરોડ (18.64%); રૂ. 1,847 કરોડ (14.23%); અને વેચાણમાં અનુક્રમે રૂ. 1,253.20 કરોડ (9.66%).

કર્ણાટકનું બેંગ્લોર ચૂંટણી બોન્ડના વેચાણના મામલે રૂ. 266.90 કરોડ અથવા કુલના 2.06% સાથે સાતમા સ્થાને છે. ત્યારબાદ ભુવનેશ્વરમાં 407.26 કરોડ રૂપિયાના ચૂંટણી બન્ડ વેચાયા છે, જે કુલ રકમના 3.14% બરાબર છે.

ચૂંટણી બોન્ડના વેચાણ આંકડા દર્શાવે છે કે રાજકીય પક્ષોને મળેલું સૌથી વધુ નાણાંકીય ભંડોળ આ પાંચ મોટા શહેરોમાંથી આવ્યું છે. જ્યારે ચૂંટણી બોન્ડના રિડેમ્પશનની વાત આવે છે ત્યારે SBIની નવી દિલ્હીની બ્રાન્ચ સૌથી પસંદગીનું સ્થાન છે.

અત્યાર સુધીમાં રિડીમ કરાયેલા બોન્ડની કુલ રકમમાંથી, 64.55% અથવા રૂ. 8,362.84 કરોડ નવી દિલ્હીમાંથી ઉપાડમાં આવ્યા હતા. તો હૈદરાબાદ 12.37% (રૂ. 1,602.19 કરોડ) સાથે બીજા ક્રમે, કોલકાતા 10.01% (1,297.44 કરોડ) સાથે ત્રીજા સ્થાને, ભુવનેશ્વર 5.96% (રૂ. 771.50 કરોડ) સાથે અને ચેન્નાઇ 5.11% (રૂ. 662.55 કરોડ) સાથે ત્રીજા સ્થાને છે. તમામ વેચાણમાં મુંબઈનો હિસ્સો 26%થી વધુ હોવા છતાં, તેણે તમામ ઈલેક્ટોરલ બોન્ડના માત્ર 1.51% રિડીમ કર્યા હતા.

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ જાન્યુઆરી 2018માં શરૂ કરવામાં આવી હતી અને વેચાણનો પ્રથમ તબક્કો તે વર્ષે માર્ચમાં યોજાયો હતો. આ યોજના શરૂઆતમાં જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઑક્ટોબરમાં દરેક 10 દિવસના સમયગાળા માટે અને લોકસભાની ચૂંટણીઓ સાથે એક વર્ષ માટે વધારાના 30 દિવસના સમયગાળા માટે રજૂ કરવામાં આવી હતી . નવેમ્બર 2022 માં, નાણા મંત્રાલયે વિધાનસભાની ચૂંટણી સાથે કોઈપણ વર્ષમાં વધુ 15 દિવસ વેચાણની મંજૂરી આપવા માટે યોજનામાં સુધારો કર્યો.

આ પણ વાંચોઃ ઇલેક્ટોરલ બોન્ડ શું છે અને તે કેવી રીતે ખરીદી શકાય? ચૂંટણી બોન્ડથી ક્યાં રાજકીય પક્ષને સૌથી વધુ દાન મળ્યું?

ચૂંટણી બોન્ડને રિડીમ કરવા માટે, પક્ષ પાસે 29 અધિકૃત SBI બ્રાન્ચમાંથી એક સાથે નિયુક્ત બેંક ખાતું હોવું જરૂરી છે અને ખાતું ખોલવા માટે, પાર્ટીએ સૌથી તાજેતરની લોકસભા ચૂંટણીમાં અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષના કિસ્સામાં વિધાનસભા ચૂંટણી ઓછામાં ઓછા 1% મત મેળવ્યા હોવા જરૂરી છે. આ યોજના ગુપ્ત દાન માટે હોવાથી SBI એ ખુલાસો કરતી નથી કે કઈ પાર્ટીનું કઈ શાખામાં ખાતું છે.

Disclaimer : આ આર્ટિકલ Indian express પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Electoral bonds 5 big metros city account for 90 of electoral bonds sold so far

Best of Express