atique ahmed Exclusive : માર્યા ગયેલા માફિયા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીનના આત્મસમર્પણની અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાઇસ્તા પરવીન આત્મસમર્પણ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાએ jansatta.com ને એક્સક્લુઝિવ માહિતી આપતા જણાવ્યું કે, આવી કોઈ યોજના નથી. તેઓએ હજુ સુધી તેમની શરણાગતિની અરજી પણ સબમિટ કરી નથી.
શરણાગતિ માટે કોઈ અરજી આપવામાં આવી નથી – એડવોકેટ
એડવોકેટ વિજય મિશ્રાએ કહ્યું કે, જો શાઈસ્તાએ શરણાગતિ સ્વીકારવી હોત તો અમે પહેલા કોર્ટમાં સરેન્ડર અરજી દાખલ કરી હોત, પરંતુ હજુ સુધી કોઈ અરજી દાખલ કરવામાં આવી નથી. શાઇસ્તા પરવીન સાથે અમારો કોઈ સંપર્ક પણ નથી. એડવોકેટ મિશ્રાએ એ વાતને પણ નકારી કાઢી હતી કે, અતીકના પરિવારે વકીલ બદલીને બીજા વકીલને રાખ્યા છે. તેમને કહ્યું કે, આ બાબતમાં કોઈ સત્ય નથી, અમે આ અંગે વાત પણ કરી નથી.
CJIને લખેલા પત્રમાં કોનું નામ છે?
જ્યારે એડવોકેટ વિજય મિશ્રાને પૂછવામાં આવ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શું બાહુબલી અતીક અહેમદે તેની હત્યા પહેલા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. એ પત્ર ક્યાં છે? તેથી તેણે તેમણે કહ્યું કે, આ પત્ર કોઈની પાસે રાખવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી મોકલવામાં આવ્યો નથી.
પત્રમાં ઉત્તર પ્રદેશ સરકારના એક વરિષ્ઠ અધિકારીના નામનો ઉલ્લેખ છે, જેના નિશાના પર અતીક અને તેનો પરિવાર લાંબા સમયથી હતો. ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. અતીકને પહેલાથી જ ષડયંત્રની શંકા હતી. જો કે, તેમણે અધિકારીનું નામ જાહેર કર્યું ન હતું અને કહ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં નામ પોતે જ જાહેર થશે.
આ પણ વાંચો – અતીક-અશરફની હત્યા કેસ બાદ સર્વિલન્સ પર લીધેલો 800 નંબરો અચાનક બંધ થયા, STFની તપાસ તેજ
સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી
એડવોકેટ વિજય મિશ્રાએ કહ્યું કે, આ સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશની અવહેલના કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, જો અતીકને ક્યાંય લઈ જવામાં આવે તો ત્યાં વીડિયોગ્રાફીની વ્યવસ્થા હોવી જોઈએ, સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. અમે અમારા વરિષ્ઠના સંપર્કમાં છીએ.