Explained: અતિક-અશરફથી અસદ અહેમદ સુધી…ત્રણ મોત અને ત્રણ પિસ્તોલની કહાની

Atiq ahmed murder : ટુંકા ગાળામાં માફિયા ડોન અતિક અહમદ, તેના ભાઈ અશરફ (Ashraf) અને પુત્ર અસદ (Asad Ahmed) નું મોત થયું છે. આ લોકોના મોત પાછળ જે પિસ્તોલો જવાબદાર બની છે તેમાં જીગાના પિસ્તોલ (Zigana Pistol), વોલ્થર P88 (walther-p88p), બ્રિટિશ બુલડોગ (british bull dog) પિસ્તોલનો સમાવેશ થાય છે.

Written by Kiran Mehta
Updated : April 19, 2023 20:16 IST
Explained: અતિક-અશરફથી અસદ અહેમદ સુધી…ત્રણ મોત અને ત્રણ પિસ્તોલની કહાની
અતિક-અશરફથી અસદ અહેમદ સુધી…ત્રણ મોત અને ત્રણ પિસ્તોલની કહાની

માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની 15 એપ્રિલે પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. બંને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ શૂટરોએ બંનેને ગોળી મારી દીધી હતી. ઝિગાના પિસ્તોલ (Zigana Pistol) નો ઉપયોગ શૂટરોએ અતિક અને અશરફને મારવા માટે કર્યો હતો.

ઝિગાના પિસ્તોલ ભારતમાં પ્રતિબંધિત છે અને ગુપ્ત રીતે ગેરકાયદેસર રીતે વેચાય છે. અંડરગ્રાઉન્ડ આર્મ્સ માર્કેટમાં આ પિસ્તોલની કિંમત લગભગ 6 લાખ રૂપિયા છે. અતીક અને અશરફની હત્યા પહેલા, યુપી એસટીએફએ 13 એપ્રિલે અતીકના પુત્ર અસદ અને ગુલામને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. ANI અનુસાર, બંને પાસેથી બે બંદૂકો મળી આવી હતી – એક વોલ્થર P88 અને એક બ્રિટિશ બુલડોગ (British Bull Dog).

ઝિગાના પિસ્તોલ

જીગાના એ સેમી ઓટોમેટિક પિસ્તોલ છે. તે ટર્કિશ આર્મ્સ કંપની TISAŞ (Trabzon Silah Sanayi AŞ) દ્વારા બનાવવામાં આવી છે. જીગાનાનું સૌપ્રથમ નિર્માણ વર્ષ 2001માં થયું હતું. જીગાના પિસ્તોલ શોર્ટ રીકોઈલ મિકેનિઝમ પર કામ કરે છે. આ પિસ્તોલમાં ઓટોમેટિક ફાયરિંગ પિન બ્લોક છે, જેના કારણે તે અટકતી નથી. આ કારણોસર, તે બદમાશોનું પ્રિય હથિયાર છે.

જીગાના પિસ્તોલ માત્ર ભારત અને પાકિસ્તાનથી લઈને એશિયાના તમામ દેશોમાં ગેંગસ્ટરોમાં જ લોકપ્રિય નથી, પરંતુ પોલીસ અને સૈન્યમાં પણ પ્રખ્યાત છે. મલેશિયા, તુર્કી અને ફિલિપાઇન્સના પોલીસ કર્મી પણ તેનો ઉપયોગ કરે છે. અમેરિકન કોસ્ટગાર્ડ પણ લિમિટેડ રીતે તેનો ઉપયોગ કરે છે.

જીગાના પિસ્તોલ પાકિસ્તાનમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે. જો કે આ પિસ્તોલ અતીક અહેમદના હત્યારાઓ સુધી કેવી રીતે પહોંચી તે હજુ સ્પષ્ટ થયું નથી. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે પાકિસ્તાન મારફતે આવી હતી. જીગાના વિવિધ વજન, સાઈઝ, બેરલની લંબાઈ અને મેગેઝિન ક્ષમતાઓમાં આવે છે. અતીકની હત્યામાં કયા મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ સ્પષ્ટ નથી.

વોલ્થર P88

હવે વાત કરીએ વોલ્થર P88ની તો તે જર્મન બનાવટની આ પિસ્તોલ છે અને તેને જર્મનીની પ્રખ્યાત કાર્લ વોલ્થર કંપની દ્વારા બનાવવામાં આવી છે. વોલ્થર P88 નો ઉપયોગ પ્રખ્યાત જેમ્સ બોન્ડ સિરીઝમાં પણ કરવામાં આવ્યો હતો. વોલ્થર P88 એ સાઈડ હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે વિકસાવવામાં આવ્યું હતું અને જર્મન દળો દ્વારા ઉપયોગમાં લેવાતા વોલ્થર P1નું રિપ્લેસમેન્ટ હતું. વોલ્થર P88 એ સેમી-ઓટોમેટિક પિસ્તોલ છે અને રિકોઈલ ઓપરેટેડ છે.

તે વર્ષ 1988 માં પ્રથમ વખત વ્યાવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. ત્યારે આ પિસ્તોલનું વજન ઘણું વધારે હતું અને કિંમત પણ ઘણી વધારે હતી. સેફ્ટી ફીચરને લઈને ટીકા પણ થઈ હતી. શરૂઆતમાં, યુએસ સૈન્ય તેનો ઉપયોગ કરવા માંગતી હતી, પરંતુ ટ્રાયલમાં ઘણી વખત નિષ્ફળ ગઈ. પછી અમેરિકન સૈન્યએ ઇટાલિયન બેરેટાની પસંદગી કરી.

કંપનીએ પાછળથી તેનું સંશોધિત વર્ઝન, P88 કોમ્પેક્ટ વર્ઝન લોન્ચ કર્યું, પરંતુ તેની ઉત્પાદન કિંમત એટલી ઊંચી હતી કે તે બહુ લોકપ્રિય બની શક્યું નહીં. વોલ્થરે પાછળથી 1997માં P88 અને 2000માં P88 કોમ્પેક્ટ વર્ઝનનું ઉત્પાદન બંધ કર્યું.

બ્રિટિશ બુલડોગ

બ્રિટિસ બુલડોગની વાત કરીએ તો આ એક નક્કી ફ્રેમવાળી પોકેટ રિવોલ્વર છે. જેને 1872માં ઈંગ્લેન્ડના ફિલિપ વેબલી એન્ડ સન દ્વારા રજૂ કરવામાં આવી હતી. 21મી સદી આવે ત્યાં સુધીમાં તે એક એન્ટિક બની ગઈ છે. બ્રિટિશ બુલડોગની રચના સમયે, પિસ્તોલ કોટના ખિસ્સામાં આરામથી ફિટ કરી શકાય તે હેતુ હતો.

બ્રિટિશ બુલ ડોગ પિસ્તોલમાં ખૂબ જ ટૂંકી બેરલ હોય છે, માત્ર 2.5 ઇંચ, અને ચેમ્બર .442 અથવા .450 કારતુસની છે. તે 5 રાઉન્ડના સિલિન્ડર હોય છે. એક સમયે બુલડોગ એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી કે, દરેક ટૂંકી બેરલવાળી રિવોલ્વરનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું હતું. જોકે અસદ અને ગુલામ પાસેથી મળેલી રિવોલ્વર અસલ બુલડોગ છે કે નહી, તે પણ શંકાસ્પદ છે. શક્ય છે કે, બુલડોગ જેવી દેખાતી ટૂંકા બેરલ સાથે બીજી રિવોલ્વર પણ હોઈ શકે છે.

આ પણ વાંચોઅતીકના અંત બાદ હવે અન્ય ગેંગસ્ટરનો વીણી વીણીને ખાત્મો કરાશે, ઉત્તર પ્રદેશ પોલીસે 61 માફિયાઓની યાદી તૈયાર કરી

જે સમયે બ્રિટીશ બુલડોગ તેની ટોચ પર હતી, તે સમયે તે અમેરિકા અને બ્રિટનમાં ખૂબ જ લોકપ્રિય હતી. તેનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈતિહાસકારોના મતે 1876નું પ્રખ્યાત યુદ્ધ લિટલ બિહોર્ન ખાતે જનરલ જ્યોર્જ આર્મસ્ટ્રોંગ કસ્ટરે આ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય વર્ષ 1881માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જેમ્સ એ. ગારફિલ્ડની હત્યામાં પણ બ્રિટિશ બુલડોગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ