Delhi-Mumbai Expressway: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીને રવિવારના રોજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 246 કિલોમીટરનો દિલ્હી-દૌસા-લાલસોટ રોડ જનતા માટે ખુલ્લો રહેશે, જે દિલ્હીથી જયપુર સુધીનો પ્રવાસનો સમય ઘટાડશે. પાંચ કલાક લાગતા હવે લગભગ ત્રણ કલાક સુધી લાગશે.
નવા ઉદ્ઘાટન કરાયેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ફોટા અગાઉ વાયરલ થયા હતા, જેને ઓનલાઈન ઘણી થઇ રહી છે. એક્સપ્રેસવે બે શહેરો વચ્ચેની મુસાફરીમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે. મુસાફરીનો સમય અડધો કરીને 24 કલાકથના હવે માત્ર 12 કલાક લાગશે.
એટલું જ નહીં 1380 કિમી લાંબો, આઠ લેનનો એક્સપ્રેસ-વે પણ રસ્તામાં આવતા વિવિધ શહેરોને ફાયદો પહોંચાડવા માટે તૈયાર છે, અને તેમની વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘટાડશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે હાઈવેનો સોહના-દૌસા ફેઝ દિલ્હી અને જયપુર વચ્ચે 2 કલાકની પરેશાની મુક્ત મુસાફરીને સક્ષમ કરશે. આ કામ 2018માં શરૂ થયું હતું અને પ્રોજેક્ટ 2023ના અંત સુધીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે: કેટલીક ખાસ વિગતો
એક્સપ્રેસ-વેનું નિર્માણ 98,000 કરોડ રૂપિયાના પ્રારંભિક બજેટ સાથે કરવામાં આવી રહ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના દાવા મુજબ, તે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 180 કિમી (1424 કિમીથી 1242 કિમી) ઘટાડશે.
એક્સપ્રેસ-વે પર ટ્રાફિક વધે તો તેના આધારે ભવિષ્યમાં તેને 12-લેન એક્સપ્રેસ-વે બનાવવાની યોજનાઓ છે. મંત્રાલયના અંદાજ મુજબ અંતર અને મુસાફરીના સમયમાં ઘટાડાથી વાર્ષિક 320 મિલિયન લિટરથી વધુની ઇંધણની બચત થશે અને CO2 ઉત્સર્જનમાં 850 મિલિયન કિલોગ્રામ ઘટાડો થશે. હાઇવે પર 20 લાખથી વધુ વૃક્ષો અને ઝાડીઓ વાવવાનું પણ આયોજન છે.
આ પણ વાંચો – રાજસ્થાનના દૌસામાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ
2021માં મંત્રાલયે 15,000 હેક્ટરથી વધુ જમીન હસ્તગત કરી છે. આ પ્રોજેક્ટ માટે પાંચ રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન હસ્તગત કરી છે. ગડકરીએ જમીન સંપાદનના મુદ્દા પર વાત કરી હતી અને દાવો કર્યો હતો કે ખેડૂતોને જમીન માટે બજાર કિંમત કરતાં 1.5 ગણી વધુ ચૂકવણી કરવામાં આવી છે.
બાંધકામ પોતે જ એક વિશાળ બાબત હશે. મંત્રાલયે દાવો કર્યો છે એવો અંદાજ છે કે એક્સપ્રેસ-વેના નિર્માણમાં 12 લાખ ટનથી વધુ સ્ટીલનો વપરાશ થશે , જે 50 હાવડા પુલ બનાવવાની સમકક્ષ છે. એટલું જ નહીં આ પ્રોજેક્ટ માટે 80 લાખ ટન સિમેન્ટનો વપરાશ થશે, જે ભારતની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાના આશરે 2 ટકા છે. આ પ્રોજેક્ટે હજારો પ્રશિક્ષિત સિવિલ એન્જિનિયરો અને 50 લાખથી વધુ માનવ-દિવસો માટે રોજગારીનું સર્જન કર્યું છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની વિશિષ્ટ વિશેષતાઓ
મહત્ત્વની વાત એ છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે કેટલીક વિશેષતાઓને રજૂ કરવા માટે તૈયાર છે. જે ભારતમાં રોડ બાંધકામમાં ભાગ્યે જ જોવા મળે છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના દાવા મુજબ એક્સપ્રેસ-વે એક અત્યાધુનિક ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલીને ગૌરવ આપશે.
ફાઇબર ઓપ્ટિક કેબલ, પાઇપલાઇન તેમજ સૌર ઉર્જા ઉત્પાદન સહિત યુટિલિટી લાઇન નાખવા માટે સમર્પિત ત્રણ મીટર પહોળો કોરિડોર પણ હશે.
એક્સપ્રેસ-વેમાં 2000 થી વધુ વોટર રિચાર્જ પોઈન્ટ્સ સાથે 500 મીટરના અંતરાળમાં વરસાદી પાણીના સંગ્રહની જોગવાઈઓ પણ હશે.
વન્યજીવ સંરક્ષણ માટેની જોગવાઈઓ
પ્રોજેક્ટની એક નિર્ણાયક વિશેષતા વન્યજીવ સંરક્ષણ માટેની જોગવાઈઓ છે. એક્સપ્રેસ-વે એશિયામાં પહેલો અને વિશ્વનો બીજો એવો છે કે જ્યાં વન્યજીવોની અનિયંત્રિત હિલચાલની સુવિધા માટે પ્રાણીઓના ઓવરપાસ અને અંડરપાસ છે.
બે પ્રતિષ્ઠિત 8-લેન ટનલ પણ બાંધવામાં આવશે. એક મુકુન્દ્રા અભયારણ્યમાંથી આ પ્રદેશમાં લુપ્તપ્રાય જીવોને પરેશાન કર્યા વગર અને બીજી માથેરાન ઇકો-સેન્સિટિવ ઝોનમાં બનાવશે. વન્યપ્રાણી માટે જોખમ ધરાવતા વિભાગોમાં 3 ફૂટ ઊંચી બાઉન્ડ્રી વોલ અને સાઉન્ડ બેરિયર્સ પણ બાંધવામાં આવશે.
હરિયાણા
હરિયાણામાંથી પસાર થતા એક્સપ્રેસ-વેનો 160 કિમીથી વધુનો પટ 10,400 કરોડના રૂપિયા ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરીએ 2021માં જણાવ્યું હતું કે આ કોરિડોર KMP અને DND સોહના જેવા મુખ્ય હાઇવે સાથે એક્સપ્રેસ-વેને જોડવા માટે બહુવિધ ઇન્ટરચેન્જ દ્વારા નૂહ અને પલવલમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે. દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ અને ટ્રાફિક ભીડની ગંભીર સમસ્યાને પહોંચી વળવા મંત્રાલય 53,000 કરોડ રૂપિયાના 15 પ્રોજેક્ટ હાથ ધરે છે, જેમાંથી 14 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ એક્સપ્રેસવે દિલ્હીમાં વાહનોના પ્રદૂષણમાં 27 ટકાનો ઘટાડો તરફ દોરી જશે. આ વિસ્તારના ઓછામાં ઓછા 73 ગામોને આ વિસ્તારનો લાભ મળશે.
રાજસ્થાન
કુલ એક્સપ્રેસ-વેમાંથી 374 કિમી રાજસ્થાન રાજ્યમાંથી પસાર થાય છે અને આ વિભાગ 16,600 કરોડથી વધુના કુલ મૂડી ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
આ કોરિડોર અલવર, ભરતપુર, દૌસા, સવાઈ માધોપુર, ટોંક, બુંદી અને કોટા જિલ્લામાંથી પસાર થશે. બાણગંગા નદી, બનાસ નદી, મેઝરીવર અને ચંબલ નદી જેવી રાજ્યની નદીઓ પર અનેક પુલ બનાવવામાં આવી રહ્યા છે. ચકન ડેમ પર 1,100 મીટર લાંબા એલિવેટેડ સ્ટ્રેચ બનાવશે, જે એક એન્જિનિયરિંગ અજાયબી હશે.
મધ્ય પ્રદેશ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે મધ્યપ્રદેશ (લગભગ 250 કિમી)માંથી પસાર થશે અને અંદાજિત 8,500 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આઠ લેનનો દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પશ્ચિમી એમપીમાંથી પસાર થશે જેમાં મંદસૌરમાં 102.4 કિમી વિસ્તાર, રતલામમાં 90.1 કિમી અને ઝાબુઆમાં 52 કિમી વિસ્તાર આવરી લેવામાં આવશે.
ગુજરાત
એક્સપ્રેસ-વે પ્રોજેક્ટના ભાગ રૂપે ગુજરાતમાં 60 મોટા બ્રિજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ રોડ ઓવર બ્રિજ (ROBs) બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ-વે પર વિશ્વ કક્ષાની પરિવહન સુવિધાઓ પૂરી પાડવા તેમજ રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા માટે 33 વેસાઇડ સુવિધાઓ પણ બનાવવાની દરખાસ્ત છે.