scorecardresearch

પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાજા પટેરિયા પર FIR, કેસ નોંધાતા જ ઢીલા પડ્યા તેવર

કોંગ્રેસ નેતા રાજા પટેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કથિત રીતે તે કહેતા જોવા મળે છે કે જો સંવિધાનને બચાવવું છે તો મોદીની હત્યા માટે તત્પર રહો

પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાજા પટેરિયા પર FIR, કેસ નોંધાતા જ ઢીલા પડ્યા તેવર
કોંગ્રેસ નેતા રાજા પટેરિયા પર FIR (Photo- Facebook/ File)

FIR on Congress Leader Raja Pateriya: મધ્ય પ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા રાજા પટેરિયા (Raja Pateria) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને વિવાદિત નિવેદનનાં આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પટેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કથિત રીતે તે કહેતા જોવા મળે છે કે જો સંવિધાનને બચાવવું છે તો મોદીની હત્યા માટે તત્પર રહો. આ મામલે પટેરિયાનું કહેવું છે કે તેના નિવેદનને ખોટા સંદર્ભમાં ખોટી રીતે રજુ કરાયું છે. તે હત્યા કે હિંસામાં વિશ્વાસ રાખતા નથી. તેના નિવેદનનો મતલબ મોદીને હરાવવાનો હતો.

રાજા પટેરિયાનું વિવાદિત નિવેદન

કોંગ્રેસના નેતા રાજા પટેરિયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે મોદી ઇલેક્શન ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ અને ભાષાના આધારે વહેંચી દેશે. દલિતો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું ભાવી જીવન ખતરામાં છે. જો સંવિધાનને બચાવવું છે તો મોદીની હત્યા માટે તત્પર રહો. આ નિવેદન સાંભળી ત્યાં હાજર રહેલા લોકો તાળીયો પાડતા જોવા મળે છે.

આ પણ વાંચો – BJP સાંસદની માંગણી – 2000 રૂપિયાની નોટ બંધ થાય, ખોટા કામ માટે થઇ રહ્યો છે પ્રયોગ, લોકોએ કરી જમાખોરી

આ નિવેદનને ષડયંત્ર ગણાવવું જોઇએ – શિવરાજ સિંહ ચૌહાણ

રાજા પટેરિયાના આ નિવેદનને લઇને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ નિવેદનને ષડયંત્ર ગણાવ્યું છે. શિવરાજ સિંહે કહ્યું કે રાજા પટેરિયાનું વિવાદિત નિવેદન નથી પણ ષડયંત્ર છે. દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા માટે હત્યા કરવી પડશે જેવા શબ્દોનો ઉપયોગ? આ સ્પષ્ટ રુપથી ભડકાવી રહ્યા છે. તેના પરિણામ કેટલાક ભયાનક હોઇ શકે છે તેના વિશે ક્યારેય વિચાર કર્યો છે?

પીએમ મોદીની સુરક્ષા વધારવામાં આવે – સાંસદ હરનાથ સિંહ યાદવ

કોંગ્રેસ નેતાના આ નિવેદન પછી બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે પ્રધાનમંત્રીને સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષા વધારવાની વાત કરી છે. બીજેપી સાંસદે કહ્યું કે આવા લોકો સામે સખતથી સખત કાર્યવાહી થવી જોઈએ જે દેશના પ્રધાનમંત્રીને લઇને આવા નિવેદન આપે છે. આ પહેલા પણ તમામ વિપક્ષી નેતા પ્રધાનમંત્રીના જીવને લઇને નિવેદનબાજી કરતા રહ્યા છે અને ગઇકાલે બિહારમાં એક નેતાએ તલવાર લહેરાવીને પણ વાત કહી હતી.

Web Title: Fir on congress leader raja pateria comment on pm narendra modi

Best of Express