પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીની નજીક રહેલા પૂર્વ ભાજપા નેતા સુધીન્દ્ર કુલકર્ણીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું છે. આટલું જ નહીં તે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે 7.5 કિલોમીટર પગપાળા ચાલ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી સાથે પોતાની તસવીર શેર કરીને લખ્યું કે આજે બપોરે હરિયાણામાં ભારત જોડો યાત્રામાં એક તપસ્વી (રાહુલ ગાંધી) સાથે 7.5 કિલોમીટર ચાલ્યો.
કોણ છે સુધીન્દ્ર કુલકર્ણી?
પૂર્વ ભાજપા વિચારક સુધીન્દ્ર કુલકર્ણીએ IIT બોમ્બેથી અભ્યાસ કર્યો છે. તેમણે પત્રકારના રુપમાં પણ કામ કર્યું છે. તે મુંબઈથી નીકળતા ટેબ્લોઇડ Blitzના સંપાદનનું કામ કરી ચૂક્યા છે.
કુલકર્ણી ઔપચારિક રીતે 1996માં ભાજપામાં સામેલ થયા હતા. તે 80ના દશકના અંતમાં વાજપેયી અને અડવાણી સાથે જોડાયા હતા. આ રામ જન્મભૂમિ આંદોલન શરુ થવાનો ગાળો હતો. ટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા પછી તે તેમનું ભાષણ લખવા લાગ્યા હતા. તેમણે ઔપચારિક રીતથી પીએમઓમાં કમ્યુનિકેશન એન્ડ રિસર્ચના ડાયરેક્ટરના રૂપમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો – ભારત જોડો યાત્રા બાદ શું વધારે તેજ થશે અશોક ગહલોતની લડાઈ, સચિન પાયલટે શું કહ્યું?
2005માં અડવાણી દ્વારા મોહમ્મદ અલી ઝીણાને ધર્મનિરપેક્ષ બતાવવા પર ઘણી બબાલ થઇ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે તે ભાષણને કથિત રીતે કુલકર્ણીએ લખ્યું હતું. આ હંગામા પછી કુલકર્ણીએ ઔપચારિક રીતે બીજેપી છોડી દીધી હતી.
2009માં કુલકર્ણી ફરી ભાજપ સાથે જોડાયા
2009માં કુલકર્ણી ફરી ભાજપ સાથે જોડાયા. તે 2009માં લોકસભા ચૂંટણીમાં અડવાણીની કોર ટીમના સભ્ય બન્યા હતા. આ ચૂંટણીમાં અડવાણી ભાજપના પ્રધાનમંત્રીના ઉમેદવાર હતા. ચૂંટણીમાં મળેલા પરાજય પછી કુલકર્ણીએ ભાજપની રણનિતીઓ અને તેમાં આરએસએસના હસ્તક્ષેપની ટિકા કરી હતી. તેમનું માનવું હતું કે અડવાણી આરએસએસના કારણે પ્રધાનમંત્રી બની શક્યા ન હતા.
નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કુલકર્ણી સતત ભાજપ વિરોધી નિવેદન આપતા રહ્યા છે
કુલકર્ણીએ 2014માં નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રીના ઉમેદવાર બનાવવાનો વિરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી કુલકર્ણી સતત ભાજપ વિરોધી નિવેદન આપતા રહ્યા છે. આ પહેલા સુધીર કુલકર્ણી ત્યારે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે 2015માં શિવસેનાના કાર્યકર્તાઓએ તેમના મો પર શાહી ફેંકી હતી. કુલકર્ણીએ પોતાના પુસ્તકના વિમોચનમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરીને બોલાવ્યા હતા. જેના કારણે શિવસેના નારાજ હતી.