Rajasthan Congress infighting: કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ જેવો જ રાજસ્થાનથી હરિયાણામાં પ્રવેશ કર્યો ત્યારે સોશિયલ મીડિયા ઉપર બે તસવીરો વાયરલ થવા લાગી હતી. એક તસવીરમાં રાહુલ ગાંધી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સાથે ગર્મજોશીથી ગળે મળતા દેખાય છે અને બીજી તસવીરમાં રાહુલ ગાંધી પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને ગળે મળતા દેખાય છે. પરંતુ એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં જે સંદેશ આપવાની કોશિશ કરી રહ્યા છે તે હકિકત બિલકુલ અલગ છે.
રાજસ્થાનમાં યાત્રા ખતમ થયા બાદ સચિન પાયલટનું એક નિવેદન ખુબજ વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં પ્રદેશના પૂર્વ ઉપ મુખ્યમંત્રી કહે છે કે કંઇ જાદુ નથી હોતું. દુનિયામાં એક જ જાદુગર છે જે ઉપર બેઠો ભૂરી છતરીવાળો જાદુગર છે. સચિન પાયલટના આ નિવેદન બાદ રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. આને અશોક ગહેલોત સાથે જોડવામાં પણ આવી રહ્યું છે. કારણ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને રાજકારણમાં જાદુગર કહેવામાં આવે છે.
રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા પહેલાની તસવીર
રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા પહેલા અશોક ગેહલોત અને સચિન પાયલટ તેમના લડતા જૂથોનું નેતૃત્વ કરી રહ્યા હતા. પાર્ટીના નેતા કેસી વેણુગોપાલ નવેમ્બરમાં બંને નેતાઓને બંધ દરવાજા પાછળ મળ્યા હતા. જેથી યાત્રા પહેલા શાંતિ સુનિશ્ચિત રીતે યાત્રા રાજસ્થાનમાં પ્રવેશે. ત્યારપછી રાજસ્થાન કોંગ્રેસની રાજકીય લડાઈ શાંત જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 22 ડિસેમ્બર શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ
4 ડિસેમ્બર, રવિવારના રોજ જ્યારે રાહુલ ગાંધી રાજસ્થાન પહોંચ્યા ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમક્ષ ઘણા મોટા પ્રશ્નો હતા. પહેલો સવાલ, શું ગેહલોત અને પાયલટ વિવાદનો ઉકેલ આવશે? બીજો- શું ગેહલોતના ત્રણ વફાદાર સામે હાઈકમાન્ડ પગલાં લેશે? ત્રીજો- 25 સપ્ટેમ્બરે કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ની બેઠકનો બહિષ્કાર કરનારા ધારાસભ્યો સામે પગલાં લેવામાં આવશે? અને મુખ્યપ્રધાનની બદલીને લઈને સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો હતો.
શું ભારત જોડો યાત્રા બાદ બંને નેતાઓ વચ્ચે ફરી વિવાદ વધશે?
રાજસ્થાનમાં પ્રવાસના અંતિમ દિવસે જાદુ અને જાદુગરોને લગતી સચિન પાયલોટની ટિપ્પણીને આવનારા સમયમાં બંને વચ્ચેની ખેંચતાણ વધવાના સંકેત તરીકે માનવામાં આવી રહી છે. યાત્રા પૂરી થતાં જ યુદ્ધવિરામ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ ફરી ઉઠવાની શક્યતા છે. અલવરમાં બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ અશોક ગેહલોતની અનેક યોજનાઓની પ્રશંસા કરી અને કહ્યું કે દેશમાં ગરીબો માટે સૌથી સારી યોજનાઓ રાજસ્થાનમાં છે.
આ પણ વાંચોઃ- દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા ન્યૂ ઇન્ડિયાના પિતા, કહ્યું- ગાંધીજી જૂના સમયના રાષ્ટ્રપિતા
રાજસ્થાન સરકારના ચાર વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં સચિન પાયલટ ગેરહાજર રહ્યા હતા. જયપુરમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. યાત્રા દરમિયાન સૌથી વધુ ભીડ દૌસામાં જોવા મળી હતી, જેને પાયલોટનો વિસ્તાર કહેવામાં આવે છે. સચિન પાયલટના સમર્થકોએ તેની સિદ્ધિ દર્શાવીને તેને રજૂ કરી હતી.