રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ (RAW)ના પૂર્વ પ્રમુખ અમરજીત સિંહ દુલતે કહ્યું કે તેમને લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક મહિનાથી રાજનીતિક અને આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનને ઉગારી લેશે. તેમણે કહ્યું કે આપણે પોતાના પડોશીઓને વ્યસ્ત રાખવાની જરૂર છે.
રો ના પૂર્વ નિર્દેશક અમરજીત સિંહ દુલતે સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે પાકિસ્તાન સાથે વાત કરવા માટે દરેક સમય સૌથી સારો સમય હોય છે. આપણે પોતાના પડોશીઓને વ્યસ્ત રાખવાની જરૂર છે. થોડી અને સાર્વજનિક જોડાવ સાથે વાતચીતને ખુલ્લી રાખવી અનિવાર્ય હતી. આ વર્ષે મારો અંદાજ છે કે પીએમ મોદી પાકિસ્તાનને રાહત આપશે. અંદરની કોઇ જાણકારી નથી પણ આ મારો અંદાજ છે.
ઘટતો વિદેશી મુદ્રા ભંડાર, રાષ્ટ્રવ્યાપી લાઇટ કાપ, રાજનીતક અસ્થિરતા અને ગગડી રહેલા પાકિસ્તાની રૂપિયાને કારણે પહેલા જ પાકિસ્તાનને આઈએમએફ પાસેથી બેલઆઉટ પેકેજ માંગવા માટે લાચાર બન્યું છે. ઘણા વિશ્લેષકોનું માનવું છે કે ભૂતકાળમાં આ પ્રકારના સંકટમાંથી બહાર આવવા પાકિસ્તાને પોતાની ભૂ-રાજનીતિક સ્થિતિનો લાભ ઉઠાવ્યો છે અને વૈશ્વિક ભાગીદારો પાસે મદદ માંગી પણ હવે આ કામ કરી રહ્યું નથી. તેથી હવે રસ્તો ભારત સાથે શાંતિ અને વેપાર પર વાત કરવાને લઇને વધારે ખુલ્લો હોઇ શકે છે.
આ પણ વાંચો – મેઘાલય વિધાનસભા ચૂંટણી: શું ભાજપ તોડી શકશે ક્ષેત્રીય દળોની પકડ? ગઠબંધનમાંથી બહાર આવી એકલી લડી રહી છે ચૂંટણી
જોકે એએસ દુલતે સ્પષ્ટ રુપથી કહ્યું કે પાકિસ્તાન સાથે જોડાણ હંમેશા ઘરેલુ રાજનીતિથી પ્રભાવિત રહ્યો છે. તેમણે કહ્યું કે ચીન સાથે વધારે ખુલ્લી ફૂટનીતિની જરુર છે. પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠકો છતા ભારત પણ અમેરિકા સાથે બેઠક કરી રહ્યું છે.
આ પહેલા ભારતે સંકેત આપ્યા હતા કે તે આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનને વિત્તીય સહાયત આપી શકશે નહીં. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાનની મદદ કરવી કે ના કરવી તેનો નિર્ણય લેતા પહેલા ભારત સ્થાનીય જનભાવનાને જોશે.
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર 2022થી ઓછો થઇ રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના મતે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમિયાન કુલ વિદેશી મુદ્રા ભંડાર ફક્ત આઠ બિલિયન ડોલર હતો. જે ત્રણ સપ્તાહના આયાતને કવર કરવા માટે પુરતો નથી.