જી20: બહુપક્ષીયવાદ આજે સંકટમાં! વિદેશ મંત્રીઓની બેઠકને વડાપ્રધાન મોદીએ કર્યુ સંબોધન

G20 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે ગુરુવારે જી20 વિદેશ મંત્રીઓની બેઠકને સંબોધિત કરી હતી. જી20 (G20 2023) ના વિદેશ મંત્રીઓની બેઠક દિલ્હી ખાતે યોજાઇ છે.

Written by mansi bhuva
Updated : March 02, 2023 11:55 IST
જી20: બહુપક્ષીયવાદ આજે સંકટમાં! વિદેશ મંત્રીઓની બેઠકને વડાપ્રધાન મોદીએ કર્યુ સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20 (G20 2023) ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે.કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી જી-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે. ત્યારે પીએમ મોદીએ આ સમિટમાં વિદેશ મંત્રીઓના સ્વાગતમાં આજે ગુરૂવારે (2 માર્ચ) કહ્યું કે, નાણાકિય સંકટ, યુદ્ધ, જળવાયુ પરિવર્તન, કોરોના મહામારી સહિત આંતકવાદ વગેરે સ્પષ્ટપણે દર્શાવે છે કે, વૈશ્વિક શાસન તેના જનાદેશમાં નિષ્ફળ રહ્યુ છે.

આજે દિલ્હી ખાતે યોજાનાર બેઠક પહેલા જી20ના વિદેશ મંત્રીઓનું સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જી20 એકતા, એક ઉદ્દેશ્ય અને કાર્યવાહીના જરૂયાત તરફ સંકેત આપે છે.મને આશા છે કે, આજની મુલાકાત સામાન્ય અને નક્કર ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવનાને દર્શાવે છે.

આ પણ વાંચો: અદાણી-હિંડનબર્ગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની કરી રચના, સેબીને તપાસ હાથ ધરવા કહ્યું

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આપણે બધાને એ સ્વીકારી લેવું જોઇએ કે, બહુપક્ષવાદ આજે સંકટમાં છે. વધુમાં પીએમે પોતાના નિવેદનમાં કહ્યું કે, વર્ષોની પ્રગતિ પછી આજે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તરફ પાછા જવાના જોખમમાં છીએ. ઘણા વિકાસશીલ દેશો હાલતમાં ફૂડ અને ઉર્જા સુરક્ષા માટે દેવાના બોજ હેઠળ છે. જેને તેઓ સંભાળી શકતા પણ નથી.અમીર દેશોએ જે ગ્લોબલ વોર્મિંગ કર્યું છે, તેની સૌથી વધુ અસર ગરીબ દેશો પર પડી રહી છે. આ કારણે ભારતે G20 પ્રેસિડન્સી હેઠળ ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: નાગાલેન્ડ ચૂંટણી પરિણામ : આ 5 બેઠકો પર તમામની નજર, CM સહિત આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો

વિદેશ મંત્રી એસ જયશંકર આજે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ,યુકેના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી અને UAEના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન સહિત દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ