ganga vilas cruise timetable: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ વિશ્વની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝ ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે રહેશે. ગંગા વિલાસ ઉત્તર પ્રદેશના વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ જશે.
ગંગાવિલાસ ક્યાં ફરશે?
ગંગા વિલાસ 50 દિવસમાં 3,200 કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશની 27 નદીઓમાંથી પસાર થશે, જેમાં ગંગા, ભાગીરથી, હુગલી, બ્રહ્મપુત્રા અને વેસ્ટ કોસ્ટ કેનાલ વગેરેનો સમાવેશ થાય છે.
ગંગા વિલાસ તમને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત 50 થી વધુ પ્રખ્યાત પર્યટન સ્થળોના ટૂર પર લઈ જશે. ક્રુઝ જ્યાં રોકાશે તે સ્થાનો આર્કિટેક્ચરલ દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ગંગા વિલાસ સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક સહિત અનેક ઉદ્યાનો અને અભયારણ્યોમાંથી પણ પસાર થશે.
શું સુવિધાઓ છે?
ક્રુઝના અનુભવને આનંદપ્રદ બનાવવા માટે, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, જિમ, સ્પા, ઓપન-એર ઓબ્ઝર્વેશન ડેક, વ્યક્તિગત બટલર સેવા વગેરે જેવી સુવિધાઓ હશે.
જળમાર્ગ મંત્રાલય સર્બાનંદ સોનોવાલે 12 નવેમ્બરે ટ્વિટ કર્યું હતું કે, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ આવતા વર્ષે જાન્યુઆરીમાં તેની યાત્રા શરૂ કરશે. ગંગા વિલાસ ભારતની બે સૌથી મોટી નદીઓ ગંગા અને બ્રહ્મપુત્રા પર 4,000 કિલોમીટરનું અંતર કાપશે. આ ક્રૂઝ પવિત્ર વારાણસીથી બાંગ્લાદેશ થઈને ડિબ્રુગઢ જશે.
ગંગા વિલાસ ક્રૂઝ, જુઓ વેબ સ્ટોરી
સત્તાવાર વેબસાઇટ અનુસાર, ગંગા વિલાસમાં એક સાથે 80 મુસાફરો મુસાફરી કરી શકશે. ગંગા વિલાસ એ લક્ઝરી ક્રુઝ છે જેમાં 18 સ્યુટ અને અન્ય તમામ સંબંધિત સુવિધાઓ છે. સ્યુટ્સનું આર્કિટેક્ચર શાહી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ કોલકાતાની હુગલી નદીથી વારાણસીમાં ગંગા નદીના કિનારે સ્થિત વિવિધ મુખ્ય સ્થળોની યાત્રા કરાવશે.
આ પણ વાંચો – Joshimath: જોશીમઠમાં જમીન ધસી જવાથી ઘણા મકાનોમાં પડી તિરાડો, તત્કાલ ડેન્જર ઝોન ખાલી કરવા આદેશ
કયા દિવસે ગંગા વિલાસ ક્યા સ્થળે હશે
પહેલાથી જ જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ગંગા વિલાસ ક્રૂઝ વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે. આઠમા દિવસે તે બક્સર, રામનગર અને ગાઝીપુર થઈને પટના પહોંચશે. પટનાથી ક્રુઝ કોલકાતા માટે રવાના થશે. 20માં દિવસે ગંગા વિલાસ ફરક્કા અને મુર્શિદાબાદ થઈને પશ્ચિમ બંગાળની રાજધાની પહોંચશે. ત્યારપછી બીજા દિવસે ઢાકા જવા નીકળશે અને બાંગ્લાદેશની સરહદમાં પ્રવેશ કરશે. આ પછી ક્રુઝ આગામી 15 દિવસ સુધી બાંગ્લાદેશની જળસીમામાં રહેશે. અંતે, ક્રૂઝ ગુવાહાટી થઈને ભારતમાં પ્રવેશ કરશે અને સિબસાગર થઈને ડિબ્રુગઢ પહોંચીને પ્રવાસ સમાપ્ત કરશે.