Giriraj Singh Latest Statement: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે તે એક્ટિંગ સિવાય કશું જ કરતા નથી. જો કેજરીવાલ બોલીવૂડમાં હોત તો અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારને માત આપી હોત.
ગિરિરાજ સિંહ બિહારમાં પેટા ચૂંટણી પર મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને અરવિંદ કેજરીવાલ પર સવાલ કર્યો હતો. તો તેમણે કહ્યું કે કેજરીવાલની વાત કરીશ નહીં, તે કદાચ સિનેમાના અભિનયથી વધારે કશું કરતા નથી. તેમણે કહ્યું કે આખા દેશે જોયું કે કેવી રીતે રામ જન્મભૂમિ પર કેજરીવાલે ગાળો આપી હતી.
ગિરિરાજ સિંહે કહ્યું કે કેજરીવાલ રામ મંદિરને લઇને કહેતા હતા કે તે એવા મંદિરોમાં નહીં જાય જે મસ્જિદને તોડીને બને. કેજરીવાલ અભિનયના માસ્ટર છે, જો સિનેમામાં હોત તો કદાચ અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારને માત આપી શકત.
આ પણ વાંચો – Video: કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- હિન્દુનો અર્થ જાણીને તમને શરમ આવી જશે
મોકામોની જીતને બતાવી અનંત સિંહની જીત
બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહારમાં થયેલી પેટા ચૂંટણીને લઇને કહ્યું કે મોકામામાં અનંત સિંહની પત્નીની જીત આરજેડીની નહીં પણ અનંત સિંહની જીત છે. તેમણે કહ્યું કે આ જીતને નીતિશ કુમાર કે તેજસ્વી યાદવની જીત માનવામાં ના આવે. બીજી તરફ ગોપાલગંજમાં મહાગઠબંધનની 6 પાર્ટીઓ મળીને ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડ્યા હતા. જોકે આમ છતા જનતાએ ભાજપાનું સમર્થન કર્યું અને અમારી જીત થઇ હતી.