સોમવારે (જાન્યુઆરી 9), બેંગલુરુથી દિલ્હી જતી GoFirst ફ્લાઇટ 55 મુસાફરો કે જેમની પાસે બોર્ડિંગ પાસ હતા તેમને લીધા વગરજ ઉડાન ભરી હતી, ટાર્મેક પર બસની અંદર ફસાયેલા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે એરલાઇનને જવાબ આપવા માટે બે અઠવાડિયામાં કારણ આપવાની નોટિસ જારી કરી હતી.
સોમવારે સવારે બેંગલુરુ એરપોર્ટ પર શું થયું હતું ?
બેંગલુરુથી દિલ્હીની GoFirst ફ્લાઇટ G8116 સવારે 6.30 વાગ્યે તેના નિર્ધારિત સમયે 55 મુસાફરોને લીધા વિના રવાના થઈ હતી, જેઓ બસમાં જ રહી ગયા હતા. મુસાફરો પાસે તેમના બોર્ડિંગ પાસ હતા, અને તેમનો ચેક-ઇન સામાન વિમાનમાં લોડ કરવામાં આવ્યો હતો. મુસાફરોએ આ ઘટના વિશે ટ્વિટ કર્યા પછી જ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.
સોમવારે સવારે, GoFirst ફ્લાઇટ G8116 માં બુક કરાયેલા મુસાફરોને ચાર અલગ-અલગ બસોમાં ટર્મિનલ બિલ્ડિંગથી એરક્રાફ્ટમાં લઈ જઈ રહી હતી.
આ પણ વાંચો: Cold wave શીતલહેર શું છે? કેમ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?
જ્યારે તેમાંથી ત્રણ બસમાં 50 થી વધુ મુસાફરો હતા, જ્યારે ચોથી બસમાં માત્ર 5-6 મુસાફરો હતા. આ બસ વિશેનો સંદેશ એરક્રાફ્ટની નજીક સ્થિત ગ્રાઉન્ડ સ્ટાફને આપવામાં આવ્યો હતો. એવી માહિતી આપવામાં આવી હતી કે આ બસ મુસાફરોને લઈ જતી છેલ્લી હતી.
જ્યારે બસોને એરક્રાફ્ટ તરફ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે 55 મુસાફરો સાથેની ત્રીજી બસને ક્યાંક ઉભી રાખવામાં આવી હતી. આ દરમિયાન, 5-6 મુસાફરો સાથેની ચોથી બસ વિમાન પાસે પહોંચી હતી.
ફ્લાઇટમાં બુક કરાયેલા મુસાફરોની આ છેલ્લી બસ હોવાનું માનીને, એરલાઇન્સે બોર્ડિંગ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, તેમ છતાં 55 મુસાફરો ટાર્મેક પર જ રહી ગયા હતા.
આ પણ વાંચો: Gujarat Weather Updates : ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો
આ ભૂલ માટે જવાબદાર કોણ?
ડીજીસીએના જણાવ્યા મુજબ, આ કિસ્સામાં, ગેરસમજ, યોગ્ય વાતચીતનો અભાવ, કોર્ડીનેશનનો અભાવ જેવું ઘણી ભૂલોને કારણે આ ઘટના બની હોઈ શકે છે.
ઇન્ડ્રસ્ટ્રી એક્સપર્ટએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સ્ટાફને દોષી ઠેરવી શકાય છે, જેમ કે મુખ્ય કેબિન ક્રૂ છે, જે કેબિનનો હવાલો ધરાવે છે અને ફ્લાઇટમાં બુક કરાયેલા મુસાફરોની લિસ્ટ ધરાવે છે. તેઓએ એમ પણ કહ્યું કે આવી બેદરકારી સંભવિત સલામતી મુદ્દાઓ ઉભા કરી શકે છે, અને રેગ્યુલેટર દ્વારા કારણો બતાવવાની નોટિસ પાલનને સુધારવામાં મદદ કરશે.