ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી દીધો

Gujarat Assembly Election Result 2022 Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- લોકોએ ભાજપાને વોટ આપ્યો કારણ કે ભાજપા દેશના હિતમાં મોટાથી મોટા અને સખતથી સખત નિર્ણય લેવાનો દમ રાખે છે

Written by Ashish Goyal
Updated : December 08, 2022 20:25 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022:  પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી દીધો
ગુજરાતમાં ભવ્ય જીત પછી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું (Photo- Indian Express)

Gujarat Election Result 2022 Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ સાથે જ ભાજપ સતત 7મી વખત સરકાર બનાવશે.આ જીતની ઉજવણી ગુજરાત સહિત આખા દેશમાં થઇ રહી છે. ગુજરાતમાં ભવ્ય જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી દીધો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું સૌથી પહેલા જનતા જનાર્દન સામે નમસ્તક છું. જનતા જનાર્દનના આશીર્વાદ અભિભૂત કરનારા છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપાના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે તેની ખુશ્બુ ચારેય તરફ અનુભવ કરી રહ્યા છે.

ભાજપાનો વોટ શેર ભાજપા પ્રત્યે સ્નેહનો સાક્ષી છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યક્ષ જીતી નથી ત્યાં ભાજપાનો વોટ શેર ભાજપા પ્રત્યે સ્નેહનો સાક્ષી છે. હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીની જનતાના વિનમ્ર ભાવથી આભાર વ્યક્ત કરું છું. ભાજપા પ્રત્યે આ સ્નેહ દેશના અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. યૂપીના રામપુરમાં ભાજપાને જીત મળી છે. બિહારની પેટા ચૂંટણીમાં ભાજપાનું પ્રદર્શન આવનાર દિવસોમાં સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોએ ભાજપાને વોટ આપ્યો કારણ કે ભાજપા દરેક સુવિધાને ગરીબ, મધ્યમવર્ગીય પરિવાર સુધી જલ્દીથી જલ્દી પહોંચાડવા માંગે છે. લોકોએ ભાજપાને વોટ આપ્યો કારણ કે ભાજપા દેશના હિતમાં મોટાથી મોટા અને સખતથી સખત નિર્ણય લેવાનો દમ રાખે છે. ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી દીધો છે. ગુજરાતના ઇતિહાસમાં સૌથી પ્રચંડ જનાદેશ ભાજપાને આપીને લોકોએ નવો ઇતિહાસ બનાવી દીધો છે. જાતિ, વર્ગ, સમુદાય અને દરેક પ્રકારના વિભાજનથી ઉપર ઉઠીને ભાજપાને વોટ આપ્યો છે.

ગુજરાત ચૂંટણી પરિણામ LIVE, ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE

ભાજપાએ ગુજરાતમાં 52.5% વોટ અને 157 સીટ મેળવી – જેપી નડ્ડા

ભાજપા પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપાએ ગુજરાતમાં 52.5% વોટ અને 157 સીટ મેળવી છે. જ્યારે કોંગ્રેસના વોટ 41.4% થી ઘટીને 27.3% પર આવી ગયા છે. વંશવાદ, પરિવારવાદ, અકર્મણ્ય નેતા અને ગેર જવાબદાર વિપક્ષના કારણે કોંગ્રેસની આ હાલત થઇ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ