કોંગ્રેસ નેતાનો ભગવંત માન પર આરોપ, પંજાબ સરકારના પૈસાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરી રહ્યા છે

Gujarat Assembly Elections 2022 - દિલ્હી મોડલ પર પંજાબમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો અને હવે ગુજરાતમાં પણ દિલ્હી મોડલને સામે રાખી પ્રચાર કરવામાં આવી રહ્યો છે

Gujarat Assembly Elections 2022 - દિલ્હી મોડલ પર પંજાબમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો અને હવે ગુજરાતમાં પણ દિલ્હી મોડલને સામે રાખી પ્રચાર કરવામાં આવી રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિત આપના તમામ નેતા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે (File)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી જબરજસ્ત તૈયારી કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન સહિત આપના તમામ નેતા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હી મોડલ પર પંજાબમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો અને હવે ગુજરાતમાં પણ દિલ્હી મોડલને સામે રાખી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે રાજ્યના પૈસાથી પંજાબના સીએમ દિલ્હીનો પ્રચાર ગુજરાત વિધાનસભા માટે કરી રહ્યા છે.

Advertisment

ભગવંત માન પર કોંગ્રેસ નેતાએ લગાવ્યો આરોપ

કોંગ્રેસ નેતા શ્રીનિવાસને એક વીડિયો શેર કર્યો છે જેમાં પંજાબના સીએમ ભગવંત માન દિલ્હી સ્કૂલોમાં આવેલા મોટા ફેરફારનો ઉલ્લેખ કરીને સીએમ કેજરીવાલની પ્રશંસા કરી રહ્યા છે. આ સરકારી પ્રચારના વીડિયોમાં ગુજરાતી ટ્રાન્સલેશન પણ લખવામાં આવ્યું છે. આ કારણે તેને ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - જમ્મુ કાશ્મીર: 3 પરિવારો પર પ્રહાર કરી અમિત શાહે કહ્યું- અમે કરાવ્યું 56 હજાર કરોડનું રોકાણ

Advertisment

શ્રીનિવાસને લખ્યું કે મુખ્યમંત્રી પંજાબના, જાહેરાત પંજાબ સરકારની, પૈસા પણ પંજાબ સરકારના, જાહેરાતમાં ખોટો પ્રચાર દિલ્હીનો થઇ રહ્યો છે ગુજરાતની ચૂંટણી માટે. શું આ જ પરિવર્તન છે જેના માટે પંજાબીઓએ વોટ કર્યો હતો? શું આ જ તે IAC ના FRAUD છે જે મોટી મોટી વાતો કરતા હતા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના બધા નેતા ગુજરાતનો સતત પ્રવાસ કરી રહ્યા છે. આપ તરફથી પંજાબ પછી ફરી એક વખત શિક્ષા, સ્વાસ્થ્ય અને મફત વિજળીનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

અરવિંદ કેજરીવાલ દેશ આપ congress gujarat election 2022