Gyanvapi Case Hearing Decision: જ્ઞાનવાપી કેસ પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે અંજુમન મસ્જિદ કમિટીની તે અરજીને ગુરુવારે ફગાવી દીધી છે જેમાં મસ્જિદ પરિસરને ભગવાન વિધ્નેશ્વર વિરાજમાન (સ્વયંભૂ) ના હવાલે કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ મહેન્દ્ર કુમાર પાંડેયે મામલાની સુનાવણી માટે 2 ડિસેમ્બરનો દિવસ નિર્ધારિત કર્યો છે. કોર્ટે કહ્યું કે આ અરજી સુનાવણી યોગ્ય છે. ફાસ્ટ ટ્રેક કોર્ટે ગુરુવારે આ નિર્ણય આપ્યો હતો. હિન્દુ પક્ષે કહ્યું કે કોર્ટનો નિર્ણય અમારા હકમાં છે, આ અમારી જીત છે.
જ્ઞાનવાપી કેસ મામલામાં હિન્દુ પક્ષે વિનંતી કરી હતી કે તત્કાલ પ્રભાવથી સ્વયંભૂ જ્યોતિર્લિંગની પૂજા શરૂ કરાવવામાં આવે અને પરિસર હિન્દુઓને સોપી દેવામાં આવે. સિવિલ જજ સિનીયર ડિવિઝન મહેન્દ્ર કુમાર પાંડેયની કોર્ટે કહ્યું કે આ અરજી સુનાવણી યોગ્ય છે. કોર્ટ સુનાવણીની આગામી તારીખ 2 ડિસેમ્બર નક્કી કરી છે. મુસ્લિમ પક્ષ અરજી પર આવેલા નિર્ણયથી અસંતુષ્ઠ છે. મુસ્લિમ પક્ષ ઇચ્છી રહ્યો છે કે અરજી પુરી રીતે ફગાવી દેવામાં આવે.
આ પણ વાંચો – સાવરકરે કરી અંગ્રેજોની મદદ તેવા રાહુલ ગાંધીના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમે નથી કરતા તેનું સમર્થન
તમને જણાવી દઈએ કે આ મામલાની સુનાવણી 14 નવેમ્બરે સિવિલ જજ સિનીયર ડિવિઝન મહેન્દ્ર કુમાર પાંડેયની કોર્ટમાં થઇ હતી. ત્યારે આ નિર્ણયને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે જિલ્લા જજની કોર્ટમાં શ્રૃંગાર ગૌરી મામલો ફક્ત નિયમિત પૂજાને લઇને હતો. જ્યારે આ કેસમાં જ્ઞાનવાપી મસ્જિદના ટાઇટલને લેકર છે. જેથી તેમને પુરી આશા હતી કે આ કેસ કોર્ટ ફગાવી દેશે. જોકે હાલ માટે કોર્ટ આ મામલામાં આગળની સુનાવણી કરવા જઈ રહ્યું છે.
સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષની ચાર માંગણી હતી. જેમાં તત્કાલ પ્રભાવથી ભગવાન આદિ વિશ્વેશ્વર શંભૂ વિરાજમાનની નિયમિત પૂજા શરુ કરવી, આખું જ્ઞાનવાપી પરિસર હિન્દુઓને આપવું, મંદિરની ઉપર બનેલા વિવાદિત ઢાંચાને હટાવવો અને સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરમાં મુસલમાનના પ્રવેશ પ્રતિબંધિત કરવો.