Varanasi Gyanvapi Mosque Case News: જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં વારાણસીની જિલ્લા અદાલતે પોતાના નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે કહ્યું કે શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ નહીં થાય. કોર્ટે આ પહેલા 11 ઓક્ટોબરે બન્ને પક્ષોને સાંભળ્યા પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કાર્બન ડેટિંગથી નુકસાનનો ખતરો
જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનામાં મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગને લઇને વારાણસી કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. વારાણસી કોર્ટે મસ્જિદ પરિસરમાં કાર્બન ડેટિંગ અને શિવલિંગની વૈજ્ઞાનિક તપાસની માંગવાળી હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. વારાણસી કોર્ટે કહ્યું કે તથ્યો સાથે કોઇ છેડછાડ ના થાય અને સામાન્ય જનમાનસની ભાવનાઓ આહત ના થાય. હિન્દુ પક્ષની માંગણી ફગાવતા કોર્ટે કહ્યું કે કાર્બન ડેટિંગથી નુકસાનનો ખતરો છે. શિવલિંગને નુકસાન થયું તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે.
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી : હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે મત ગણતરી
ન્યાયધીશે સુપ્રીમ કોર્ટના તે આદેશનો હવાલો આપ્યો જેમાં શિવલિંગ મળેલા સ્થાનને સીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટમાં ફક્ત 58 લોકોને હાજર રહેવાની મંજૂરી હતી.
કોર્ટને એ નક્કી કરવાનું હતું કે કાર્બન ડેટિંગ વિધિથી જ્ઞાનવાપી પરિસરથી તપાસ કરવી છે કે નહીં? હિન્દુ પક્ષ જેને શિવલિંગ કહે છે મુસ્લિમ પક્ષ તેને ફુવારો બતાવે છે. આવામાં હિન્દુ પક્ષની માંગણી હતી કે શિવલિંગની તપાસ માટે કાર્બન ડેટિંગ કરાવવામાં આવે. કાર્બન ડેટિંગની માંગણી ચાર મહિલાઓએ કરી હતી. વારાણસીના જિલ્લા જજ ડો અજય કૃષ્ણ વિશ્વેશના કોર્ટમાં આ મામલાની સુનાવણી થઇ હતી.