હિમાચલ પ્રદેશમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો- મતદારોને રોજગારી, મફત સિલિન્ડર સહિત 11 વચનો આપ્યા

Himachal Pradesh Elections BJP 11 manifesto : હિમાચલ પ્રદેશમાં મતદારોને આકર્ષવવા ભાજપ (bjp) નેતા જેપી નડ્ડા (JP Nadda)એ ચૂંટણી ઢંઢેરા (manifesto)ની ઘોષણા કરતી વખતે લોકોને યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code), રોજગારી, ખેડૂતોને સહાય, મફત રાંધણગેસ આપવાના 11 વચનો આપ્યા.

Written by Ajay Saroya
November 06, 2022 12:33 IST
હિમાચલ પ્રદેશમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો- મતદારોને રોજગારી, મફત સિલિન્ડર સહિત 11 વચનો આપ્યા

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ મતદારોને આકર્ષવા લોભામણી જાહેરાતો કરી રહ્યુ છે. ભાજપે પણ મતદારોને રિઝવવા માટે 11 મુ્દ્દાનો ચૂંટણી ઢુંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ચૂંટણી ઢંઠેરો જાહેર કર્યો છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ, ખેડૂતોને નાણાંકીય સહાય, યુવાઓને સરકારી નોકરી, મફત ગેસ સિલિન્ડર જેવા વચનો આપ્યા છે.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ અને અન્ય નેતાઓ હાજર હતા.

હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 માટે ભાજપે 11 ઢંઢેરો જાહેર કર્યો છે, એટલે કે સરકાર બન્યા બાદ ભાજપ સરકાર આ 11 મુદ્દાઓ પર કામ કરશે. જેપી નડ્ડાએ કહ્યું કે જો હિમાચલ પ્રદેશમાં અમારી સરકાર બનશે તો અન્નદાતા સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે. આ રકમ પીએમ કિસાન સન્માન નિધિથી અલગ હશે.

આ સાથે ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં જનતાને વચન આપ્યું છે કે જો રાજ્યમાં બીજી વખત ભાજપની સરકાર બનશે તો યુવાનોને આઠ લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. રાજ્યના તમામ ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવામાં આવશે, રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 12000 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવશે.

ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ સાથે મોબાઈલ ક્લિનિકની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. તે જ સમયે, રાજ્ય સરકાર ‘હિમ સ્ટાર્ટ અપ’ યોજના સાથે આવશે.

રાજ્યના સેનામાં સામેલ સૈનિકોના પરિવારોની આર્થિક સહાય વધારવામાં આવશે. ઉપરાંત વકફ બોર્ડની મિલકતનો સર્વે પણ કરવામાં આવશે અને જો તેનો ગેરકાયદે ઉપયોગ થતો હશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

જેપી નડ્ડાએ વિદ્યાર્થિનીઓના શિક્ષણ માટે પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “દરેક દીકરીને ધોરણ 6 થી 12 સુધી શાળાએ જવા માટે સાયકલની વ્યવસ્થા કરવામાં આવશે. ઉચ્ચ અભ્યાસ માટે છોકરીઓ માટે સ્કૂટીની સુવિધા આપવામાં આવશે. ચૂંટણી વચનોની જાહેરાત કરતી વખતે જેપી નડ્ડાએ કહ્યું કે વર્તમાન સરકારે આપેલા વચનો પૂરા કર્યા છે અને તેના કરતા વધારે કામગીરી કરી છે.

જેપી નડ્ડાએ કહ્યું, “સૌભાગ્ય યોજના હેઠળ ઘરે-ઘરે વીજળી પહોંચાડવામાં આવી હતી. 5 લાખ 30 હજાર પરિવારોને હિમકેર યોજના સાથે જોડીને મફત સારવાર આપવામાં આવી હતી. ઉજ્જવલા યોજના હેઠળ દરેકને રાંધણગેસ સિલિન્ડરની ડિલિવરી, દરેક ઘરને નળ મારફતે ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં ભાજપના ચૂંટણી વચનો

  • હિમાચલ પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે, તેની માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરાશે અને તેમના અહેવાલના આધારે આ કોડ રાજ્યમાં લાગુ કરાશે.
  • તબક્કાવાર રાજ્યના 8 લાખથી વધારે યુવાનોને રોજગારી અપાશે.
  • ધાર્મિક પ્રવાસન માટે રૂ. 12,000 કરોડની જોગવાઇ- રાજ્યમં ધાર્મિંક પ્રવાસન પ્રોત્સાહન અને તેની માટે માળખાં સુવિધા પાછળ 12,000 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમને ‘શક્તિ’ નામ અપાયું છે. તમામ રસ્તાઓ HimTeerth સર્કિટ સાથે જોડવામાં આવશે
  • સફરજનના બોક્ષ પેકેજિંગ પર 12 ટકા GST લાગશે અને વધારાનો GST માફ કરાશે
  • HIM સ્ટાર્ટ અપઃ રાજ્યમાં સ્ટાર્ટઅપ માટે રૂ. 900 કરોડનું ફંડ બનાવાશે
  • શહીદો માટે એક્સ ગ્રેશિયા પેમેન્ટમાં વધારો કરવામાં આવશે
  • વકફ મિલકતોની ન્યાયિક પંચ દ્વારા તપાસ કરવામાં આવશે
  • કર્મચારીઓના પેન્ડીંગ પેમેન્ટમાં થતી ગેરરીતિઓને સુવ્યવસ્થિત કરાશે
  • તમામ ગામોમાં પાક્કા રસ્તાઓ બનાવાશે
  • ખેડૂતો માટે અન્નદાતા સમ્માન નિધિ યોજનાઃ આ યોજના હેઠળ ખેડૂતોને વધારાના 3000 ચૂકવાશે અને તેનાથી 9.83 લાખ ખેડતોને ફાયદો થશે
  • રાજ્યમાં 5 નવી મેડિકલ કોલેજો ખોલશે
  • ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન માટે 51 હજાર રૂપિયાની સહાય
  • સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે 500 કરોડ રૂપિયાની સહાય
  • ગર્ભવતી મહિલાને 6 મહિના માટે 25 હજાર રુપિયાની સહયા
  • એક વર્ષમાં 3 એલપીજી સિલેન્ડર મફત
  • ગરીબ પરિવારોનું રજીસ્ટ્રેશન થશે, અટલ પેન્શન યોજના અંતર્ગત નાણાંકીય સહાય આપવામાં આવશે
  • 12માં ધોરણમાં ટોપ કરનારા વિદ્યાર્થીને કોલેજ અભ્યાસ સુધી દર મહિને 2500 રૂપિયાની સ્કોલરશિપ અપાશે
  • દરેક જિલ્લામાં બે મહિલા હોસ્પેટલ શરૂ કરવામાં આવશે
  • રાજ્યમાં સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત

આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશમાં કોણ આગળ છે ભાજપ કે કોંગ્રેસ? ABP-સી વોટર સર્વેમાં ખુલાસો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ