Amit Shah Angry on TMC MP in Loksabha: લોકસભાના શીતકાલિન સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)લોકસભામાં ડ્રગ્સની સમસ્યાને લઇને પોતાના વિચાર રાખ્યા હતા. અમિત શાહ સદનમાં પોતાની વાત કહી રહ્યા હતા તે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયે (TMC MP Saugat Roy)તેમને વચ્ચે ટોક્યા હતા, જેના કારણે અમિત શાહ નારાજ થયા હતા. જેવું અમિત શાહે ભાષણ શરુ કર્યું તો વચ્ચે સૌગત રોય બોલવા લાગ્યા હતા.
TMC સાંસદને અમિત શાહે સમજાવ્યા
અમિત શાહ ડ્રગ્સના મામલા પર બોલવા જઈ રહ્યા હતા ત્યારે ટીએમસી સાંસદના ટોકવા પર અટકી ગયા હતા. અમિત શાહે કહ્યું કે વચ્ચે આ રીતે ટોકા-ટોકી કરવી બરાબર નથી. જો તમારે બોલવું છે તો હું બેસી જાવ છું તમે બોલો 10 મિનિટ. આ તમારી ઉંમર માટે બરાબર નથી અને ના તમારી સીનિયોરિટી માટે, તમે વિષયની ગંભીરતાને સમજો.
આ પણ વાંચો – દેવેન્દ્ર ફડણવીસની પત્નીએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા ન્યૂ ઇન્ડિયાના પિતા, કહ્યું- ગાંધીજી જૂના સમયના રાષ્ટ્રપિતા
ડ્રગ્સના મુદ્દે અમિત શાહે શું કહ્યું?
આ પછી જ્યારે સદનમાં કોઇ નેતાએ કહ્યું કે ગૃહમંત્રી જી નારાજ કેમ થઇ જાવ છો. તો અમિત શાહે કહ્યું કે તે નારાજ નથી પણ સમજાવી રહ્યા છે. ઘણી વખત મોટાને પણ સમજાવવા પડે છે. આ પછી સદનમાં ટોકા-ટોકી બંધ થઇ ગઇ હતી અને તે પોતાના વિષય પર ફરી બોલવા લાગ્યા હતા. અમિત શાહે આ મુદ્દે ખુશી વ્યક્ત કરી કે આ મુદ્દા પર બધી પાર્ટીઓ એકજુટ જોવા મળી.
અમિત શાહે આ દરમિયાન કહ્યું કે જે લોકો ડ્રગ્સ લે છે તે વિક્ટિમ હોય છે. તેથી આપણે આવા લોકો સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ. જે લોકો ડ્રગ્સ વેચી રહ્યા છે અને તેના નેટવર્કને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે તેવા લોકો સામે સખત એક્શન લેવાની માંગણી કરી હતી. અમિત શાહે એ પણ કહ્યું કે દેશના દરેક રાજ્યએ કેન્દ્ર સાથે મળીને ડ્રગ્સની સમસ્યાને જડથી ખતમ કરવા માટે કામ કર્યું છે.