Gautam Adani Row: અદાણી સમૂહ સામે છેતપિંડી અને શેરોમાં હેરાફેરીના આરોપોને લઇને રવિવારે વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પૂછ્યું કે કંપની કેવી રીતે બચી ગઇ? બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ સરકાર પર લોકોના વિશ્વાસ સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો. હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં થયેલા ખુલાસા પછી ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં ટોપ 20માં પણ રહ્યા નથી. આ રિસર્ચ રિપોર્ટે ગૌતમ અદાણીને ભારે નુકસાન કર્યું છે અને અદાણી ગ્રુપના શેરમાં સતત ગિરાવટ જોવા મળી રહી છે.
કોંગ્રેસ પૂછશે રોજ ત્રણ સવાલ, જાહેર કર્યું નિવેદન
એક નિવેદન ટ્વિટ કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 3 સવાલ પૂછ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે અદાણી સમૂહ પર લાગેલા ગંભીર આરોપો વચ્ચે મોદી સરકારે ચુપકેદી સેવી છે. જેનાથી કોઇ સાંઠ-ગાંઠનો સ્પષ્ટ ઇશારો મળી રહ્યો છે. પ્રધાનમંત્રી એ કહીને બચી શકે નહીં કે હમ અદાણી કે હૈ કોન. આજથી આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી મોદીને દરરોજ ત્રણ સવાલ પૂછશે.
કોંગ્રેસ પ્રભારી જયરામ રમેશે ત્રણ સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે ગૌતમ અદાણીના ભાઇ વિનોદનું નામ પનામા અને પેંડોરા પેપર્સમાં કોઇ એવા વ્યક્તિના રૂપમાં લેવામાં આવ્યું છે જે અપતટીય સંસ્થાઓનું સંચાલન કરે છે અને તેમના પર સ્ટોક હેરફેરમાં સામેલ હોવાનો આરોપ છે. આ તથ્યથી ખબર પડે છે કે જે વ્યાવસાયિક એકમથી તમે સારી રીતે પરિચિત છો, તે ગંભીર આરોપોનો સામનો કરી રહી છે, જે અમને તમારી તપાસની ગુણવત્તા અને ઇમાનદારી વિશે જણાવે છે?
નિવેદનમાં કોંગ્રેસે આગળ લખ્યું કે મોદી સરકારે પોતાના રાજનીતિક વિરોધીઓને ડરાવવા અને સાથે નહીં ચાલનાર વેપારી ઘરાનાને સજા આપવા માટે ઇડી, સીબીઆઈ જેવી એજન્સીઓનો દુરઉપયોગ કર્યો છે. અદાણી ગ્રુપ સામે વર્ષોથી ગંભીર આરોપોની તપાસ માટે શું કાર્યવાહી કરવામાં આવી?
આ પણ વાંચો – અદાણીની વધી શકે છે મુશ્કેલીઓ, પૈસા ભેગા કરવામાં આવશે મુશ્કેલીઓ, રેટિંગ એજન્સીઓએ શું કહ્યું?
જયરામ રમેશે પૂછ્યું કે એ કેવી રીતે સંભવ છે કે ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહોમાંથી એક, જેને એરપોર્ટ અને પોર્ટમાં એકાધિકાર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સતત આરોપો છતા આટલા લાંબા સમય સુધી ગંભીર તપાસથી બચી શકે છે? શું અદાણી સમૂહ તે વ્યવસ્થા માટે આવશ્યક હતું જેણે આટલા વર્ષો સુધી ભ્રષ્ટાચાર વિરોધી નિવેદનથી લાભ ઉઠાવ્યો છે?
માયાવતીએ પણ ઉઠાવ્યા સવાલ
રવિદાસ જંયતિના પ્રસંગે એક નિવેદનમાં માયાવતીએ કહ્યું કે આ મુદ્દો દેશની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરશે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર આ મુદ્દા પર દેશના લોકોને વિશ્વાસમાં લઇ રહી નથી. આ ચિંતાનું એક નવું કારણ છે. સરકાર આવા મામલાનું સમાધાન શોધવાના બદલે નવા-નવા વાયદા કરી રહી છે અને લોકોની ઉપેક્ષા કરી રહી છે.