/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/MP-Crime-News.jpg)
પતિએ પત્નીને કૂવામાં લટકાવી (ફોટો - વાયરલ વીડિયો ગ્રેબ)
મધ્યપ્રદેશના નીમચથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પત્ની કૂવામાં દોરડું પકડીને લટકી રહી છે. કૂવો પાણીથી ભરેલો છે. પત્ની પતિને કુવામાંથી બહાર કાઢવા માટે વિનંતી કરી રહી છે પરંતુ, તે તેની મદદ નથી કરી રહ્યો, પરંતુ કિનારે ઉભો રહીને વીડિયો બનાવી રહ્યો છે. મારી પત્નીને દુઃખમાં તડપતી જોઈ જાણે મજા લઈ રહ્યો છે. પત્ની જીવ બચાવવા બૂમો પાડી રહી છે, આજીજી કરતી રહી, પરંતુ પતિને દયા ન આવી. આ ઘટના જાધવ પોલીસ સ્ટેશન વિસ્તારના કિરકેડાની છે.
એટલું જ નહીં પતિએ આ વીડિયો પીડિતાના પરિવારને મોકલ્યો હતો. બાદમાં જ્યારે પરિવારજનોએ આ જોયું તો તેઓએ આ મામલે દરમિયાનગીરી કરી મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી. પતિના ત્રાસનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે, આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.
રિપોર્ટ અનુસાર, દહેજના લોભી પતિએ તેની પત્નીને કૂવામાં ધક્કો માર્યો અને પછી તેમાં દોરડું નાખ્યું. પત્નીને જેટલી પીડા થતી હતી, તેટલી જ તેને મજા આવતી હતી. તે પોતાના જીવની ભીખ માંગતી હતી અને પતિ વીડિયો બનાવી રહ્યો હતો.
લગ્ન બાદ પતિએ પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું
વાસ્તવમાં, આરોપી રાકેશ કીરના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના પ્રતાપગઢની રહેવાસી ઉષા સાથે થયા હતા. આરોપ છે કે, લગ્ન બાદ રાકેશ તેની પત્નીને દહેજ માટે હેરાન કરવા લાગ્યો હતો. તે પોતાની પત્નીને દરેક મુદ્દે હેરાન કરવા લાગ્યો હતો. આ દરમિયાન, તેણે તેની પત્નીને કૂવામાં ધક્કો માર્યો અને દોરડું નાખ્યું જેથી તેણી તેના ટેકે લટકતી રહે, અને તડપતી રહે.
આ પણ વાંચો - વડોદરા: વેપારીનું બંદૂકની અણીએ અપહરણ : હાઈવે પોલીસ પેટ્રોલિંગમાં આ રીતે ઝડપાયા આરોપી, અને નાટકીય ઘટનાનો અંત
પત્ની લાંબા સમય સુધી કૂવામાં લટકતી રહી. બાદમાં પરિવારના સભ્યો તેને બહાર કાઢી લઈ ગયા હતા. આ પછી તે તેના માતા-પિતાના ઘરે ગઈ અને તેના પિતાને આખી વાત કહી. પિતાએ પોલીસને વીડિયો બતાવ્યો ત્યાર બાદ આરોપી પતિની ધરપકડ કરવામાં આવી. પોલીસે પતિ પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો
મારપીટ અને હત્યાની કોસિસનો કેસ નોંધાયો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરાયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us