scorecardresearch

દિલ્હીની સ્કૂલોમાં ‘આઈ લવ મનીષ સિસોદિયા’ કેમ્પેઇન , બીજેપીએ ગણાવી ખરાબ રાજનીતિ

Manish Sisodia : બીજેપીએ કહ્યું – બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે પણ સરકાર તેમને મનિષ સિસોદિયાનું સમર્થન કરવા માટે મજબૂર કરી રહી છે

દિલ્હીની સ્કૂલોમાં ‘આઈ લવ મનીષ સિસોદિયા’ કેમ્પેઇન , બીજેપીએ ગણાવી ખરાબ રાજનીતિ
બીજેપી નેતા પ્રવિણ શંકરે કહ્યું કે દિલ્હી સરકારે બધી સરકારી સ્કૂલોમાં આઇ લવ મનીષ સિસોદિયા ડેસ્ક સ્થાપિત કર્યો છે (Twitter/@24shailesh)

બીજેપીએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની સરકાર સ્કૂલના બાળકોનો ઉપયોગ કરી રહી છે. બીજેપી નેતા પ્રવિણ શંકરે કહ્યું કે દિલ્હી સરકારે બધી સરકારી સ્કૂલોમાં આઇ લવ મનીષ સિસોદિયા ડેસ્ક સ્થાપિત કર્યો છે અને આ ડેસ્કના માધ્યમથી બાળકોને સમર્થન માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં દિલ્હી સરકારે કોઇ સર્કુલર તો જાહેર કર્યો નથી પણ આ સંબંધમાં અધિકારીઓને મૌખિક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર આ વિશે એક કથિત સંદેશાની એક કોપી શેર કરતા બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે કાર્યક્રમમાં ભાગના રૂપમાં સ્કૂલના બાળકોએ સિસોદિયાના સમર્થનમાં સંદેશો લખવાનો હતો અને તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરવાની હતી.

ભાજપે આરોપ લગાવ્યો કે દુખની વાત છે કે મનીષ સિસોદિયાની ધરપકડ અને જામીનને લઇને કોર્ટની ફટકાર છતા પણ દિલ્હી સરકાર શિક્ષાના નામે પોતાની ગંદી રાજનીતિ બંધ કરી રહી નથી અને હવે માસૂમ સ્કૂલના બાળકોને તેમાં સામેલ કરીને વધારે નીચે આવી ગઇ છે.

આ પણ વાંચો – કર્ણાટક BJP MLAનો પુત્ર 40 લાખની લાંચ લેતા ઝડપાયો, ઘરમાંથી છ કરોડ રૂપિયા જપ્ત

બીજેપીએ આ અભિયાનને આમ આદમી પાર્ટીની ગંદી રાજનીતિ ગણાવી

બીજેપીએ આ અભિયાનને આમ આદમી પાર્ટીની ગંદી રાજનીતિ ગણાવી છે. બીજેપીએ કહ્યું કે બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવે છે પણ સરકાર તેમને મનિષ સિસોદિયાનું સમર્થન કરવા માટે મજબૂર કરી રહી છે. બાળકો પોતાનો અભ્યાસ છોડીને મનિષ સિસોદિયાને નિર્દોષ સાબિત કરવામાં લાગી ગઇ છે.

બીજેપીના પ્રવક્તા પ્રવિણ શંકર કપૂરે આ સંબંધમાં કેટલાક દસ્તાવેજ પણ શેર કર્યા છે. તેમાં સોશિયલ મીડિયામાં પ્રસારિત થઇ રહેલા સંદેશોએઓના સ્ક્રિનશોટ સિવાય કેટલાક કાગળો પણ છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારને દેશની કાનૂન વ્યવસ્થા પર વિશ્વાસ નથી. જેથી આમ આદમી પાર્ટી આ લડાઇ કોર્ટમાં લડવાના બદલે બાળકોના સહારે રસ્તા પર લડવા માંગે છે.

Web Title: I love manish sisodia school campaign is latest aap bjp flashpoint in delhi bjp said bad politics

Best of Express