મીર જાફર ઇતિહાસનો એક ખલનાયક છે. પાકિસ્તાન કે ભારત, ભાજપ કે કોંગ્રેસ, વિરોધીઓને નિશાન બનાવવા માંગતા રાજકારણીઓ હંમેશા એક ઉપનામ તરફ વળે છે અને તે છે મીર જાફર. મંગળવારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનો વારો હતો. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતથી ભાજપ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરી રહી છે. પાર્ટીની દૈનિક પ્રેસ કોન્ફરન્સના ભાગ રૂપે સંબિત પાત્રાએ રાહુલને ભારતીય રાજનીતિનો વર્તમાન મીર જાફર ગણાવ્યો હતો.
સિરાજ ઉદ-દૌલા હેઠળ બંગાળની સેનાના કમાન્ડર મીર જાફરે 1757ના પ્લાસીના યુદ્ધ દરમિયાન નવાબ સાથે દગો કર્યો હતો. જેણે અંતમાં ભારતમાં બ્રિટિશ શાસનનો માર્ગ મોકળો કર્યો હતો. બીજેપી નેતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલે પોતાની લંડનની મુલાકાત દરમિયાન પણ આ જ કર્યું હતું. તેમણે વિદેશી તાકાતોને ભારતમાં આવવા આમંત્રણ આપ્યું. શહેજાદા નવાબ બનવા માંગે છે. શહેજાદાએ નવાબ બનવા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી મદદ માંગી છે.
યુકેમાં હાલની વાતચીત દરમિયાન રાહુલે ભારતમાં લોકશાહી ખતરામાં હોવાની વાત કરી અને કહ્યું કે તે એક ભારતીય સમસ્યા છે અને ભારત તેનો સામનો કરશે.
આ પણ વાંચો – વોલ સ્ટ્રીટ જર્નલે બીજેપીને ગણાવી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી, કહ્યું – 2024માં પણ મેળવી શકે છે મોટી જીત
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ભારત જોડો યાત્રાના ભાગ રૂપે જમ્મુ કાશ્મીરને પાર કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે પાર્ટીના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ મીર જાફર બનશે. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસના મતો કાપવા માટે ભાજપ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
થોડા મહિના પહેલા આઝાદનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું હતું કે પૂર્વોત્તરમાં પણ એક મીર જાફર છે. આસામના સીએમ હિમંતા બિશ્વા શર્મા. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શર્મા હવે ભાજપના ઉભરતા સ્ટાર છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓએ જ્યોતિરાદિત્ય સિંધિયા માટે તે વિવરણનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેમણે 2020માં એક ડઝનથી વધારે ધારાસભ્યોને લઇને, કોંગ્રેસને સરકાર પાડીને 2020માં ભાજપમાં આવ્યા હતા. પૂર્વ એમપીસીસીના પૂર્વ અધ્યક્ષ અરુણ યાદવે નાગપંચમીની શુભેચ્છાઓ પોસ્ટ કરતી વખતે સિંધિયાનો ફોટો પણ શેર કર્યો હતો.
2021ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેમના પક્ષમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જેમ કે સુવેન્દુ અધિકારી, દિનેશ ત્રિવેદી અને મુકુલ રોયને મીર જાફર તરીકે ઓળખાવ્યા હતા.
મીર જાફરના વંશજ સૈયદ રઝા અલી મીરઝા કે છોટે નવાબે તેનો વિરોધ કર્યો હતો. તે મીર જાફરને દેશદ્રોહી ગણાવવાનો વિરોધ કરે છે. તેમણે જાહેર કર્યું હતું કે તે અને તેમનો પરિવાર TMC સમર્થક હતા પરંતુ તેઓ ફરી ક્યારેય પાર્ટીને મત આપશે નહીં.
પાછળથી જ્યારે મમતા બેનર્જીએ વિધાનસભાની ચૂંટણીમાં સત્તા જાળવી રાખ્યા પછી રોયે ટીએમસીમાં પરત ફર્યા હતા. ત્યારે તેમને મીર જાફર કહેવાનો ભાજપનો વારો હતો.
ગયા વર્ષે પાકિસ્તાનમાં સરહદ પાર મીર જાફર ત્યારે સામે આવ્યો હતો જ્યારે તત્કાલિન પીએમ ઇમરાન ખાન પોતાની સરકાર માટે ખતરાનો સામનો કરી રહ્યા હતા. સંકટમાં અમેરિકાનો હાથ હોવાનો આરોપ મુકતા ઇમરાન ખાને કહ્યું કે તેમના રાજકીય વિરોધીઓ વિદેશી ષડયંત્રનો ભાગ છે અને તેમને મીર જાફર તરીકે ઓળખાવે છે.