scorecardresearch

વોલ સ્ટ્રીટ જર્નલે બીજેપીને ગણાવી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી, કહ્યું – 2024માં પણ મેળવી શકે છે મોટી જીત

wall street journal : આ જર્નલમાં કહેવામાં આવ્યું છે ભારતની મદદ વગર ચીનની વધતી તાકાતને રોકવામાં અમેરિકાના પ્રયત્નો નિષ્ફળ થઇ જશે, ભારત એક પ્રમુખ આર્થિક શક્તિના રુપમાં ઉભરી રહ્યું છે

PM Narendra Modi And JP Nadda
અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલે બીજેપીને દુનિયાની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી ગણાવી (Express photo by Amit Mehra)

અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલે બીજેપીને દુનિયાની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી ગણાવી છે. પોતાના એક લેખમાં તેણે કહ્યું કે બીજેપી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ વિદેશી રાજનીતિક પાર્ટી છે. લેખક વાલ્ટર રસેલ મીડે લખ્યું કે તેને કોઇ પણ રીતે ઓછી આંકી શકાય નહીં. વોલ સ્ટ્રીટ જર્નલમાં કહેવામાં આવ્યું કે 2014 અને 2019માં સતત જીત પછી બીજેપી 2024માં ફરી જીત તરફ વધી રહી છે. ભારત એક પ્રમુખ આર્થિક શક્તિના રુપમાં ઉભરી રહ્યું છે.

ભારત વગર અમેરિકા ચીનને રોકી શકશે નહીં – વોલ સ્ટ્રીટ

આ જર્નલમાં કહેવામાં આવ્યું છે કે આવનાર સમયમાં બીજેપી ભારતમાં ઝડપથી પોતાનો દબદબો બનાવશે. તેની મદદ વગર ચીનની વધતી તાકાતને રોકવામાં અમેરિકાના પ્રયત્નો નિષ્ફળ થઇ જશે. લેખક વાલ્ટર રસેલ મીડનું માનવું છે કે બીજેપીને ઓછી આંકવામાં આવે છે કારણ કે તે મોટાભાગે બિન ભારતીયો માટે અપરિચિત જોવા મળે છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં કહેવામાં આવ્યું છે કે બીજેપીના ચૂંટણી રણનીતિમાં હિન્દુ એજન્ડા સ્પષ્ટ જોવા મળે છે. લેખમા કહેવાયું છે કે બીજેપી પશ્ચિમી ઉદારવાદના ઘણા વિચારો અને પ્રાથમિકતાઓને ફગાવે છે.

ચીનીની કમ્યુનિસ્ટ પાર્ટીની જેમ બીજેપી એક અબજથી વધારે લોકોની સાથે એક વૈશ્વિક મહાશક્તિ બનવા માટે એક દેશનું નેતૃત્વ કરવાની આશા કરે છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં લિકુડ પાર્ટીની જેમ બીજેપી લોકલુભાવના નિવેદન સાથે પારંપારિક મૂલ્યો ઉપર પણ કામ કરે છે. વામ-ઉદારવાદી વિચારધારાવાળા હંમેશા નરેન્દ્ર મોદીના ભારતને જુવે છે અને પૂછે છે કે આ ડેનમાર્ક જેવું કેમ નથી. તેમની ચિંતા પુરી રીતે ખોટી નથી. સત્તામાં રહેલા ગઠબંધનની ટિકા કરનાર પત્રકારોને ઉત્પીડન અને તેના કરતા પણ વધારે બદતર સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આમાં કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની તાકાતથી ડરે છે. આરએસએસ એક રાષ્ટ્રવ્યાપી હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન છે અને તેનો બીજેપી નેતૃત્વ સાથે ઘનિષ્ઠ સંબંધ છે.

આ પણ વાંચો – જાપાનના PM કિશિદા સાથે PM મોદીની ચર્ચા,અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ ટ્રેન અંગે ચર્ચા થઇ

યૂપીને લઇને કહી આવી વાત

લેખમાં કહેવામાં આવ્યું કે ભારતના પૂર્વોત્તરમાં ઇસાઇ બહુલ રાજ્યોમાં બીજેપીને હાલમાં જ મોટી સફળતા મળી છે. લેખમાં કહ્યું છે કે 200 મિલિયનની વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશની બીજેપી સરકારને શિયા મુસલમાનું મજબૂત સમર્થન પ્રાપ્ત છે. લેખમાં એ પણ કહ્યું છે કે આરએસએસના કાર્યકર્તાઓએ જાતિગત ભેદભાવથી લડવાના પ્રયત્નોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. બુદ્ધિજીવીઓ અને ધાર્મિક લોકોના એક ગ્રુપથી વધીને હવે આરએસએસ કદાચ દુનિયાનું સૌથી તાકાતવર નાગરિક-સમાજ સંગઠન બની ગયું છે.

Web Title: Wall street journal says bjp is worlds most important party

Best of Express