Nuclear : ભારત (India) અને પાકિસ્તાને (Pakistan) રવિવારે પોતાના તે પરમાણુ સ્થળોની યાદી એકબીજાને સોંપી છે જેના પર દુશ્મની વધવાની સ્થિતિમાં પણ હુમલો કરી શકાશે નહીં. આવું 32 વર્ષની પરંપરાને યથાવત્ રાખતા કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે પણ આની સાથે જોડાયેલ એક નિવેદન જાહેર કર્યું છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં એક સાથે રાજનિયક ચેનલોના માધ્યમથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધાઓ પર હુમલાને રોકવા અંતર્ગત સમજુતી કરી છે.
સમજુતી અંતર્ગત શું થયું?
આ સમજુતી અંતર્ગત ભારત અને પાકિસ્તાને રવિવારે પોતાની એટમી સંસ્થાનોની યાદી એકબીજા સાથે શેર કરી હતી. આ મામલા પર વિદેશ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે આ સિલસિલો છેલ્લા 32 વર્ષોથી ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાને પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ પર હુમલો નહીં કરવાની સમજુતી અંતર્ગત આ લિસ્ટ શેર કરી છે.
આ પણ વાંચો – કાબુલમાં સૈન્ય એરપોર્ટ પર જોરદાર બ્લાસ્ટ, ઘણા લોકોના મોતના સમાચાર
આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં ફૂટનીતિક માધ્યમોથી એકસાથે પુરી કરી છે. આ સમજુતી પ્રમાણે બન્ને દેશોને પરમાણુ સુવિધાઓ વિશે એકબીજાને સૂચિત કરવાનું હોય છે. આ પ્રક્રિયા 1 જાન્યુઆરી 1992થી યથાવત્ છે.
એટમી હથિયારોને લઇને પણ થઇ સમજુતી
આ સમજુતી અંતર્ગત બન્ને દેશો વચ્ચે એટમી ખતરાને લઇને પણ સમજુતી થઇ છે. આ 2017માં પાંચ વર્ષ માટે વધારવામાં આવ્યું હતું. આ સમજુતી અંતર્ગત એટમી હથિયારો સાથે જોડાયેલી દુર્ઘટનાને લઇને કામ કરવાનો ઉદ્દેશ્ય જોડાયેલો હતો. જે અંતર્ગત એટમી હથિયારોથી દુર્ઘટના થવા પર એકબીજાને સૂચના આપશે. આવું રેડિએશનના કારણે સરહદ પર થઇ રહેલા નુકસાનને કારણે કરવામાં આવે છે. આ સમજુતી 21 ફેબ્રુઆરી 2007ના રોજ લાગુ કરવામાં આવી હતી. પ્રથમ વખત તેને 2012માં પાંચ વર્ષ માટે વધારવામાં આવી હતી.