scorecardresearch

પાકિસ્તાન – ચીનના સાયબર એટેક રોકવા ભારતીય સેનાએ નવી ડિફેન્સ સિસ્ટમ વિકસાવી, હની ટેપ અને હેકિંગ અટકશે

India army Cyber Defence units : ભારતીય સેના બદલાતા સમય અનુસાર પોતાને સજ્જ અને અપગ્રેડ કરી રહી છે. જેના ભાગરૂપે હવે સાયબર એટેકને રોકવા માટે નવું સ્પેશલિસ્ટ યુનિટ બનાવ્યું છે.

indian army
ભારતીય સેના બદલાતા સમય અનુસાર પોતાને સજ્જ અને અપગ્રેડ કરી રહી છે.

ચીન અને પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ રણનીતિ તૈયાર કરી રહ્યા છે. બદલાતા સમયમાં ભારતને નિશાન બનાવવા માટે આ બંને દેશોએ ઓનલાઈન ડોમેનમાં પોતાની ‘ગંદી’ ગતિવિધિઓ વધારી છે. હવે પાકિસ્તાન અને ચીનના વર્તમાન જોખમો અને પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ તેની સાયબર વોરફેર પહેલ હેઠળ નવા સ્પેશલિસ્ટ યુનિટ્સ એકમોને કાર્યરત કર્યા છે.

ભારતીય સેનાના નવા સ્પેશલિસ્ટ યુનિટ્સને કાર્યરત કરવાનો નિર્ણય ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડે દ્વારા આ મહિનાના ત્રીજા સપ્તાહમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં લેવામાં આવ્યો હતો.

સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, આ સ્પેશિયલ ડોમેનમાં સંચાર નેટવર્કની સુરક્ષા અને તૈયારીના સ્તરને વધારવા માટે ભારતીય સેનામાં કમાન્ડ સાયબર ઓપરેશન્સ એન્ડ સપોર્ટ વિંગ્સ (CCOSW)ની સ્થાપના કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યુ કે, ગ્રો ઝોન યુદ્ધ (Grey zone war)ની સાથે સાથે પરંપરાગત યુદ્ધ બંનેમાં સાયબર સ્પેસ સૈન્ય ડોમેન (cyber space domain)ના એક મહત્વપૂર્ણ ઘટકના રૂપમાં ઉભરી આવ્યું છે. નવી સ્પેશલિસ્ટ યુનિટનું મહત્વ અને જરૂરિયાતો અંગે સમજાવતા સુત્રોએ કહ્યુ કે, આપણા વિરોધીઓ દ્વારા સાયબર યુદ્ધની ક્ષમતાઓના વિસ્તરણે સાયબર ડોમેનને પહેલા કરતા ઘણુ વધારે સ્પર્ધાત્મક બનાવી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેના આજે નેટ સેન્ટ્રીસીટી તરફ ઝડપથી આગળ વધી રહી છે. આનાથી તમામ સ્તરે આધુનિક સંચાર પ્રણાલી પર નિર્ભરતા વધી છે. નવા એકમોની ભૂમિકા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ એકમો ભારતીય સેનાની સાયબર સુરક્ષા સ્થિતિને મજબૂત કરવા માટે આવશ્યક સાયબર સિક્યોરિટીની કામગીરી કરવા માટે ફોર્મેશન બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ Spy Balloon થી ભારતની પણ જાસૂસી કરી રહ્યું હતું ચીન, અમેરિકાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સેનાએ વર્ચ્યુઅલ હની ટ્રેપિંગ અને હેકિંગના રૂપે વિરોધીઓની આક્રમકતાનો સામનો કરવા માટે ઘણા પગલાંઓ લીધા છે. ડિફેન્સ સાયબર એજન્સી આ મુદ્દાઓને ઉકેલવા માટે ત્રણેય સેનાના સ્તરે કામગીરી કરી રહી છે.

Web Title: India army new specialist units cyber warfare initiatives against china pakistan

Best of Express