અમેરિકા દ્વારા તાજેતરમાં ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યા બાદ હવે એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ચીન માત્ર અમેરિકા જ નહીં ભાર અને જાપાન સહિ અનેક દેશની જાસૂસી કરી રહ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીને ભાતર સહિત અનેક દેશોને ટાર્ગેટ કરતા આ જાસૂસી બલૂનને સંચાલિત કરીને અનેક દેશોની સૈન્ય જાણકારીઓ એકઠી કરી છે. રિપોર્ટમાં કહેવા પ્રમાણે જે દેશોમાં ચીનની સામરિક રસ છે તેની જાસૂસી માટે પીપલ્સ લિબરેશન આર્મી જાસૂસી બલૂનનો ઉપયોગ કરે છે.
કયા કયા દેશોની જાસૂસી કરી રહ્યું હતું ચીન
વોશિંગટન પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના દક્ષિણ તટથી દૂર હૈનાન પ્રાંતમાં તાજેતરમાં જાસૂસી બલૂન સંચાલિત કરવાની ઘટના બની હતી. આ બલૂનથી જાપાન, ભારત,વિયતનામ, તાઇવાન અને ફિલિપીન્સ વગેરે દેશોની જાણકારી એકઠી થઇ હતી. વોશિંગટન પોસ્ટને આ રિપોર્ટ અનેક પૂર્વ રક્ષા અને ખાનગી અધિકારીઓના હવાલાથી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત કેટલાક મહિનાઓમાં હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં ઓછામાં ઓછા ચાર બલૂન દેખાયા હતા.
અમેરિકાએ 40 દૂતાવાસોને આપી જાણકારી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેડ વેંડી શર્મને ચીની બલૂનને નિશાન બનાવ્યા બાદ તેની જાણકારીઓ 40 દૂતાવાસોના 150 અધિકારીઓને આપી છે. અમેરિકાએ આ દેશોનો સંભાવિત ખતરો પ્રતિ ચેતવ્યા હતા. ઉલ્લેખનીય છે તાજેતરમાં અમેરિકાએ ચીનના જાસૂસી બલૂનને તોડી પાડવની મંજૂરી આપી હતી.
આ પછી યુએસ એરફોર્સે હાઇટેક એફ-22 રેપ્ટર એરક્રાફ્ટની મદદથી ચીનના બલૂનને તોડી પાડ્યું હતું. ત્રણ બસો જેવા આકારના આ બલૂનને છોડવાથી કોઈને નુકસાન થયું ન હતું, જેથી બલૂન એટલાન્ટિક મહાસાગર પર આવવાની રાહ જોઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃ- G20 summit 2023 : એક સમયે ખુશી-ખુશી ભેંસ પાળનારા ગામના સરપંચ જી20 પ્રવાસન મીટને કરશે સંબોધિત
જાસૂસીનો મામલો અગાઉ પણ ઉઠાવવામાં આવ્યો છે
તાજેતરમાં જ દિલ્હી પોલીસની વિશેષ ટીમે જાસૂસીના આરોપમાં બે લોકોની ધરપકડ કરી હતી. બંને ચીની નાગરિકો નોકરીના બહાને અહીં આવ્યા હતા. તે ભારતની સંવેદનશીલ માહિતી ચીનને મોકલતો હતો. ગુપ્તચર એજન્સીઓ તેમના પર લાંબા સમયથી નજર રાખી રહી હતી.