Harikishan Sharma , Liz Mathew , Manoj C G, Parliament Budget Session: સદનના બન્ને સદનમાં ગઇકાલે 8 ફેબ્રુઆરીના રોજ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા જોવા મળી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ અદાણીથી લઇને હિન્દુ-મુસ્લિમ વિષયો પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો.
પીએમ મોદીએ વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પલટવાર કરતા કહ્યું હતું કે, દેશની 140 કરોડ વસ્તી દ્વારા તેના અને તેમની સરકાર પરનો મજબૂત ભરોસો એક સુરક્ષા કવચ છે જેનો ન તો દુરઉપયોગ કે જૂઠાણું ભેદી શકે છે.
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં આરોપ લગાવ્યો હતો કે અદાણી જૂથનો ઉદય મોદી અને તેમની સરકારના રાજકીય સમર્થનના ઈશારે થયો હતો.
રાહુલ ગાંધીના આ આરોપનો પીએમ મોદીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, દેશની જનતાનો તેમના પર જે અતૂટ વિશ્વાસ છે તે વિપક્ષની સમજથી પરે છે. 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસનો સુરક્ષા કવચ મારી પાસે છે અને તેમનું આ જૂઠાણું આ કવચને ભેદી શકશે નહીં. તદ્દઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે જીવનની દરેક ક્ષણને દેશની જનતા માટે ઉપયોગ કર્યો છે અને આ રાજકીય સ્થિરતા એ નિર્ણાયક સરકારનો સમય હતો.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જે અહંકારમાં ડુબેલા રહે છે તેમને એવું લાગે છે કે, મોદીને ગાળો ભાંડીને જ અમારો રસ્તો સાફ થશે અથવા મોદી પર ખોટા કાવાદાવા કે ગંદા આરોપ લગાવીને જ તેમનો રસ્તો પાર પડશે…મોદી પર લોકોનો ભરોસો અખબાર દ્વારા પેદા નથી થયો….મોદી પર આ ભરોસો ટીવી પર ચહેરો ચમકવાથી નથી પણ આવ્યો.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જે અહંકારમાં ડુબેલા રહે છે તેમને એવું લાગે છે કે, મોદીને ગાળો ભાંડીને જ અમારો રસ્તો સાફ થશે અથવા મોદી પર ખોટા કાવાદાવા કે ગંદા આરોપ લગાવીને જ તેમનો રસ્તો પાર પડશે…મોદી પર લોકોનો ભરોસો અખબાર દ્વારા પેદા નથી થયો….મોદી પર આ ભરોસો ટીવી પર ચહેરો ચમકવાથી નથી પણ આવ્યો. પીએમ મોદીએ વિપક્ષને સવાલ કર્યો હતો કે, શું મફત રાશન મેળવનાર 80 કરોજ દેશવાસીએ ક્યારેય તેના પર વિશ્વાસ કરશે? રાહુલ ગાંધીના તેમના પર લગાવેલા આક્ષેપ મામલે પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, તેમણે આપેલી ગાળો અને આરોપો સામે તે કરોડો ભારતીયોને ગુજરવુ પડશે જેઓને દશકો સુધી સંકટમાં રહેવા માટે મજબૂર કરાયા હતા.
કોંગ્રેસ નેતાનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, “કેટલાક લોકો પોતાના અને પોતાના પરિવાર માટે જીવે છે, પરંતુ મોદી દેશના 25 કરોડ પરિવારો માટે જીવે છે.” તેમના 87 મિનિટના ભાષણ દરમિયાન, વિપક્ષ તરફથી”અદાણી, અદાણી,” અને “જેપીસી, જેપીસી”ના આહ્વવાન વચ્ચે, મોદીએ અદાણી જૂથ વિશે રાહુલ ગાંધીના આક્ષેપોનો કોઈ સીધો સંદર્ભ આપ્યો ન હતો. તેમણે યુપીએના વર્ષોનો હવાલો આપી તેમને પરેશાન કરનારા કૌભાંડોની યાદી આપી.
2004-2014ને “હારી ગયેલો દાયકા” ગણાવતા તેમણે કહ્યું કે યુપીએ દરેક તકને કટોકટીમાં ફેરવવાનું વલણ ધરાવે છે. તેથી I-T બૂમ 2G કૌભાંડ, ભારત-યુએસ પરમાણુ કરાર, વોટ માટે રોકડ કૌભાંડ, એનર્જી બ્લેકઆઉટ કોલસા કૌભાંડમાં ફસાઈ ગઈ. પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે કોઈ વ્યક્તિ વિશ્લેષણ સાથે આગળ આવે અને આલોચના કરે જેથી દેશને તેનો લાભ મળી શકે. “નિરાશામાં ડૂબેલા કેટલાક લોકો દેશની પ્રગતિને સ્વીકારી શકતા નથી.”
જ્યારે તમે ચૂંટણી હારી જાઓ ત્યારે ઈવીએમને દોષ આપો, ચૂંટણી પંચની ટીકા કરો આ ઉપરાંત જો સુપ્રિમ કોર્ટ સાનુકૂળ નિર્ણય ન આપે તો સુપ્રીમ કોર્ટની ટીકા કરો… ભ્રષ્ટાચારની તપાસ થતી હોય તો તપાસ એજન્સીઓને ગાળો ભાંડે છે. જો સેના બહાદુરી બતાવે, સશસ્ત્ર દળોને ગાળો આપે છે અને તેના પર આક્ષેપો કરે છે. જ્યારે આર્થિક પ્રગતિની વાત આવે ત્યારે આરબીઆઈની ટીકા કરે છે.