scorecardresearch

ભારત ચીન સંઘર્ષ :ગલવાન પછી ચીને સંરક્ષણ બજેટમાં 52 બિલિયન ડોલર વધાર્યા, ભારતનું કુલ બજેટ માત્ર 71 બિલિયન ડોલર

India China News: ભારત અને ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટર ((Tawang Sector)) માં તાજેતરમાં જ અથડામણ થઈ છે, તો જોઈએ ભારત અને ચીન વચ્ચે સંરક્ષણ બજેટ (India China Defence Budget Comparison) માં કેટલું અંતર છે. કોની પાસે કેટલી સૈન્ય તાકાત.

ભારત ચીન સંઘર્ષ :ગલવાન પછી ચીને સંરક્ષણ બજેટમાં 52 બિલિયન ડોલર વધાર્યા, ભારતનું કુલ બજેટ માત્ર 71 બિલિયન ડોલર
ભારત અને ચીન વચ્ચે સંરક્ષણ બજેટમાં કેટલું અંતર?

India China Clash: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટર (Tawang Sector) માં અથડામણ (India China Troops Clash) થઈ હતી. ભારતીય સેના (Indian Army) ના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકો (Chinese Army) તવાંગ સેક્ટરમાં ઘૂસી ગયા હતા. જે બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનના સૈનિકોની સંખ્યા 300ની આસપાસ હતી.

‘ધ હિંદુ’ના એક અહેવાલ મુજબ, અથડામણમાં ચીનની પીએલએને ભારત કરતા વધુ નુકસાન થયું છે અને તેમના સૈનિકો વધુ ઘાયલ થયા છે. બીજી તરફ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું છે કે, ચીની સૈનિકોએ યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો અને હાથાપાઈ શરૂ કરી (India China Troops Clash in Arunachal). આપણા જવાનોએ બહાદુરીથી જવાબ આપ્યો છે. આપણો કોઈ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો નથી કે કોઈ જવાને જીવ ગુમાવ્યો નથી.

ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતાં 3 ગણું વધુ છે (India China Defence Budget Comparison)

ચીન છેલ્લા કેટલાક વર્ષોથી સતત તેના સંરક્ષણ બજેટમાં વધારો કરી રહ્યું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગલવાન અને લદ્દાખમાં ભારત સાથેની અથડામણ બાદ ચીને આ વર્ષે તેનું વાર્ષિક બજેટ (China Defence Budget 2022) વધારીને 261 બિલિયન ડૉલર કર્યું છે. જે વર્ષ 2021માં 209 બિલિયન ડૉલર હતું. બીજી તરફ, ભારતનું વાર્ષિક સંરક્ષણ બજેટ $71.1 બિલિયન (India Defence Budget 2022) છે. સંરક્ષણ બજેટની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે, પરંતુ ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા 3 ગણાથી વધુ છે.

ભારતીય અને ચીની સૈન્ય સ્થિતિ (India vs China Army Comparison 2022)

ભારત અને ચીન આર્મીની સરખામણી કરીએ તો, ભારત પાસે કુલ 3,544,000 સૈનિકો (Indian Army Manpower) છે. આમાં 14,44,000 સક્રિય અને 21,00,000 અનામત જવાનો છે. ગ્લોબલ ફાયરપાવરના અહેવાલ મુજબ, ચીનની પીએલએ આર્મી (Chinese PLA Army Manpower) પાસે કુલ 2,693,000 સૈનિકો છે, જેમાંથી 21,83,000 સક્રિય છે અને 5,10,000 અનામત સૈનિકો છે.

જો આપણે બંને દેશો વચ્ચેના હથિયારોની સરખામણી કરીએ તો ટેન્કના મામલામાં ભારત ચીન પર પ્રભુત્વ ધરાવે છે. ભારત પાસે 4292 ટેન્ક છે જ્યારે ચીન પાસે 3501 ટેન્ક છે. એ જ રીતે ચીન પાસે 33,000 બખ્તરબંધ વાહનો છે જ્યારે ભારત પાસે 8,686 વાહનો છે.

ચીન પાસે 3800 ઓટોમેટિક આર્ટિલરી છે જ્યારે ભારત પાસે માત્ર 235 ઓટોમેટિક આર્ટિલરી છે. એ જ રીતે ભારત પાસે 4060 ફિલ્ડ આર્ટિલરી છે જ્યારે ચીન પાસે 3600 છે. ભારત પાસે માત્ર 266 રોકેટ પ્રોજેક્ટર છે જ્યારે ચીન પાસે 2650 રોકેટ પ્રોજેક્ટર છે.

ભારત-ચીનમાં કોની વાયુસેના વધુ મજબૂત છે? (India vs China Air Force Comparison 2022)

જો આપણે ભારત અને ચીનના એરફોર્સની સરખામણી કરીએ તો આંકડામાં ચીન આપણા કરતા આગળ દેખાય છે. ભારત પાસે 538 કોમ્બેટ એરક્રાફ્ટ છે જ્યારે ચીન પાસે 1,232 છે. એ જ રીતે ભારત પાસે 172 સમર્પિત એટેક એરક્રાફ્ટ છે, જ્યારે ચીન પાસે આવા 371 એરક્રાફ્ટ છે.

ગ્લોબલ ફાયરપાવર અનુસાર, ભારત પાસે 77 વિશેષ મિશન પ્લેન છે, જ્યારે ચીન પાસે 111 છે. ભારત પાસે 722 હેલિકોપ્ટર છે જ્યારે ચીન પાસે 911 હેલિકોપ્ટર છે. ભારત પાસે 23 હેલો છે, જ્યારે ચીન પાસે 281 છે.

ભારત કે ચીનમાં કોની નૌકાદળ વધુ મજબૂત છે? (India vs China Navy Comparison 2022)

હવે ભારત અને ચીનની નૌકાદળ ની સરખામણી કરીએ તો, ભારત પાસે માત્ર એક જ એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે ચીન પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. એ જ રીતે ભારત પાસે 16 સબમરીન છે જ્યારે ચીન પાસે 74 સબમરીન છે.

ભારત પાસે 10 એરક્રાફ્ટ ડિસ્ટ્રોયર છે જ્યારે ચીન પાસે 36 છે. ભારત પાસે 3 માઈન વોરફેર છે જ્યારે ચીન પાસે 29 છે. એ જ રીતે ભારત પાસે 139 કોસ્ટલ પેટ્રોલ છે જ્યારે ચીન પાસે 220 છે.

કોની પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે? (India China Nuclear Weapons Comparison 2022)

ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે (India’s Total Nuclear Weapons) આ અંગે કોઈ સાર્વજનિક ડેટા નથી. Armed Forces.eu (armedforce.eu)ના એક રિપોર્ટ અનુસાર, ભારત પાસે અંદાજિત 150 પરમાણુ હથિયારો છે.

જુઓ વેબ સ્ટોરી : ભારત ચીન સંઘર્ષ, બળવાન કોણ?

બીજી તરફ ચીન પાસે 280થી વધુ પરમાણુ હથિયારો છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ચીન પાસે આનાથી વધુ પરમાણુ હથિયારો હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ચીને અત્યાર સુધીમાં 45 વખત પરમાણુ પરીક્ષણ કર્યું છે.

Web Title: India china clash tawang sector india china defence budget comparison