Kochi water metro : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વધુ એક નવી ભેટ આપવા જઈ રહ્યા છે. PM મોદી મંગળવારે (25 એપ્રિલ, 2023) દેશની પ્રથમ વોટર મેટ્રો રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉદ્ઘાટન સમારોહ તિરુવનંતપુરમમાં યોજાશે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારે શરૂ થનારી કોચી વોટર મેટ્રોને રાજ્યનો “ડ્રીમ પ્રોજેક્ટ” ગણાવ્યો હતો, જે કોચીના વિકાસને વેગ આપશે. રૂ. 747 કરોડના પ્રોજેક્ટ કોચી મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (KMRL). આ પ્રોજેક્ટ જર્મન ફંડિંગ એજન્સી Kreditanstalt für Wiederaufbau ની સહાયથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
કેરળના સીએમએ કહ્યું- ડ્રીમ પ્રોજેક્ટ
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કોચી વોટર મેટ્રોને રાજ્યનો “ડ્રીમ પ્રોજેક્ટ” ગણાવ્યો, જે કોચીના વિકાસને વેગ આપશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું, “વર્લ્ડ ક્લાસ #KochiWaterMetro ટેક ઓફ! તે કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડતી ડ્રિમ યોજના છે, અમારા પરિવાહન અને પર્યટક વિસ્તારો માટે રોમાંચક સમય આવવાનો છે.
વોટર મેટ્રો કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે
KMRL અને કોચી વોટર મેટ્રો લિમિટેડ (KWML)ના મેનેજિંગ ડિરેક્ટર લોકનાથ બેહેરાના જણાવ્યા અનુસાર, વોટર મેટ્રો 8 ઇલેક્ટ્રિક-હાઇબ્રિડ વોટિવ સાથે બે રૂટ – હાઇકોર્ટ-વાયપિન અને વિટિલા-કક્કનાડ પર સફર શરૂ કરશે. જે 26 એપ્રિલથી શરૂ થશે. એકવાર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય પછી, આ કાર્યક્રમ હેઠળ 78 વોટર બોટ ચલાવવામાં આવશે. તેમાં કુલ 38 ટર્મિનલ હશે, જેમાંથી ચાર ટર્મિનલ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા છે. કોચી બેકવોટર્સમાં 76 કિમીનું અંતર કાપશે, છ પંચાયતો અને ત્રણ નગરપાલિકાઓને આવરી લેશે. આ એશિયાની પ્રથમ વોટર મેટ્રો સેવા હશે. વોટર મેટ્રો કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે. આનાથી લોકોની અવરજવર સરળ બનશે અને સરકારને આવકનો સારો સ્ત્રોત મળશે.
કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી તમામ બોટ હાઇબ્રિડ અને બેટરી સંચાલિત છે. જો કે, તેમની પાસે બેકઅપ ડીઝલ-સંચાલિત જનરેટર છે. આ આધુનિક બોટ કેરળ જળ પરિવહન વિભાગ દ્વારા સંચાલિત કોચ્ચીની આસપાસના દ્વીપો માટે ફેરી સર્વિસિસની જગ્યા લેશે. જેને હંમેશા સુવિધા અને સુરક્ષાના ઉપાયોના કારણે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
મેટ્રોમાં અંગ્રેજી, હિન્દી અને મલયાલમમાં જાણકારી આપવામાં આવશે
મેટ્રોમાં અંગ્રેજી, હિન્દી અને મલયાલમમાં માહિતી આપવામાં આવશે. મેટ્રો રેલના કોચમાં ઉપલબ્ધ તમામ પેસેન્જર સુવિધાઓ બોટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય વોટ જેટીની ડિઝાઈન મેટ્રો સ્ટેશનની જેમ જ બનાવવામાં આવી છે. તમામ જેટી પર ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ હશે. જ્યારે સેવાઓ પૂરજોશમાં શરૂ થશે ત્યારે અંગ્રેજી, હિન્દી અને મલયાલમમાં જાહેરાત કરવામાં આવશે. એરકન્ડિશન્ડ કેબિનવાળી બોટમાં મુસાફરોનો પ્રવેશ અને બહાર નીકળવાની રીત મેટ્રોની જેમ જ રહેશે.
દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા
સૂત્રોએ જણાવ્યું કે, 7 કરોડ રૂપિયાની દરેક બોટમાં 50 લોકોની બેઠક ક્ષમતા સાથે 100 મુસાફરો જઈ શકે છે. વોટમાં દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા, માતાઓ માટે ફીડીંગ ચેમ્બર અને મોબાઈલ રિચાર્જની સુવિધા હશે. તમામ વોટ જેટીમાં વોટ્સ માટે ચાર્જિંગ સુવિધા હશે, જે આઠ સમુદ્રી માઈલ પ્રતિ કલાકની ઝડપે કામ કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોટમાં ઓટોમેટિક બોટ લોકેટિંગ સિસ્ટમ અને પેસેન્જર કંટ્રોલ સિસ્ટમ સહિત આધુનિક સુરક્ષા સુવિધાઓ હશે. બિન-પ્રદૂષિત બેટરી સંચાલિત વૅટ્સ પરંપરાગત વૉટ્સથી વિપરીત અવાજ-મુક્ત અને ઓછી લહેર સાથે ચલાવી શકાય છે. કોચીની બહારના ટાપુઓ પર રહેતા લોકોને આધુનિક પરિવહન સુવિધા આપવા ઉપરાંત, વોટર મેટ્રો કોચી બેકવોટર્સમાં પ્રવાસન ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો – સત્યપાલ મલિકના 2019 પુલવામાના દાવાનો મામલો, ‘ગવર્નર હતા ત્યારે કેમ ચૂપ રહ્યા’: અમિત શાહ
ભાડું કેટલું છે
KMRLએ કહ્યું કે, બંને રૂટ માટે લઘુત્તમ ટિકિટ ભાડું 20 રૂપિયા અને મહત્તમ 40 રૂપિયા હશે. બોટ સર્વિસ 15 મિનિટના અંતરાલથી દિવસમાં 12 કલાક ઉપલબ્ધ રહેશે. કોચી મેટ્રોને 2017માં લોન્ચ કરવામાં આવી હતી, અને વોટર મેટ્રો 2019માં શરૂ થવાની આશા હતી, પરંતુ કેટલાક કારણોના કારણે આમાં મોડુ થયું.