(અમૃતા નાયક દત્તા) ભારત તેની સૈન્ય શક્તિમાં સતત વધારો કરવાની સાથે સાથે તેને અદ્યનત હથિયારો અને સિસ્ટમથી સજ્જ કરી રહ્યો છે. દુશ્મનોનો સંહાર કરવા માટે ઇન્ડિયન એર ફોર્સે ‘વાયુલિંક સિસ્ટમ’ નામની એક નવી અદ્યતન ડિફેન્સ ટેકનોલોજી વિકસાવી અને તેને ટૂંક સમયમાં સરહદ પર તૈનાત કરવામાં આવશે.
‘વાયુલિંક સિસ્ટમ’ શું છે?
‘વાયુલિંક સિસ્ટમ’ એ એક પ્રકારની સ્વદેશી જામર-પ્રૂફ કમ્યુનિકેશન સિસ્ટમ છે અને ભારતીય વાયુસેનાના અધિકારીએ વિકસીત કરી છે. ભારતીય વાયુસેના (IAF) ટૂંક સમયમાં જ દેશની ઉત્તરી અને પૂર્વીય સરહદો પર સ્વદેશી જામર-પ્રૂફ કમ્યુનિકેશન સિસ્ટમ તૈનાત કરશે. આ સિસ્ટમનું નામ ‘વાયુલિંક સિસ્ટમ’ રાખવામાં આવ્યું છે. વાયુલિંક સિસ્ટમ સૈનિકોને જટિલ ઓપરેશન દરમિયાન વધારે સારી રીતે સંકલન કરવામાં મદદ કરશે. ઉપરાંત વર્ષ 2019ના બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ બડગામમાં અનપેક્ષિત ફ્રેટ્રિકાઇડની ઘટનાઓ પર પણ અંકુશ આવશે.
‘વાયુલિંક સિસ્ટમ’ કેવી રીતે ઉપયોગ બનશે?
‘વાયુલિંક સિસ્ટમ’ સૈનિકોને વિવિધ સૈન્ય ઓપરેશનમં ઘણી રીતે મદદરૂપ બનશે. ‘વાયુલિંક સિસ્ટમ’ આપણા સૈનિકોની ઓળખ કરવામાં પણ મદદ કરશે. ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર પાઇલટ વિંગના કમાન્ડર વિશાલ મિશ્રાએ ‘વાયુલિંક સિસ્ટમ’ વિકસાવી છે. તેમણે કહ્યું કે, આ સિસ્ટમ ખરાબ હવામાનમાં પણ બેઝ સ્ટેશન સાથે કનેક્ટિવિટી જાળવી રાખવામાં મદદ કરશે. જામર-પ્રૂફ કમ્યુનિકેશન યુદ્ધભૂમિની પારદર્શિતા વધારવામાં મદદ કરશે.
‘વાયુલિંક સિસ્ટમ’ પાઇલોટને સાચી અને સચોટ માહિતી આપશે
વાયુલિંક સિસ્ટમ’ ભારતીય વાયુ સેનાના પાઇલોટને વિમાન ઉડવાની પહેલા હવામાનની સાચી અને સચોટ માહિતી આપશે. આમ વાયુલિંક સિસ્ટમ ત્રણેય સૈન્ય દળો માટે ઉપયોગી છે. ગયા મહિને બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023 શોમાં ભારતીય વાયુસેના દ્વારા વાયુલિંક સિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે ‘વાયુલિંક સિસ્ટમ’ને તૈનાત કરવા માટેનું પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. “એકવાર ખરીદી પૂર્ણ થયા બાદ ઉત્તરના સરહદી વિસ્તારોમાં આ ડિફેન્સ સિસ્ટમ મોટા પાયે તૈનાત કરવામાં આવશે.
પશ્ચિમ-ઉત્તર સરહદે પહેલાથી જ સિસ્ટમ તૈનાત છે ‘વાયુલિંક સિસ્ટમ’
એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ જણાવ્યું કે, ” ઇન્ડિયન એરફોર્સે પશ્ચિમ અને ઉત્તર દિશાની સરહદો પર ટ્રાયલ ધોરણે ‘વાયુલિંક સિસ્ટમ’ પહેલેથી જ તૈનાત કરી છે. અમે ભવિષ્યમાં સિસ્ટમની પહોંચ અને વ્યવહારિકતાને વધુ વધારવાની યોજના બનાવીએ છીએ. ‘વાયુલિંક સિસ્ટમ’ એક પ્રકારની ડેટા લિંક કમ્યુનિકેશન સિસ્ટમ છે. એકવાર એરક્રાફ્ટમાં ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ સિસ્ટમ સુરક્ષિત ચેનલ પર એન્ક્રિપ્ટેડ ટ્રાફિક ડેટા તેમજ અન્ય એરક્રાફ્ટની સ્થિતિની માહિતી પ્રદાન કરવામાં મદદ કરે છે.
‘વાયુલિંક સિસ્ટમ’ની વિશેષતાઓ…
- યુદ્ધ વખતે વાયુલિંક સિસ્ટમ ફ્રેટ્રિકાઇડની ઘટનાઓ રોકવામાં મદદ કરે છે.
- આ સિસ્ટમની મદદથી ફાઈટર પ્લેનની સામસામે અથડામણને પણ રોકી શકાય છે.
- ‘વાયુલિંક સિસ્ટમ’ માત્ર વાયુસેના માટે જ નહીં પરંતુ આર્મી અને નેવી માટે પણ ઉપયોગી છે.
- ‘વાયુલિંક સિસ્ટમ’ રિયલ ટાઇમ ટાર્ગેટને સેટ કરવામાં પણ મદદ કરે છે.
- આ સિસ્ટમ જટિલ કામગીરી દરમિયાન વધારે સારી રીતે સંકલન કરવામાં મદદ કરે છે.
- વાયુલિંક સિસ્ટમ આપણી સેના ક્યા સ્થળે છે, જે જાણવામાં પણ મદદ કરે છે.