જાન્યુઆરી 2023માં સ્પેશિયલ સિલેક્શન બોર્ડ દ્વારા 1992થી 2006 બેચના 244માંથી કુલ 108 મહિલા અધિકારીઓને કર્નલ પદ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમણે દેશભરમાં સેનાના વિવિધ એકમોમાં કમાન્ડની ભૂમિકા નિભાવી છે. આ સંદર્ભે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કમાન્ડની ભૂમિકા માટે સૂચિબદ્ધ 108 મહિલા અધિકારીઓમાંથી લગભગ 60 ટકા મહિલાઓને નિમણૂંકો માટે સોંપવામાં આવી હતી. જે અગાઉ કર્નલ દ્વારા રાખવામાં આવી હતી. ત્યારે આ મામલે મહિલા અધિકરીઓના એક જૂથે સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો છે.
મહિલા અધિકારીઓના એક જૂથનો આરોપ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં મહિલા અધિકારીઓના એક જૂથે સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, ‘તેમને કમાન્ડ દ્વારા એપોઇન્ટમેન્ટ આપવાના આડે સેનાએ અસ્થાયી રૂપે એક પોસ્ટ અપગ્રેડ કરી હતી, જેમાં જુનિયર રેન્કના પુરુષ અધિકારીની અગાઉ નિમણૂક કરવામાં આવી હતી. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, પુનઃનિર્ધારિત નિમણૂંકો પુરૂષ અને મહિલા અધિકારીઓ બંને માટે હશે’.
આ મામલે એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘નવી-નવી નિમણૂંકોને પુરૂષ અને મહિલા અધિકારીઓ બંને દ્વારા લેવામાં આવી રહી છે, જેથી કરીને કર્નલના પદ પર મહિલા અધિકારીઓની નિમણૂકમાં કોઈ અસમાનતા અને વિલંબ ન થાય. તેમજ આ નિમણૂંકો માત્ર મહિલા અધિકારીઓ સુધી મર્યાદિત નથી. સાથે જ કર્નલ રેન્કની નિમણૂંકમાં પુરૂષ અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે’.
141 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી
કમાન્ડની ભૂમિકાઓ માટે મંજૂર કરાયેલી મહિલા અધિકારીઓ વિશે વાત કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, કર્નલના રેન્કમાં તેમની વરિષ્ઠતાની તિથિ પુરૂષ બેચમેન્ટસ સમાન જ રહેશે. જ્યારે પણ સરકાર દ્વારા કર્નલની રેન્કમાં વધારાની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવે છે, ત્યારે સેના કમાન્ડની તકો વધારવા માટે કમાન્ડની નિમણૂંકો ફરીથી નિયુક્ત કરે છે. “એવી જ પુનઃમૂલ્યાંકન અગાઉ AV સિંઘ સમિતિની ભલામણોના અમલીકર વખતે અને વર્ષ 2015માં વધારાની ખાલી જગ્યાઓ મુક્ત કરવા દરમિયાન કરવામાં આવી હતી. જ્યારે સહાયક હથિયારોમાં બટાલિયન કમાન્ડિંગ અધિકારીઓની ઉંમર ઘટાડવા માટે વધારાની 141 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી.
તદ્દઉપરાંત અધિકારીઓએ કહ્યું કે , વર્ષ 2009 પછી તમામ બેચ માટે કોમન જેન્ડર-ન્યુટ્રલ કર્નલ સિલેક્શન બોર્ડની સ્થાપના કરવામાં આવશે. મહિલા અધિકારીઓને તાત્કાલિક અસરથી બ્રિગેડિયર તરીકે પસંદગી માટે તેમના પુરૂષ સાથીઓ સાથે ધ્યાનમાં લેવામાં આવશે જ્યાં તેમને તેમની યોગ્યતા અને તુલનાત્મક પ્રોફાઇલના આધારે ગ્રેડ આપવામાં આવશે. મહિલા અધિકારીઓને ઓપરેશનલ, ઇન્ટેલિજન્સ, લોજિસ્ટિક્સ અને વહીવટી પાસાઓના તમામ પાસાઓ પર ઓરિએન્ટ કરીને તેમને તૈયાર કરવા માટે એક વિશેષ વરિષ્ઠ કમાન્ડ કોર્સ યોજવામાં આવ્યો છે.
10 મહિલા અધિકારીઓને સામેલ કરાશે
“મહિલા અધિકારીઓની વધતી સંખ્યા હવે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોર્સ (DSSC)/MTech અને સમકક્ષ અભ્યાસક્રમો માટે સ્પર્ધા કરી રહી છે. આ વર્ષે ચાર મહિલા અધિકારીઓએ પ્રતિષ્ઠિત DSSC પરીક્ષા પાસ કરી છે, જે તેમને કમાન્ડ એપોઇન્ટમેન્ટ માટે સશક્ત બનાવશે. લગભગ 10 મહિલા અધિકારીઓને આ વર્ષે પ્રથમ વખત રેજિમેન્ટ ઓફ આર્ટિલરીમાં સામેલ કરવામાં આવશે, જેની શરૂઆત પાંચ અધિકારીઓના પ્રથમ સેટથી થશે, જેઓ 29 એપ્રિલે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈથી આર્મીમાં જોડાઈ રહ્યા છે.
આગામી બેથી ત્રણ વર્ષમાં લગભગ 40 વધુ મહિલા અધિકારીઓને કર્નલ (સિલેકશન ગ્રેડ)ના હોદ્દા પર મંજૂર કરવામાં આવનાર છે. પુરૂષ અધિકારીઓ માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓને અસર કર્યા વિના 2009 બેચ સુધીના મહિલા અધિકારીઓ માટે 150 વધારાની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.