scorecardresearch

મને પહેલાથી જાણકારી હતી, હું આખી રાત ઊંઘ્યો નથી, ભગવંત માને જણાવી અમૃતપાલ સિંહની ધરપકડની Inside Story

Amritpal Singh arrest : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે જે પણ લોકો દેશની સુરક્ષામાં ખતરો બનશે તેમને કોઇપણ કિંમતે છોડવામાં આવશે નહીં. તેમની સામે સખત કાર્યવાહી થતી રહેશે

Punjab CM Bhagwant Mann
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન

અમૃતપાલ સિંહની ધરપકડ પછી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમના તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાને લઇને વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે ભાર આપીને કહ્યું કે તેમને આ કાર્યવાહી વિશે પહેલાથી જ પુરી જાણકારી હતી અને તે આ કારણે આખી રાત ઊંઘ્યા પણ ન હતા.

સીએમ ભગવંત માને કહ્યું કે પંજાબ પોલીસે ધાર્યું હોત તો 18 માર્ચે જ અમૃતપાલની ધરપકડ કરી શકી હોત. જોકે પોલીસે ત્યારે સંયમનો પરિચય આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ પણ કહ્યું કે જે પણ લોકો દેશની સુરક્ષામાં ખતરો બનશે તેમને કોઇપણ કિંમતે છોડવામાં આવશે નહીં. તેમની સામે સખત કાર્યવાહી થતી રહેશે. મુખ્યમંત્રી અમૃતપાલની ધરપકડથી ખુશ છે અને તેમની તરફથી પંજાબ પોલીસની ઘણી પ્રશંસા કરવામાં આવી છે.

ધરપકડ પહેલાની ઘટનાઓને લઇને સીએમ ભગવંત માને કહ્યું કે હું તો દર 15 મિનિટે પોલીસ સાથે વાત કરી રહ્યો હતો. મારો ફક્ત એક જ ઉદ્દેશ્ય હતો કે ધરપકડ દરમિયાન કોઇપણ જાતની હિંસા ના થવી જોઈએ. પંજાબ માટે મારી એક દિવસની ઊંઘ ભલે જતી રહે પણ કાનૂન વ્યવસ્થા બની રહેવી જરૂરી છે.

આ પણ વાંચો – અમતૃપાલ સિંહની ધરપકડ – તેને પંજાબમાં નહીં પણ આસામની જેલમાં રખાશે, જાણો શા માટે

કોઇ સામાન્ય માણસને પરેશાન કરવો નથી

ભગવંત માને એ વાત ઉપર પણ ભાર આપ્યો કે જ્યારથી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, લોકોની સુરક્ષા અને કાનૂન વ્યવસ્થાને મજબૂત કરવા પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેમની સરકાર અને પંજાબ પોલીસની નીયતી કોઇપણ સામાન્ય નાગરિકને પરેશાન કરવાની નથી. સરકાર તરફથી પ્રોપેગેન્ડાવાળી રાજનીતિ કરવામાં આવતી નથી.

અજનાલાવાળી ઘટના પર સ્પષ્ટતા કરતા સીએમ માને કહ્યું કે પોલીસે ધાર્યું હોત તો ઉપદ્રવીઓને ત્યારે પણ રોકી શકતી હતી. જોકે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે ગુરુ ગ્રંથ સાહેબની મર્યાદાને આંચ આવવી જોઈએ નહીં. સીએમના મતે અમૃતપાલ અને તેના સાથીઓએ ગુરુ ગ્રંથ સાહેબની સવારીને હથિયાર બનાવીને પોલીસ સ્ટેશનમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી પોલીસે તાત્કાલિક કોઇ એક્શન લીધા ન હતા.

18 માર્ચથી ફરાર હતો અમૃતપાલ

અમૃતપાલ સિંહની રવિવારે સવારે પંજાબમાં મોગાથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દે ના સભ્યો સામે 18 માર્ચે કાર્યવાહી કરી હતી.

Web Title: Punjab cm bhagwant mann after amritpal singh arrest says action will be taken against those who disrupt countrys peace

Best of Express