વાસિર ડે પંજાબના વડા અને ખાલિસ્તાની સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતપાલ સિંહની ધરપકડ કરાયા બાદ પંજાબ પોલીસ તેને અમૃતસર લઈ ગઈ હતી અને હવે ત્યાંથી તેને આસામની તે જેલમાં લઇ જવામાં આવશે જ્યાં તેના સમર્થકો અને સાથીદારોને રાખવામાં આવ્યા છે.
આ પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમૃતપાલ સિંહે રોડવાલ ગુરુદ્વારામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ માટે કોલ કર્યો હતો. કેટલાક અહેવાલો એવા પણ છે કે અમૃતપાલ સિંહ ગુરુદ્વારા પહોંચ્યા બાદ જથૈરે પોલીસને તેની જાણ કરી હતી. ત્યારબાદ મોગા પોલીસે તેની ગુરુદ્વારામાંથી ઝડપી લીધો અને ત્યાંથી ત્યારબાદ પંજાબ પોલીસ તેને અમૃતસર લઈ ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમૃતપાલ સિંહ ધરપકડ બાદ ગુરુદ્વારામાં પ્રવચન પણ આપી ચૂક્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ અમૃતપાલ સિંહ શનિવારે રાત્રે જ રોડવાલ ગામના ગુરુદ્વારા પહોંચ્યો હતો. અમૃતપાલ સિંહે રવિવારે સવારે જાગ્યા બાદ સ્નાન કર્યું અને લોકોને સંબોધન કર્યા પછી તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતપાલ સિંહને જે ગામમાંથી ઝડપી લેવાયો છે, ત્યાંના લોકોએ કોઇ વિરોધ કર્યો ન હતો. રોડવાલ ગામમાંથી અત્યંત શાંતિપૂર્વક અમૃતપાલની ધરપકડ કરાઇ છે. અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પજાબ પોલીસે લોકોને શાંતિ અને સદભાવ જાળવી રાખવા અને ખોટા સમાચાર ન ફેલાવવા અપીલ કરી હતી.
અમૃતપાલ સિંહ કોણ છે?
અમૃતપાલ સિંહને સરકાર ખાલિસ્તાની સમર્થક અને પાકિસ્તાની એજન્ટ માને છે. તે 18 માર્ચથી ફરાપ હતો. તે જલંધરમાં પોલીસ દ્વારા તેની ધરપકડની સામે વિરોધ અભિયાન ચલાવતો હતો અને તેમાં સફળ રહ્યો હતો. અમૃતપાલ સિંહ અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલા બાદ લાઇમ લાઇટમાં આવ્યો છે. તેને ભિંડરવાલે 2.0 તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમૃતપાલ સિંહના 3 મહત્વપૂર્ણ સમાચાર વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ ઝડપાયો, પંજાબ પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યું પંજાબ : કોણ છે અમૃતપાલ સિંહ? તલવારોના દમ પર પોલીસ સ્ટેશન પર કર્યો કબજો, અમિત શાહને પણ આપી ચૂક્યો છે ધમકી અમતૃપાલ સિંહ : દુબઇનો ટ્રક ડ્રાઇવર કેવી રીતે બન્યો ‘વારિસ પંજાબ દે’નો ચીફ, ખાલિસ્તાન અને ISI સાથે પણ છે સંપર્ક અમૃતપાલ સિંહના સાથીઓને પંજાબ પોલીસ કેમ લઇ ગઇ 2500 કિમી દૂર અસમમાં? જાણો શું છે હથિયાર પર લખેલા AKFનો અર્થ
સરકારની વાત માનીયે તો અમૃતપાલ સિંહ યુવાનોને ભડકાવીને મોટું ષડયંત્ર રચી રહ્યો હતો. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતો. તે પંજાબમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પંજાબના સીએમ ભગવંત માન તેમના વિરુદ્ધ ઓપરેશન શરૂ કરતા પહેલા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.