Kiran Parashar , Asad Rehman : તાજેતરમાં પાકિસ્તાની યુવતી અને ભારતીય યુવકની પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની છે. ઓનલાઇન ગેમ લુડો દ્વારા વર્ષ 2019માં પરિચય થયા બાદ ઇરકા અને મુલાયમ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમને પામવા માટે યુવક યુવતીએ શરહદો વટાવી દીધી હતી. યુવકે પાકિસ્તાની પ્રેમિકાને પાકિસ્તાનથી નેપાળ અને ત્યાં લગ્ન કર્યા બાદ નેપાળથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ઇરકાની એક ભૂલે સમગ્ર પ્રેમ કહાનીનો ભાંડો ફોડ્યો હતો. અને છેવટે ઇરકાને પાછું પાકિસ્તાન જવું પડ્યું હતું.
ગૃહનગરમાં ટ્યૂશન આપનારી કોલેજીયન યુવતી અને ધોરણ 10 પાસ સુરક્ષા ગાર્ડે 2022માં ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનમાં પોતાના માતા-પિતાને કરવામાં આવેલા વ્હોટ્સએપ કોલ અંગે જ્યારે બેંગલુરુ પોલીસને જાણ થતાં 23 જાન્યુઆરીએ ઇકરાને ગેરકાયદે ભારતમાં પ્રવેશ કરવા અને શહેરમાં રહેવા માટે પોતાની ઓળખ બનાવવા માટે ધરપકડ કરી હતી. જ્યારે મુલાયમને એક પાકિસ્તાની નાગરિકને આશ્રય આપવા માટે ધરપકડ કરવામાં આવ્યો હતો.
રવિવારે 19 ફેબ્રુઆરીએ ઇકરાને ભારત-પાકિસ્તાન સીમા ઉપર ઇમિગ્રેસન અધિકારીને સોંપવામાં આવી હતી અને પાકિસ્તાન મોકલાઈ હતી. ડેપ્યુટી પોલીસ કમિશ્નર એસ ગિરીશે ધ ઇન્ડિયન એક્સપ્રેસને પુષ્ટી કરી હતી કે ઇકરાને રવિવારે પાકિસ્તાન મોકલી દેવાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇરકાએ પોતાના પતિ સાથે પાછળું આખું જીવન રહેવા દેવા અને પાકિસ્તાન પાછા ન મોકલવા માટે વિનંતી કરી હતી.
બેંગ્લુરુના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “ધરપકડ બાદ ઇરકા એકમાત્ર અનુરોધ કરતી હતી કે તેને ભારતમાં પોતાના પતિ સાથે રહેવું હતું. તે તેના પતિને ખુબ જ પ્રેમ કરે છે. મને કપલ માટે દુઃખ છે. પરંતુ કાયદના એક અધિકારીના રૂપમાં અમે કંઇ ન કરી શકતા ન્હોતા.”
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મકસૂદન ગામમાં બેંગ્લુરુથી 1500 કિમીથી વધારે દૂર 55 વર્ષીય શાંતિ યાદવ જેમણે ક્યારે પોતાની પાકિસ્તાની પુત્રવધુને મળ્યા નથી. તેઓ કહે છે કે તેમને પરત મોકલો, એકને નહીં બંનેને. જ્યારે બધા લોકો રાજી છે તો શું વાંધો છે?
જોકે, મામલાની તપાસ કરનાર એક અધિકારીએ કહ્યું કે પ્રેમમાં પાગલ થઈને મુલાયમે ઇકરાને ભારત લાવવાની યોજના બનાવી હતી. સપ્ટેમ્બર 2022માં જ્યારે દુબઈના રસ્તે કાઠમાંડુ માટે તેણે વિમાનની ટિકિટ ખરીદી હતી. તે ઇકરાને નેપાળમાં મળ્યો હતો. જ્યાં તેમણે હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કરી લીધા હતા.
દંપતિએ પછી બસ દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને બેંગ્લુરુ ગયા હતા. જ્યાં તેઓ જન્નાસંદ્દા [દક્ષિણપૂર્વ બેંગ્લુરુ]માં એક મંદિર પાસે ભાડાના ઘરમાં રહેતા હતા. મુલાયમ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરવા માટે પરત ફર્યો હતો. જ્યારે ઇકરા પોતાના ઘરની દેખભાળ કરવામાં વધારે ખુશ હતી.
ઇરકાની રાષ્ટ્રીયતા ગુપ્ત રાખવા માટે મુલાયમે તેનું નવું ઓળખપત્ર બનાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે તેણે પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઇરકાનું ઓળખ પત્ર બનાવ્યું હતું. તેણે ફોટો અને નામ બદલી દીધું અને રિયા યાદવ કરી નાંખ્યું. પરંતુ નકલી આધાર કાર્ડથી નહીં પરંતુ ઇકરા દ્વારા પાકિસ્તાન કરવામાં આવેલા વ્હોટ્સએપ કોલ્સ સમગ્ર ભાંડો ફોડી દીધો હતો.
જી20 સમિટ અને એયરો ઇન્ડિયા 2023ની ત્રિમૂર્તીએ તેના પાકિસ્તાની હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એક અધિકારીએ કહ્યું કે જી20 શિખર સમ્મેલન અને એયરો ઇન્ડિયા 2023 પહેલા બેંગ્લુરુમાં એક પાકિસ્તાની નાગરિક અંગે જાણકારી મળી હતી. જેનાથી અમે વાસ્તવમાં ચિંતિત હતા. તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે આ એક પ્રેમ કહાની સિવાય કંઈ જ ન્હોતું. અમે ખાનગી એજન્સીઓને એ કહીને એક રિપોર્ટ મોકલી હતી કે સુરક્ષામાં કોઇ ખતરો નથી. તેણીએ માત્ર ગેરકાયદે ભારત પ્રવેશ કર્યું છે.
અન્ય તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ઇરકાએ પાકિસ્તાનને કરવામાં આવેલા કોલના કારણે કેન્દ્રીય ગુપ્ત એજન્સીનું ધ્યાન ગયું હતું. બેંગ્લુરુ આવ્યાના મહિનાઓ બાદ તેણે વ્હોટ્સએપ પર કોલ કર્યો હતો અને મુલાયમને સમીરના રૂપમાં રજૂ કર્યો હતો. અને એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યાની જાણકારી આપી હતી.
ઇરકા ઉર્દૂ લહેકાવાળી હિન્દી બોલતી હતી. જેના કારણે પડોશીઓને પણ ક્યારે પણ શક ગયો નહીં. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કતા અધિકારીએ જણાવ્યું હતું કે તેમના પડોશીઓએ કહ્યું કે દંપત્તી ખુશ લાગી રહ્યું હતું. અને ક્યારે ઝઘડો પણ થયો ન્હોતો. તેમાંથી એકે યાદ કર્યું, “તે કામ કરતો હતો અને ઇરકા ગૃહિણી હતી. અમને તેની [ઇકરાની રાષ્ટ્રીયતા] વિશે ત્યારે જ ખબર પડી જ્યારે પોલીસ જાન્યુઆરીમાં તેની ધરપકડ કરવા માટે આવી હતી.”
આ પણ વાંચોઃ- Earthquake in Turkey: તુર્કીમાં ફરીથી આવ્યો ભૂકંપ, 3 લોકોના મોત, 213 લોકો ઇજાગ્રસ્ત
મુલાયમના ભાઈ રંજીત યાદવે, 38 વર્ષીય, મકસૂદનના એક હલવાઈએ કહ્યું, “અમને મુલાયમના લગ્ન વિશે ખબર નહોતી. અમે તે છોકરીને ક્યારેય મળ્યા નથી, તેના વિશે ક્યારેય સાંભળ્યું નથી. પોલીસે ધરપકડ કર્યા બાદ અમને ખબર પડી કે તેણે પાકિસ્તાનની કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. પરંતુ તેનામાં આટલી મોટી ભૂલ નથી. પરિણીત છે. વો ભી સબકી મરઝી સે (પરંતુ એવું નથી કે તેણે કોઈ મોટી ભૂલ કરી છે. તેણે હમણાં જ લગ્ન કર્યા છે, અને તે પણ બધાની સંમતિથી). યુવતીના પરિવારજનો લગ્ન માટે સંમત થયા હતા. અને હવે, અમે પણ હતા.
આ પણ વાંચોઃ- Today history 21 February : આજનો ઇતિહાસ 21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિવસ, સ્વંત્રતતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન
આ પરિવાર પ્રયાગરાજથી લગભગ 30 કિમી દૂર ગામમાં એક પાકાં મકાનમાં રહે છે અને મુલાયમ, રણજીત અને તેમના ભાઈ જીતલાલની કમાણી, તેમની 5.5 વીઘા અને ત્રણ ગાય અને એક ભેંસ પર નિર્ભર છે. “મુલાયમ અને જીતલાલ 5-6 વર્ષ પહેલાં ગામના 20 છોકરાઓ સાથે બેંગ્લોર ગયા હતા. મુલાયમ ત્યાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.