scorecardresearch

ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીજીના ફોટાની માંગ: ચલણની ડિઝાઈન કોણ નક્કી કરે? ગાંધીજીનો ફોટો ક્યારથી આવ્યો?

Indian currency Ganesha-Lakshmiji photo : અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા ભારતીય ચલણ પર ગણેશજી અને લક્ષ્મીજીના ફોટાની માંગ બાદ રાજકીય ધમાસણ, તો જોઈએ ભારતીય ચલણની પર ડિઝાઈનનો અધિકાર કોને હોય છે? ગાંધીજીનો ફોટો (Gandhiji Photo) ક્યારથી આવ્યો?.

ભારતીય ચલણ પર ગણેશ-લક્ષ્મીજીના ફોટાની માંગ: ચલણની ડિઝાઈન કોણ નક્કી કરે? ગાંધીજીનો ફોટો ક્યારથી આવ્યો?
ચલણની ડિઝાઈન નક્કી કરવાનો અધિકાર કોને? ચલણ પર ગાંધીજીની તસવીર ક્યારે લાગી?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસવીરો છાપવાની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે દિવાળી પર આપણે સૌ સમૃદ્ધિ માટે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરીએ છીએ. ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે તો પણ ત્યાંની ચલણી નોટ પર ગણેશજીની તસવીર છે, તો આપણે ત્યાં કેમ નહીં.

સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ જ માગ કરી ચુક્યા છે – અરવિંદ કેજરીવાલ એવા પહેલા નેતા નથી કે જેમણે ચલણ પર ગણેશ-લક્ષ્મીની તસવીર છાપવાની માંગ કરી હોય. બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ જ માંગણી કરી છે. સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળા ‘સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાલા’ નામની વ્યાખ્યાન શ્રેણીને સંબોધિત કર્યા પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભગવાન ગણેશ વિઘ્ન દૂર કરે છે, હું કહું છું કે દેવી લક્ષ્મીનું ચિત્ર ભારતીય ચલણની સ્થિતિ સુધારી શકે છે.

ચલણની ડિઝાઈન નક્કી કરવાનો અધિકાર કોને?

ભારતમાં ચલણી નોટો જારી કરવાનો અધિકાર ફક્ત ભારતીય રિઝર્વ બેંકને જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 1949માં પ્રથમ વખત એક રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. 1947માં આઝાદી પછી, એવું લાગ્યું કે બ્રિટિશ રાજાની તસવીરને બદલે મહાત્મા ગાંધીની તસવીર લગાવવી જોઈએ, પરંતુ તે સમયની સરકારને આ મુદ્દે સર્વસંમતિ સાધવામાં ઘણો સમય લાગ્યો.

ચલણ પર ગાંધીજીની તસવીર ક્યારે લાગી?

ત્યારબાદ 1969માં રિઝર્વ બેંકે 100 રૂપિયાની સ્મારક નોટ જારી કરી. છપાયેલી તસવીરમાં ગાંધીજી બેઠેલા દેખાય છે અને પાછળ સેવા ગ્રામ આશ્રમ દેખાતો હતો. પરંતુ રાષ્ટ્રપિતાનું ચિત્ર નિયમિતપણે ચલણી નોટો પર 1987માં જ દેખાયું થયું. જેમાં 500 રૂપિયાની નોટોની સિરીઝ શરૂ કરવામાં આવી હતી, જેમાં હસતા ગાંધીની તસવીર હતી. ત્યારથી ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. ગાંધીજીના ચિત્ર પહેલા ચલણી નોટો પર ઘણી ડિઝાઇન અને છબીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોશું ખરેખર ઇન્ડોનેશિયન કરન્સીમાં છે ગણેશજીનું ચિત્ર? જાણો અરવિંદ કેજરીવાલના દાવાનું સત્ય

અગાઉ ઘણી અલગ-અલગ તસવીરો હતીઃ શરૂઆતમાં ચર્ચા હતી કે નોટ પર અશોક સ્તંભનું ચિત્ર છાપવામાં આવશે, ભારતમાં પહેલીવાર 1950માં બે, પાંચ, દસ અને સો રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. 1953માં બીજી કેટલીક નોટો છાપવામાં આવી હતી, બે અને પાંચના ચલણમાં સિંહ, હરણ વગેરેના ચિત્રો હતા. 1975માં ચાના બગીચા અને ખેતીને લગતા ચિત્રો છાપવામાં આવ્યા હતા.

(સ્ટોરી – George Mathew, અનુવાદ – કિરણ મહેતા)

Web Title: Indian currency ganesha lakshmiji photo rbi currency design gandhiji photo

Best of Express