/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-06T193002.852.jpg)
ઇન્દોર પોલીસે આરોપીઓને પરેડ કરાવી (Photo- Social Media)
Indore Police Parade Criminals On Khalnayak Song : પોલીસ ગુનેગારોને ઘણી રીતે સબક શીખવે છે અને આવ જ એક ઘટના ઇન્દોર શહેરમાં બની છે. ઇન્દોરમાં પોલીસે ત્રણ લોકોને ચાકુ મારવાના ગુનામાં બે યુવાનોની ધરપકડ કરીને પાઠ ભણાવ્યો છે. હકીકતમાં પોલીસે આરોપીઓ માટે વિલનનું ગીત વગાડ્યું અને પછી આખા શહેરમાં બધાની સામે પરેડ કરી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આરોપીઓ પરેડ કરતા જોઈ શકાય છે.
ખલનાયક હૂં મેં… ગીત પર પરેડ કરાવી
આ દરમિયાન આરોપીઓ પોતાના કાન પકડીને રોડ પર ચાલી રહ્યા છે. તેમની સાથે પોલીસ વાન પણ છે. જેમાં હું હીરો નથી પણ વિલન છું…ગીત જોર જોરથી વાગી રહ્યું છે. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે. આ દરમિયાન લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. લોકો જોઈ રહ્યા છે કે પોલીસ આરોપીઓને કેવો પાઠ ભણાવી રહી છે. આરોપીઓેને શરમ આવી રહી છે અને પોલીસની માફી માગતા જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે હવે તેઓ જીવનમાં ફરી આવી ભૂલ નહીં કરે.
વાસ્તવમાં, ઇન્દોર પોલીસે શનિવારે 2 સપ્ટેમ્બરના રોજ શહેરમાં ત્રણ લોકોની મારપીટ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસે તેમની કારમાં 'ખલનાયક' ગીત વગાડ્યું છે. તેઓ બંને આરોપીઓને રસ્તા પર પરેડ કરાવી રહ્યા છે.
કાન પકડીને આરોપીએ માફી માંગી
બંને આરોપીઓ પોલીસની માફી માગતા અને ભવિષ્યમાં ગુનો નહીં કરવાનું વચન આપતાં પણ જોઈ શકાય છે. ચાકુબાજીની ઘટના શહેરના સેક્ટર 74માં બની હતી. જ્યાં અમન વર્મા, રાહુલ ગુર્જર અને રાહુલ મરાઠા નામના ત્રણ લોકો બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યા હતા. આ પાર્ટીમાં આરોપી અમિત સોની અને પ્રીતમ કુશવાહાએ બળજબરી કરી આવી ગયા હતા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને આરોપીઓએ પીડિતાઓ પર ચાકુ વડે હુમલો કર્યો.
આ પણ વાંચો | ‘ગુજરાતમાં ગુનાનો આવો પહેલો કિસ્સો’ : ભાડાના ફ્લેટમાં હાઈડ્રોપોનિક પદ્ધતીથી ઉગાડ્યો ગાંજો, 3 ની ધરપકડ
આ ઘટનામાં ચાકુથી ઘાયલ થતા ત્રણેય મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બંને આરોપીઓ વિરુદ્ધ કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us