scorecardresearch

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023: ટોચની મહિલાઓની 10 મોસ્ટ પ્રેરણાદાયી શુભેચ્છાઓ

International womens day 2023 quotes: જ્યાં નારીઓનું પુજન કરવામાં આવે છે ત્યાં દેવતા પણ વાસ કરે છે. આ વાતને સાર્થક કરતો દિવસ એટલે આંતરરાષ્ટ્રી દિવસ. ત્યારે જાણો આ અહેવાલમાં આ દિવસને મનાવવાની પહેલ અને પ્રથમ ક્યા દેશથી થઇ હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 - international womens day 2023
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 – international womens day 2023

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD) મહિલાઓના મહત્વપૂર્ણ મુદ્દાઓને પ્રકાશિત કરવા અને તેમના અધિકારો પર ભાર આપવા માટે વિશ્વભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, 1900ના દાયકાના પ્રારંભમાં શરૂ થયેલ IWD એ “મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે.” આ દિવસ મહિલાઓની સમાનતાને વેગ આપવાની વાતનું પણ આહ્વાન કરે છે.

મહત્વનું છે કે, દર વર્ષે આ દિવસને એક વિશેષ થીમ સાથે ચિહ્નિત કરવામાં આવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ #EmbraceEquity છે. “જ્યારે તમે આ મહત્વપૂર્ણ દિવસનું અવલોકન કરવાની તૈયારી કરો છો, ત્યારે અહીં વિશ્વના કેટલાક પ્રેરણાત્મક અવતરણો છે જે દિવસના સારને કેપ્ચર કરે છે.

અહીં વિશ્વની કેટલીક પ્રેરણાત્મક શુભેચ્છાઓ દર્શાવવામાં આવી છે

સ્ત્રીના રૂપમાં આપણે કંઇ પણ હાંસિલ કરી શકીએ છીએ, તેની કોઇ સીમા નથી- મિશેલ ઓબામા, સંયુક્ત રાજ્ય અમેરિકા પૂર્વ પ્રથમ મહિલા

“એક મજબૂત સ્ત્રી બનવા માટે તમારે પુરૂષવાચી ભૂમિકા ભજવવાની કોઇ આવશ્યકતા નથી.” મૈરી એલિઝાબેથ વિન્સ્ટેડ

“જો હું રાષ્ટ્રની સેવામાં મૃત્યુ પામું તો પણ મને તેના પર ગર્વ થશે. મારા રક્તનું દરેક ટીપું આ દેશના વિકાસમાં યોગદાન આપશે અને તેને મજબૂત અને ગતિશીલ બનાવશે. – ઈન્દિરા ગાંધી, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન

“જ્યારે તમને બે વાર નિષ્ફ જાઓ છો, ત્યારે તમને એ વાતનો અહેસાસ થાય છે કે, સફળતા મેળવવી કેટલી અઘરી છે.” સ્ટેફી ગ્રાફ, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી

“માનવ અધિકાર એ મહિલાઓનો અધિકારો છે, અને મહિલાઓના અધિકારો એ માનવ અધિકાર છે.

” – હિલેરી ક્લિન્ટન, અમેરિકન રાજકારણી

” કોઇ પણ સ્ત્રીના સૌથી શ્રેષ્ઠ સુરક્ષા તેનો સાહસ છે.” -એલિઝાબેથ કેડી સ્ટેન્ટન

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023: મહિલાઓની શક્તિ, જુસ્સા અને હિંમતને સલામ કરવાનો દિવસ

“જો તમે જે ઇચ્છો છો તેનો સ્પષ્ટ માર્ગ તમને દેખાતો નથી, તો ક્યારેક તમારે એ માર્ગ શોધવો પડશે.” -મિન્ડી કલિંગ

Web Title: International womens day 2023 quotes theme history wishes

Best of Express