આજે 8 માર્ચ 2023 છે અને આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો હેતુ છે મહિલાઓને સમાન અધિકાર આપવા અને સમાજમાં તેની ભાગીદારી વધારવી. દરેક દેશમાં આ દિવસને અલગ અલગ રીતે મનાવાય છે. આંતરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓની રાજકિય, આર્થિક, સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઇ હતી. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીમાં લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકા અને ન્યુયોર્કમાં રેલી યોજીને નોકરીમાં સમાન સેલેરી અને સમાન કામના કલાકની માંગણી કરી હતી. આ માંગણી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન બાદ 1908માં સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ વર્ષમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનનાવવની જાહેરાત કરી. ત્યાર બાદ તે ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મનાવાતો હતો.
કોણ ક્લેરા ઝેટકીન?
ક્લેરા ઝેટકીન એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી વિશે વિચાર્યું. ક્લેરા ઝેટકીને સૌપ્રથમ 1910 માં કોપનહેગનમાં કાર્યકારી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વના 17 દેશોમાંથી 100 મહિલાઓ સામેલ થઈ હતી. બધાએ આ સૂચનને સમર્થન આપ્યું અને 1910 માં, સમાજવાદી આંતરરાષ્ટ્રીયની કોપનહેગન કોન્ફરન્સમાં, મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. તે સમયે તેનો મુખ્ય હેતુ મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવાનો હતો, કારણ કે તે સમયે મોટાભાગના દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો.
આ પણ વાંચો; Today News Live Updates: કચ્છમાં ફરીથી ધરા ધ્રૂજી, કેન્દ્રબિન્દુ ભચાઉથી 10 કિમી દૂર
આ દેશથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું શરૂ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌપ્રથમ 1911માં સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક અને જર્મનીમાં ઉજવવામાં આવ્યો હતો. 1917માં સોવિયત સંઘે આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરી. અને તે અન્ય નજીકના દેશોમાં પણ ઉજવવાની શરૂઆત થઇ ગઇ. જે પછી તે હવે ઘણા પૂર્વી દેશોમાં પણ ઉજવવામાં આવે છે.