World yoga day, 21 june 2023, latest updates : આજે વિશ્વ યોગ દિવસ છે. વડાપ્રધાન બન્યા પહેલીવાર અમેરિકા ગયા ત્યારે નરેન્દ્ર મોદીએ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે સમગ્ર દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. સુરતમાં રાજ્ય કરક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. (વિશ્વ યોગ દિવસના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો) આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત લાખો સુરતીઓ જોડાયા હતા. આમ 1.50 લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
















