બીબીસી ડોક્યૂમેન્ટ્રી : જેએનયૂ પછી જામિયા મિલિયામાં બબાલ, આરિફ મોહમ્મદે ડોક્યૂમેન્ટ્રીના ટાઇમને લઇને ઉઠાવ્યો સવાલ

BBC Documentary : વિશ્વ વિદ્યાલય પ્રશાસને પરિસરમાં વિદ્યાર્થીઓને કોઇપણ ફિલ્મની સ્ક્રીનિંગની મંજૂરી આપી ન હતી, એક દિવસ પહેલા જેએનયૂમાં બબાલ થઇ હતી

Written by Ashish Goyal
Updated : January 25, 2023 18:40 IST
બીબીસી ડોક્યૂમેન્ટ્રી : જેએનયૂ પછી જામિયા મિલિયામાં બબાલ, આરિફ મોહમ્મદે ડોક્યૂમેન્ટ્રીના ટાઇમને લઇને ઉઠાવ્યો સવાલ
BBC Documentary: જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ફિલ્મની સ્ક્રીનિંગને લઇને માહોલ ગરમાયો (Express/Chitral Khambati)

BBC Documentary: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી ડોક્યૂમેન્ટ્રીને લઇને વિવાદ વધી રહ્યો છે. તેની સ્ક્રીનિંગને લઇને મંગળવારે સાંજે જેએનયૂમાં બબાલ થઇ હતી. હવે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ફિલ્મની સ્ક્રીનિંગને લઇને માહોલ ગરમાયો છે. પોલીસે ચાર વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી છે.

વિશ્વ વિદ્યાલય પ્રશાસને કહ્યું કે મંજૂરી વગર પરિસરમાં વિદ્યાર્થીઓને કોઇપણ ફિલ્મની સ્ક્રીનિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. સંગઠનોને શાંતિપૂર્ણ શૈક્ષણિક માહોલને નષ્ટ કરવાથી રોકવા માટે બધા ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રીનિંગને લઇને બબાલ

મંગળવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં તેની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લાઇટ કાપી નાખવામાં આવી હતી અને ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું. જે પછી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઘણો હંગામો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મોબાઇલ ફોન પર ડોક્યૂમેન્ટ્રી જોતા સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – બીબીસી ડોક્યુમેન્ટરી લિંક્સ કરવામાં આવી રીમુવ : કેવી રીતે ઓનલાઈન કન્ટેન્ટ માટે સરકાર તેની ‘ઇમરજન્સી પાવર્સ’નો કરે છે ઉપયોગ ?

આ પહેલા 21 જાન્યુઆરીએ હૈદરાબાદ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓના એક સમૂહે કોઇપણ સૂચના વગર પોતાના નોર્થ કેમ્પસમાં બીબીસી ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રીનિંગ કરી હતી. આ પછી સુરક્ષા દળ અને ડીનના આયોજકોએ સ્ક્રીનિંગ રોકવા કહ્યું હતું. જોકે સ્ક્રીનિંગ ચાલું રાખવામાં આવી હતી.

કેરળના રાજ્યપાલે ડોક્યૂમેન્ટ્રીની રિલીઝના સમયને લઇને ઉઠાવ્યો સવાલ

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેની રિલીઝને લઇને સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ સમયે રિલીઝ કેમ કરવામાં આવી, જ્યારે ભારત જી-20 સંમેલનની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતે જી-20ની અધ્યક્ષતા સંભાળી છે ડોક્યૂમેન્ટ્રીને લાવવા માટે તે સમય કેમ પસંદ કરવામાં આવ્યો? આ ડોક્યૂમેન્ટ્રી તે સોર્સથી આવી રહી છે જેણે આપણી આઝાદીના સમયે કહ્યું હતું કે ભારત પોતાની સ્વતંત્રતાને સંરક્ષિત કરવામાં હાલ સક્ષમ નથી.

થરુરે કહ્યું – એક ડોક્યુમેન્ટ્રી દેશની સંપ્રભુતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે

કોંગ્રેસ સાંસદ શશિ થરુરેનું કહેવું છે કે એક ડોક્યૂમેન્ટ્રી દેશની સંપ્રભુતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું કે તેના પર પ્રતિબંઘ લગાવવો જરૂરી નથી, તેને નજરઅંદાજ કરી શકાતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ